________________
૧૮૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એ તો આપણે દબડાવીએ એ નહીં, એ ગુસ્સો ન કહેવાય. એટલે ગુસ્સો કરજો. પણ ગુસ્સે થઈ જાવ છો તમે. ગુસ્સો કરતા હોઈએ તો વાંધો નહીં.
એક બાળક છે તે આ કોઈ વસ્તુ ફેંકે તો જાણી જોઈને ફેંકે, એટલે ભાંગવા ના દે પણ એમ ને એમ ફેંકે તો પડી જાય એ તો ભાંગી જાય. એવું ગુસ્સો તમારે નથી કરવો તો ય થઈ જાય છે. એટલે ગુસ્સો જો કરો ને તો કંટ્રોલેબલ હોય. ગુસ્સો કરીએ આપણે, તો કંટ્રોલેબલ હોય કે ના હોય ? બાબા ક્યાં ગયો હતો ? આમ છે, તેમ છે ? બોલીએ પણ મહીં ક્રોધ ના હોય, ગુસ્સામાં. આ તો તમે ગુસ્સે થઈ જાવ છો એટલે ઊલટો બાબો સમજી જાય છે કે આ મમ્મી નબળા સ્વભાવની છે, યુઝલેસ છે, સારી નથી એવું સમજે. એવો અભિપ્રાય આપી દે.
પ્રશ્નકર્તા : ગુસ્સે થઈ જવાનું કારણ શું ?
દાદાશ્રી : વિકનેસ. એ વિકનેસ છે ! એટલે એ પોતે ગુસ્સે થતો નથી. એ ગુસ્સે થઈ ગયા પછી પોતાને ખબર પડે છે, આ સાલું ખોટું થઈ ગયું, આવું ના થવું જોઈએ. એટલે એના હાથમાં કાબૂ નથી. આ મશીન ગરમ થઈ ગયું છે, રેઈઝ થઈ ગયું છે. એટલે આપણે તે ઘડીએ જરા ઠંડું રહેવું. એની મેળે ટાઢું થાય એટલે હાથ ઘાલવો.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૮૩ દાદાશ્રી : રસ્તામાં કાંટો વાગી જાય તો એની ઉપર ગુસ્સો આવે ખરો ?
પ્રશ્નકર્તા: ના, તેની ઉપર કેવી રીતે આવે ગુસ્સો ? તેની ઉપર ગુસ્સો ના આવે.
દાદાશ્રી : કેમ ના આવે ? પ્રશ્નકર્તા : ઇટ્સ એ ઓજેક્ટ ને.
દાદાશ્રી : તો આ ય જડ જ છે વસ્તુ, આ ય તમને જે દેખાય એ જડ જ વસ્તુ જુઓ છો.
અને બાબા ઉપર તો ગુસ્સો કરાય નહીં, કારણ કે બાબાને તો આપણે નવ મહિના પેટમાં રાખેલો. હવે આટલું બધું કામ કર્યુ. હેલ્પ કરી ને પછી હવે ગુસ્સો કરીને શું કામ છે ? પછી આ ગુસ્સો કરીને ડેબિટ શું કામ કરાવીએ ? જ્યાં આટલું બધું જમે થયું હોય તો ડેબિટ કરવાનું કારણ શું ? નવ મહિના કોણ રાખે આવું રેસિડન્સ ?! નવ મહિના આટલો ઉપકાર કર્યો, તો હવે ગુસ્સો કરવાની જરૂર ના હોય.
છોકરાઓ જોડે તમે ચિઢાઓ તો એની નવી લોન લીધી કહેવાય. કારણ કે ચિઢાવાનો વાંધો નથી, પણ તમે પોતે ચિઢાઓ છો તે વાંધો છે.
પ્રશ્નકર્તા: છોકરાઓ છે તે વઢીએ નહીં ત્યાં સુધી શાંત જ ના થાયને, એટલે વઢવું પડે !
દાદાશ્રી : ના, વઢવાને માટે વાંધો નથી. પણ જાતે વઢો છો એટલે તમારું મોટું બગડી જાય છે, એટલે જવાબદારી છે. તમારું મોઢું બગડે નહીં ને વઢોને, મોટું સારું રાખીને વઢો, ખૂબ વઢો ! તમારું મોઢું બગડે છે એટલે તમે જે વઢવાનું છે તે તમે અહંકાર કરીને વઢો છો !
પ્રશ્નકર્તા : તો તો છોકરાઓને એમ લાગે કે આ ખોટું ખોટું વટે
છોરાંતે વઢો સમજ્યા વગર ઈન્સીડન્સ; ભૂલી ગયાં નવ મહિનાનો રેસીડન્સ?
દાદાશ્રી : હવે તને કોની ઉપર ગુસ્સો આવે છે ?
પ્રશ્નકર્તા : ઘણી વખત મારા બાબા ઉપર ગુસ્સે થઈ જઉં. વર્ક ઉપર ગુસ્સે થઈ જાઉં.
દાદાશ્રી : કામ ઉપર કોની ઉપર આવે છે ? પ્રશ્નકર્તા: કો-વર્કર સાથે. દાદાશ્રી : એ લોકો કંઈ ભૂલ કરે તેથી ગુસ્સો આવી જાય, ખરું ! પ્રશ્નકર્તા : હા, બરાબર.
દાદાશ્રી : તો એ એટલું જાણે તો બહુ થઈ ગયું. તો એને અસર પડશે, નહીં તો અસર જ નહીં પડે. તમે ખૂબ વઢો એટલે એ જાણે કે આ નબળા માણસ છે. એ લોકો મને કહે છે, અમારા ફાધર બહુ નબળા