________________
૧૮૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૮૭
શીખ, છોરાંતે લઢવાની રીત; વાટકી લઢવું તે તાટકી પ્રીત
પ્રશ્નકર્તા : તમે રસ્તો કંઈક બતાવો કે ક્રોધ જતો રહે. દાદાશ્રી : એ છોકરાઓને પછી શી રીતે વઢીશ ? હથિયાર જતું
રહે.
કે ‘પ્રતિક્રમણ કરો.”
પ્રશ્નકર્તા : પણ આપણાથી નાનો હોય, આપણો દિકરો હોય તો એ કેમ માફી માંગવી ?
દાદાશ્રી : અંદરથી માફી માંગવી. હૃદયથી માફી માંગવી. દાદા આમ દેખાય અને એમની સાક્ષીએ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ છોકરાનાં કરીએ તો તરત પહોંચી જાય.
ચંદુભાઈ છોકરા પર ગુસ્સે થઈ ગયા ને ચંદુભાઈએ એક-બે ધોલ આપી દીધી. તો પછી આપણે ચંદુભાઈને કહેવું કે, છોકરાને મોઢે કહેવું નહીં, પણ એનાં મનથી પ્રતિક્રમણ કરો. આ છોકરાને ધોલ મારી એ ભૂલ કરી હવે ફરી નહીં કરું આવું. એને મોંઢે કહીએ તો છોકરું અવળું ફાટે. એ ય બુદ્ધિશાળીને પાછું એનો દુરુપયોગ થાય હંમેશાં. પ્રતિક્રમણ કરવું તે એ જાણે નહીં એવી રીતે કરી લેવું. નહીં તો એ ચઢી બેસે પાછાં.
પ્રશ્નકર્તા : એવું કંઈક ના થાય કે છોકરાને વઢવું જ ના પડે.
દાદાશ્રી : ના, વઢવું તો પડે. એ તો આ સંસારમાં રહ્યા એટલે વઢવું તો પડે ને !
પ્રશ્નકર્તા : એવું વઢવાનું ના થવું જોઈએ કે આપણને પોતાને જ મનમાં વિચારો આવ્યા કરે અને પોતાને અસર રહ્યા કરે !
દાદાશ્રી : એ તો ખોટું છે. એવું વઢવાનું ના થવું જોઈએ. વઢવાનું સુપરફલુઅસ, જેમ કે આ નાટકમાં લઢે છે એવી રીતનું હોય. નાટકમાં લઢે છે, “કેમ તું આમ કરું છું ને આમ તેમ’ બધું બોલે, પણ મહીં કશું ય ના હોય એવું વઢવાનું હોય.
ક્રોધ કરે હીત માટે મા-બાપ! પુણ્ય બંધાય, નથી એમાં પાપા!
દુખ થાય છોકરાંતે, વઢવાથી; ચોખ્ખું થાય પ્રતિક્રમણ કરવાથી!
પ્રશ્નકર્તા છોકરાઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ?
દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. આ બેનને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુ:ખ થઈ ગયું હોય તો તમારે બેનને કહેવું કે, માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. તે તમે તો ‘શુદ્ધાત્મા’ છો. તે તમારે ચંદુલાલને કહેવું કે ‘પ્રતિક્રમણ કરો. તમારે બેઉ જુદા ભાગ રાખવા.' આપણે ખાનગીમાં અંદર પોતાની જાતને બોલીએ કે ‘સામાને દુ:ખ ના થાય” એવું બોલજો. અને તેમ છતાં છોકરાને દુઃખ થાય તો ચંદુભાઈને કહીએ
કોઈ બાપ પોતાના છોકરા પર ગુસ્સો કરે અને એનો એ જ બાપ પાડોશી જોડે ગુસ્સો કરે, એ બેમાં ફેર શું ?
પ્રશ્નકર્તા : બાપનો પુત્ર પ્રત્યેનો ગુસ્સો હશે તે કંઈક અંશે ફળદાયી હશે, એ પરપઝલી કરતો હશે.
દાદાશ્રી : હા, એ તો પણ આ બેઉ ગુસ્સા જ કહેવાય ? પ્રશ્નકર્તા : પણ બન્નેયમાં ફેર છે ને ? દાદાશ્રી : શો ફેર ?
પ્રશ્નકર્તા : પેલો જે ગુસ્સો કરે છે, તેનો હેતુ પેલાને સુધારવા માટેનો છે.
- દાદાશ્રી : પણ લોક તો એમ જ જાણેને કે આ બાપ છોકરા જોડે ગુસ્સો કરે. એવું કહે કે ના કહે ?