________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩૭
૧૭૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર જ કહું છું, મારો જે પ્રશ્ન છે એ જ વાત છે. આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારે ઘડીએ મારે આવું બની જ જતું હોય છે.
દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો. તો બધી વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે ? તમે શું કહેવા માગો છો તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે. મારો વ્યુ પોઈન્ટ આવો છે. હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ, કહીએ. એ સમજ પડીને ? એટલે આપણો એની જોડે ફોડ કરી લેવો જોઈએ અને કેવો ? ફ્રેન્ડલી ટોનમાં હોવો જોઈએ.
તેથી આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફ્રેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?!
દાદાશ્રી : ના. એવા બધા થઈ ગયા હોય, તેની જોડે બાળક જેવી બુદ્ધિ રાખીએ એટલે આપણી બુદ્ધિ અને વાગે નહીં.
પ્રશ્નકર્તા : પણ દાદા, ઘરડાં માણસ પણ આપણી સાથે એવું વર્તન કરે, એમના મંતવ્યો પેલા જુના બંધાઈ ગયા હોય, તો પણ કેવી રીતે આપણે એમની સાથે હેન્ડલ કરવું જોઈએ ? કેવી બુદ્ધિથી ?
દાદાશ્રી : આ ગાડીને પંકચર પડે, ખરે ટાઈમે ઉતાવળ હોય ને, તો આપણે પછી એના વ્હિલને માર-માર કરવું ?
પ્રશ્નકત : ની.
દાદાશ્રી : ખરે ટાઈમે ઉતાવળ હોય ને, ગાડીને પંકચર પડ્યું. તો હિલને કંઈ મરાય ? એ તો ઝટપટ સાચવીને આપણે કામ કરી લેવાનું. ગાડી તો બિચારી પંકચર પડે જ. એમ પૈડા માણસનામાં પંકચર પડે જ. આપણે સાચવી લેવાનું. ગાડીને માર માર કરાય ?
પ્રશ્નકર્તા : ના કરાય.
છોકરાં અંદરોઅંદર લઢે; જોયા કરે તો જ સંબંધ બઢે!
ગાડીનું પંચર કરી, કેવું સંવારે? એમ બૅડીયાતું હૃદય ઠારે!
કોઈને દુઃખ ન થાય એવી બુદ્ધિ હોવી જોઈએ. નાનું બાળક હોય તેને ય દુ:ખ ન થાય એવી બુદ્ધિ હોવી જોઈએ. એ બાળક જોડે બાળક જેવું મેળવી લઈએ. ત્યાં તીક્ષ્ણ બુદ્ધિ રાખીએ તો શું થાય, બાળક જોડે ? બાળક છોલાઈ જાય બિચારો. એટલે આવી વાત છે, બીજી કંઈ નહીં.
પ્રશ્નકર્તા : તો વડીલો સાથે કેવી બુદ્ધિ રાખવાની ? એમાં પણ તીક્ષ્ણ બુદ્ધિ રાખવાની ?
દાદાશ્રી : વડીલો સાથે બાળક જેવી બુદ્ધિ રાખવાની. પ્રશ્નકર્તા: એમના પણ જૂના બધા વિચારો ચુસ્ત થઈ ગયા હોય !
પ્રશ્નકર્તા : બે દિકરાઓ અંદર અંદર લઢતા હોય. આપણે જાણીએ કે આ કોઈ સમજવાનું નથી. તો ત્યાં આપણે શું કરવું ?
દાદાશ્રી : એક ફેરો બન્નેને બેસાડીને કહી દેવું કે માંહ્યોમાંહ્ય વઢવામાં ફાયદો નહીં, લક્ષ્મી જતી રહેશે.
પ્રશ્નકર્તા: પછી એ માનવા જ તૈયાર ન હોય તો શું કરવું, દાદા ? દાદાશ્રી : રહેવા દેવું. જેમ છે તેમ રહેવા દો.
પ્રશ્નકર્તા : છોકરાઓ આપસમાં લઢે, એમાંથી મોટું થઈ જાય, આપણે એમ કહીએ કે આ કેમ થઈ ગયું આમ ?
દાદાશ્રી : એમને ઉપદેશ લેવા દોને, આપસમાં લઢીને એમની મેળે જ ખબર પડશે, ભાન થશે ને ! આમ આંતર આંતર કરીએ ને, ત્યાં સુધી