________________
૧૭૨
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૭૩
કે ચોરી કરતો નથી, જાણી જોઈને જીવડાં મારતો નથી. એવું બધું જોઈ લેવું પડે, તો ચલાવી લેવાય.
પ્રશ્નકર્તા : મૂળ પ્રશ્ન એમ છે કે છોકરાઓને આપણે ઘણી રીતે સમજાવીએ ભણવા માટે. પણ આપણે કહીએ તો ય એ લોકો સમજતાં નથી, આપણું સાંભળતા નથી.
દાદાશ્રી : ના, તે નથી સાંભળતા એટલે મા થતાં આવડ્યું નહીં તેથી. મા થતાં આવડે તો કેમ ના સાંભળે ? કેમ એનો છોકરો માનતો નથી ? ત્યારે કહે, ‘એના મા-બાપનું એણે માન્યું જ નહોતું ને.'
પ્રશ્નકર્તા : દાદા, એમાં વાતાવરણનો દોષ ખરો કે નહિ ?
દાદાશ્રી : ના, વાતાવરણનો દોષ નહીં. મા-બાપને મા-બાપ થતાં જ આવડ્યું નથી. મા-બાપ થવું એ તો બહુ મોટામાં મોટી જવાબદારી છે, વડાપ્રધાન થવું એ જવાબદારી ઓછી હોય.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
દાદાશ્રી : વડાપ્રધાન થવાનું એ તો લોકોનું ઓપરેશન થવાનું. આ તો પોતાનાં છોકરાનું જ ઓપરેશન થવાનું. ઘરમાં પેસીએ બાબા-બેબી બધાં ખુશ ખુશ થઈ જાય. અને અત્યારે તો છોકરાં શું કહે ? “અમારા ફાધર ના આવે તો સારું ઘરમાં. અલ્યા મૂઆ, શું થાય ત્યારે ?!
પહોંચતી નથી, એટલે બાઘો થઈ ગયો છોકરો બિચારો. એમાં આ ગાંડા કાઢ કાઢ કરે, તે ચિઢાય ચિઢાય કરે. ને ‘બોલને બોલ, કંઈ બોલતો નથી, મૂંગો થઈ ગયો છું.’ અને આમ કાનપટ્ટી પકડાવે ! ચક્કર, શું કરવા આવું કર્યા કરે છે ? કેટલાય માસ્તરો આવું કરે છે. ટયુશન રાખે છે ને આવું...! કેટલાય કરે છે અને પછી શું કહે કે છોકરો મને માથે પડ્યો છે ! અલ્યા, છોકરો નથી માથે પડ્યો, તું છોકરાને માથે પડ્યો છે. આપણે ના સમજીએ કે આ છોકરો ડલ છે. એટલે આપણે એને ડલનેસમાં જેટલું પાણી પિવડાવાય એટલું પાવું, બીજું વધારાનું પાણી પાવું નહીં. એને કહીએ કે આ કવિતા ગોખી લાવજે. પછી ના બોલે તો કંઈ નહિ. પણ આ તો મનની કલ્પનાઓ કરે, “સાલો બોલતો જ નથી. મૂંગો છે !” અલ્યા હોય મૂંગો. એને વાત પહોંચતી નથી. તું વાત શું કહેવા માંગે છે એ એને પહોંચતી નથી. એટલે એ કુંઠિત થઈ ગયો છે બિચારો ! એને તું બહુ એ કર કર કરીશ, ગોદા માર માર કરીશ, તો એને શૉક લાગશે. ઈલેક્ટ્રિકનો શક લાગે ને માણસ થઈ જાય, એવો એ પછી થઈ જાય. વગર કામનો ગોદા માર માર કરે ! હવે જો એને બૈરી આવી મળી હોય ને ના સમજે એવી, તો શું થાય તે ? આખી જિન્દગી શી રીતે કાઢે ?
પ્રશ્નકર્તા : મોટા ભાગનું તો પોતે જે સમજ્યો હોય તે પેલો માણસ તરત સમજી જાય, એવો આગ્રહ વધારે ઉત્પન્ન થઈ જવાથી અવળાં પરિણામ ઊભાં થઈ જાય છે.
દાદાશ્રી : પોતાની દ્રષ્ટિથી સામાને માપે છે. તું સામાની દ્રષ્ટિ શોધી કાઢ. સામાની દ્રષ્ટિ એટલે શું કે દરેકને એડજસ્ટ થવું એવી દ્રષ્ટિથી જો, આ તો પોતાની દ્રષ્ટિથી સામાને માપ માપ કરે છે. કેટલાં વિશેષણ બોલ્યો ?! ‘મૂંગો છે, અલ્યા, મરી જા ને !' પાછો ‘મરી જા’ હતું કહે. છોકરાનો બાપ સાંભળે તો, એ કહે, ‘માસ્તર, એવું ના બોલશો. અમારો એકનો એક છોકરો છે.’ આમ એના મા-બાપ પાછાં કલેઈમ માંડે કે માસ્તર આવું બોલશો નહિ.
પ્રશ્નકર્તા : અમે વાતો કરવામાં એટલા બધા મીકેનિકલ થઈ જઈએ છીએ કે કાઉન્ટર પુલી ગોઠવવાની જાગૃતિ જતી રહે છે.
દાદાશ્રી : માણસ જાત તો બહુ ચોક્કસ જાત છે. માણસ કંઈ ઘેલી
બાળક સાથે બાળક બની જાય; કાઉન્ટર પુલી મૂકી એડજસ્ટ થાવ!
કેટલાક તો છોકરો ભણતો ના હોય, પ્રશ્નનો જવાબ આપતો ના હોય તો માસ્તર એને વઢે ને, “કંઈ સમજ પડે છે તને ? બોલ ને બોલ, મૂરખ બોલ !' હવે ત્યાં પરીક્ષામાં પાસ થાય માટે માસ્તરનું ટ્યુશન રાખે છે. પણ આમ કરે તો પેલો છોકરો બિચારો બાઘો બની જાય ને આ માસ્તર અકળાયા કરે. તે માસ્તરની શી દશા થાય. તે આપણા જેવા જોનાર કહે કે એ બાઘો થઈ ગયો. તું શું કરવા આમ ગાંડા કાઢે છે ? પાંસરો મને ! સીધો મરને ! નહિ તો તું તારી બઈના કામમાં નહિ રહું ! એ છોકરો બિચારો બાઘો થઈ ગયો ! એને તારી વાત મહીં