________________
૧૮૮
પ્રશ્નકર્તા : લોક તો કહે.
આ કેટલા ક્રોધી
દાદાશ્રી : અને આ પાડોશી જોડે ય ગુસ્સો કર્યો. માણસ છે. આ છોકરા પરે ય ગુસ્સો કર્યો. એ હેતુ પછી જોવાનો હોય, પણ આમ દેખાવમાં શું દેખાય છે ?
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : આપણે કોઈને વઢીએ, પણ એના સારા માટે વઢતાં હોઈએ. હવે છોકરાંને વઢીએ તો એ પછી પાપ ગણાય ?
દાદાશ્રી : ના. એ પુણ્ય બંધાય. છોકરાના હિતને માટે વઢીએ, મારીએ તો ય પુણ્ય બંધાય. એ ક્રોધ કરેલાનું પુણ્ય બંધાય છે. ત્યાં ભગવાનને ઘેર તો અન્યાય હોય જ નહીં ને ! છોકરાને હિતને માટે પોતાને અકળામણ થઈ, છોકરો આવું કરે છે એટલા માટે અકળામણ થઈ અને એ છોકરાના હિતને માટે એને બે ધોલો મારી, તો ય એનું પુણ્ય બંધાય. એવું જો એ પાપ ગણાતું હોય તો આ ક્રમિકમાર્ગના બધા સાધુઆચાર્યો કોઈ મોક્ષે જ ના જાય. આખો દહાડો શિષ્ય જોડે અકળાયા કરે, પણ બધું પુણ્ય બંધાય. કારણ કે પારકાના હિતને માટે એ ક્રોધ કરે છે. પોતાના હિતને માટે ક્રોધ કરવો એનું નામ પાપ. તે ન્યાય કેવો સરસ છે આ ! કેટલું બધું ન્યાયી છે ! ભગવાન મહાવીરનો ન્યાય કેવો સુંદર છે, એ ન્યાય તો ધર્મનો કાંટો જ છે ને !!
એટલે છોકરાંને વઢતાં હોય, મારતાં હોય એના ભલા માટે તો પુણ્ય બંધાય. પણ એનાં જો પાછા ભાગ પડે. ‘હું બાપ છું, એને તો જરા મારવું પડે' એવો બાપનો ભાવ મહીં આવ્યો હોય તો પાછું પાપ બંધાય. એટલે જો સમજણ ના હોય તો પાછું ભાગ પડી જાય !!
એટલે બાપ છોકરા પર અકળાય તો તેનું ફળ શું આવે ? પુછ્ય
બંધાય.
પ્રશ્નકર્તા : બાપ તો અકળાય, પણ છોકરો સામે અકળાય તો શું
થાય ?
દાદાશ્રી : છોકરો પાપ બાંધે. ક્રમિક માર્ગમાં ‘જ્ઞાની પુરુષ' શિષ્ય ઉપર અકળાય તો એનું જબરજસ્ત પુણ્ય બંધાય, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. એ અકળામણ કંઈ નકામી જતી નથી. નથી એમનાં છોકરાં, નથી
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એમને લેવાદેવા, છતાં શિષ્ય ઉપર અકળાય છે !!
આપણે અહીં વઢવાનું બિલકુલ નહીંને ! વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને પછી કપટ કરે. આ બધા કપટ તેથી ઊભાં થયાં છે જગતમાં ! વઢવાની જરૂર નથી જગતમાં. છોકરો સીનેમા જોઈને આજે આવ્યો હોય અને આપણે તેને વઢીએ તો બીજે દાડે બીજું કંઈ કહીને, મારી સ્કૂલમાં કંઈક હતું તેમ કરીને સીનેમા જોઈ આવે ! જેના ઘરમાં મા કડક હોય તેના છોકરાને વ્યવહાર ના આવડે.
૧૮૯
પ્રશ્નકર્તા : ઘરમાં આપણું નાનું બાળક હોય, તે આપણી ઈચ્છા ન હોવા છતાં પણ એના દોષ દેખાઈ જ જાય. આપણે જાણીએ કે આ નથી જ જોવું, છતાં પણ આપણી નજરમાં એવું આવી જ જાય કે આ બરોબર નથી. એટલે એને ટકોર કરવી પડે, નહીં તો આપણાં મનમાં એને માટે દુ:ખ થાય, મનમાં કલેશ થાય. આ બધું શું, આ કઈ જાતનો વર્તે છે ? તો આ બધાનું શું કારણ ?
દાદાશ્રી : એવું છે, કે આપણી જાગૃતિ ઊંધે રસ્તે છે. આપણી જાગૃતિ મિથ્યાત્વમાં છે. અત્યારે તમારી દ્રષ્ટિ એ બાજુ છે એટલે અવળું બધું દેખાય છે. ‘જ્ઞાની પુરુષ' દ્રષ્ટિ ફેરવી આપે એટલે આ જાગૃતિ સમ્યક્ત્વમાં જાય. ત્યાર પછી જાગૃતિ છતે રસ્તે આવે, ત્યારે આપણને બધું છતું દેખાય. મિથ્યાત્વ એટલે અવળી દ્રષ્ટિ અને સમ્યક્ત્વ એટલે સવળી દ્રષ્ટિ. સવળી દ્રષ્ટિ થાય એટલે બધું સુખ થાય. ત્યાં સુધી અત્યારે તમે તમારી ઊંધી દ્રષ્ટિથી બધું કરો છો, તેથી મહીં દુ:ખ થાય છે. છતાં ય પણ પોતાનાં છોકરાં માટે આવું બધું કરે છે એટલે પુણ્ય બંધાય. તમે છોકરાંને આશરો આપો, સારાં સંસ્કાર માટે ટકોર કરો, એ બધાથી તમને પુણ્ય બંધાય. એનું ભૌતિક સુખ મળે. પણ એ સુખો બધા ટેમ્પરરી હોય. ‘જ્ઞાની પુરુષ’ દ્રષ્ટિ સવળી કરી આપે, એટલે પછી પરમેનન્ટ સુખ
ઉત્પન્ન થાય.
અવળા ચાલે ત્યાં કરવી પડે ટકોર; તહિ તો માતે અમે છીએ બરોબર!
છોકરાથી પ્યાલા પડી ગયાને ફૂટી ગયા, એટલે એ તો બિચારો