________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જાત નથી. લોકો એ માણસ જાતની ઉપર પોતે અજ્ઞાન ઓઢે છે. નહિ તો કોઈ માણસ એવો નથી. આવડાં નાનાં ચાર વર્ષના છોકરાંને કહે કે, ‘તું અક્કલ વગરનો છે, મારું સમજતો નથી.’ ત્યાં કેવી રીતે બોલાય ? એની કાલી ભાષામાં લોક બોલે. આ છોકરાંની જોડે લોકો કાલી કાલી ભાષામાં બોલે. આ ત્રણ-ચાર વર્ષની ઉંમરનાં છોકરાં જોડે મોટી ઉંમરનાં છોકરાં જેવું ના બોલે. શાથી એવું ના બોલે ?
પ્રશ્નકર્તા : એને એની ભાષામાં વાત કરવી જોઈએ.
૧૩૪
દાદાશ્રી : પોતે બધું સમજે છે કે આ બાળક ભાષા છે. આપણે બાળક ભાષામાં વાત કરો, નહીં તો એ બિચારો સમજશે નહીં. એને તો કહેવું, ‘જો બાબા, આ રમકડું પેલા જેવું છે ને ? તે પેલું જોયું હતું ને ?' એમ બે-ચાર વખત કહેવું. ત્યારે એ કહેશે, ‘હા’. ત્યારે આપણે જાણીએ કે આ મહીં પહોંચ્યું. હવે એવી રીતે આની જોડે આપણે વાત કરવી જોઈએ. આપણે જાણીએ કે આનું ડલ મગજ છે. એટલે આપણે જાણીએ કે બાળક જેવી અવસ્થા છે એટલે ‘બાબા, બાબા’ કરવું જોઈએ.
પ્રશ્નકર્તા : પણ બાળકની અવસ્થા સમજવામાં ચેતનતાનો ઉપયોગ જોઈએ.
દાદાશ્રી : અરે, અજ્ઞાનદશામાં ય બાળક જોડે એની મા સુંદર વ્યવહાર કરે છે. બાળકની જોડે એની મા સુંદર વ્યવહાર નહીં કરતી હોય ? એ કોણે શીખવાડ્યું એમને ?
પ્રશ્નકર્તા : એ તો કુદરતી છે.
દાદાશ્રી : કુદરતી નહીં, આવી બધી આપણી અંદર જાગૃતિ છે. પણ મોટી ઉંમરનો થાય છે એટલે પાછો અહમ્ બહુ ઊભો થાય છે. ત્યાં તમને એમ થાય કે આ તો મોટો થયેલો છે. આ આવું કેમ કરે છે ? નાનાને આવું હોય, મોટાને પણ હોય ? પણ મોટાને બીજી ભાષામાં તું સમજ કે આ નાના કરતાં ય મોટો ભૂંડો છે બિચારો ! એટલે મોટો ડલ લાગે તો આપણે જાણવું કે ત્રણ વર્ષનું છોકરું છે. એટલે એની જોડે એવું આપણે વર્તન રાખવું જોઈએ. પછી આમથી આમ ગોદો મારે. કોણ પછી
સાંભળે ?
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે !
૧૭૫
દાદાશ્રી : છોકરા તરીકે અત્યારે છોકરા જોડે વર્તન રાખો છો. એટલે આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ આપણે. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરના, એ નાની ઉંમરના, ભડકી જાય બિચારા ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં.
પ્રશ્નકર્તા : માનસિક ઉંમર નાની હોય ને ?
દાદાશ્રી : તે માનસિક ઉંમર જોઈને આપણે એડજસ્ટ કરવું જોઈએ. અમે દરેકની જોડે વાત કરીએ તે એની માનસિક ઉંમર કેટલી છે એ જોઈને એને આપીએ. તેથી અમે કહીએ છીએ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ છીએ. એટલે અમારે અથડામણ થતી નથી, મતભેદ થતો નથી. કારણ કે અમે કાઉન્ટર પુલી મૂકી દઈએ ને ! એનું માનસિક ગ્રેડેશન, વાચિક ગ્રેડેશન, શરીરનું ગ્રેડેશન કેવું છે એ બધું જ જોઈ લઈએ. શરીરથી ઉંમરમાં મોટો છે, વાણીમાં બહુ જબરો છે, શૂરો છે. પણ માનસિક બધું લૉ (નીચું) છે. એટલે રીવોલ્યુશન ઓછાં કરી નાખવાં. બાળક જેવું જ માની લેવાનું.
પ્રશ્નકર્તા : મારે મારા મોટા દીકરા જોડે બહુ ખટપટ થાય છે. તો કાઉન્ટર પુલી નાખવી ક્યારે ? ક્યા પ્રકારની ? એ સમજણ પડતી નથી અને ઇચ્છા ન હોવા છતાં બફાટ થઈ જતો હોય છે. તો શું કરવું ?
દાદાશ્રી : અરે, ઇચ્છા વગરે ય બફાટ થઈ જાય છે ! આ તો હું તમને રસ્તો દેખાડું છું, તે રસ્તે ધીમે ધીમે તમારે ગોઠવણી કરવાની છે.
બાબો દસ-બાર વરસનો હોય, એની જોડે તમે વાત કરો, તો તમારી વાત સમજે કે ના સમજે ? અમુક વાતો ન સમજે ને ! એવું ના બને ?
પ્રશ્નકર્તા : એવું થાય છે, આ તો મારો પોતાનો અનુભવ છે એ