________________
૧૮૪
માણસ છે, બહુ ચિઢાય-ચિઢાય કરે છે.
કેમ કાઢે આવો ટોન? વઢીતે લે નવી લોન!
મા-બાપ છોકરાંનો વ્યવહાર
આપણા લોક હિસાબ તો ચૂકવે છે, પણ નવી લોન લે છે. નવી લોન લે નહીં તો આપણી મુક્તિ થાય.
પ્રશ્નકર્તા : નવી લોન કોને કહેવાય ?
દાદાશ્રી : આપણો છોકરો કોલેજમાં હોય ને બરોબર ભણતો ના હોય, તો એની જોડે ખૂબ ચીઢાવ તો એ નવી લોન લીધી કહેવાય. તે હજી જૂની લોન હતી તે તો આપણાથી પૂરી થઈ નથી. ત્યાર પહેલાં નવી લોન આપણે જમે કરાવી. કાયદો શું કહે છે ? ચીઢાવાનો કોઈ કાયદો નથી. તે આઊટ ઓફ કોન્ટ્રાક્ટ થયું કહેવાય. કોન્ટ્રાક્ટની શરતોની બહારનું આ થયું, એટલે ‘એકસ્ટ્રા આઈટમ' થઈ જાય છે. બધાં દેવાં એનાં ઊભાં થઈ જાય છે. આમ જૂનાં દેવાં આપતો જાય છે ને નવાં દેવાં ઊભાં કરતો જાય છે.
અહંકાર શું મનાવડાવે કે હું બધું સમજું છું અને હું જાણું છું, બસ. એટલું મનાવડાવે ને, એટલે જાણવાની વાત રહી જાય. એટલું પેલું અજ્ઞાનતાથી આ માર્ગ છે બધો. જ્યાં જ્યાં કંઈ પણ અડચણ આવે છે તે અણસમજણથી છે, સમજણ નહીં પડવાથી. સમજણથી અડચણ નીકળી જાય. હવે સમજણ નથી અને અહંકારનો સ્વભાવ એવો કે જેમ મોટો થાય તેમ એ બધાને કહે કે હું તો જાણું બધું, બધું જાણું છું.
અને આખો દહાડો કકળાટ કર્યા કરતાં હોય. કોઈ છોકરું બે-ત્રણ વસ્તુ ખોઈને આવ્યું હોય ને તો છોકરાને ટૈડકાવે. અલ્યા, એમાં ખોઈને આવ્યું, તે એમાં કયું સાયન્સ આમાં કામ લાગશે, તે ટૈડકાવું છું ? છોકરું સમજી જાય કે આ બધું બરકત નથી, એટલે આ ટૈડકાવે છે. છોકરું ય સમજે કે પડી ગયું એનો ઉપાય શું ? તો ય મા વઢે. અને ઉપાય હોય તો વઢવાની જરૂર નથી. ફક્ત સમજાવાની જરૂર છે બધાંને. વઢાય કેમ કરીને ? આપણે છોકરાને વઢીએ તો એ ય પાછો બાપ તો થવાનો ને !
મા-બાપ છોકરાનો વ્યવહાર
એ જાણે કે જેવું મારા બાપાએ મને આપ્યું છે તેવું હું મારા છોકરાને આપું. તો એમ વઢવઢાનું જ ચાલ્યુંને, તો સુખ જ શું રહેશે. એટલે હિસાબ દેખાડી સમજાવી લઈએ તો એ છોકરું આગળ આવશે અને છોકરું ય સમજે કે બાપા સારા મળ્યા છે, નહીં તો એ સમજે કે અટેસ્ટેડ છે એવું સમજી જાય મહીં. આ બાપ ટેસ્ટેડ નથી, કહેશે.
છોકરાં યમ્ પાકેલાં ચીભડાં; અડતાં જ ફાટે ધૂઓ ઓરડાં!
જેવાં.
૧૮૫
દાદાશ્રી : દુષમકાળના જીવો છે બધા, મેં દેખાડ્યું હોય કે આ ભૂલ થઈ તો પાછો જતો રહેશે, ફરી કોઈ દહાડે નહીં આવે. એટલે ધીમે ધીમે પટાવી પટાવીને કામ લઈએ અમે.
પ્રશ્નકર્તા : પેલો ચીભડાંનો દાખલો આપ્યો'તો ને, પાકેલાં ચીભડાં
દાદાશ્રી : હા. પાકેલાં ચીભડાં જેવાં છે આજના જીવો, તે આપણે રૂમમાં અંદર મૂક્યાં હોય અને જો હલાવીએ તો, પાકેલું ચીભડું ફાટી જાય અને આખો ઓરડો ધોવો પડે. તેમ આ છોકરાને જો વઢીએ, તો ફાટી જાય તો તો પાછો એને મનાય મનાય કરવો પડે. આ કાળ એવો છે. દુષમકાળના જીવો છે એટલે અમે કોઈને ય સહેજે ય હલાવીએ નહીં. મારી જોડે અવળું બોલેને, તેને ય ના હલાવીએ. બેસ બરોબર છે તારી
વાત.
એક બાપે એના છોકરાને સહેજ જ હલાવ્યો એટલે છોકરો ફાટી ગયો, ને બાપને કહેવા લાગ્યો કે, ‘મારે ને તમારે નહીં ફાવે.’ પછી બાપ છોકરાને કહેવા લાગ્યો કે, ભાઈ ! મેં તને કશું ખરાબ નથી કહ્યું. તું શું કામ ગુસ્સે થાય છે ?” ત્યારે મેં બાપને કહ્યું કે, ‘હવે શું કામ ઓરડો ધૂઓ છો ? પહેલાં હલાવ્યું શું કામ ? કોઈને હલાવશો નહીં, આ પાકાં ચીભડાં છે. કશું બોલશો નહીં. મેરી ભી ચૂપ ને તેરી ભી ચૂપ. ખઈ, પીને મોજ કરો.’