________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૭૧
બધી મળશે.
રમતીયાળતે વાળવા ભણવા; યોજના ઈલામતી કાઢો જીતવા!
૧૭૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર ઊઠતો એ તમને બધાને નથી ગમતું ? ત્યારે બધાં ય કહે છે કે અમને નથી ગમતું, છતાં ય એ વહેલો ઊઠતો જ નથીને. મેં કહ્યું કે સૂર્યનારાયણ આવ્યા પછી તો ઊઠે છે કે નથી ઊઠતો ? ત્યારે કહે છે કે ત્યાર પછી ય એક કલાકે ઊઠે છે. એટલે મેં કહ્યું કે સૂર્યનારાયાણની ય મર્યાદા નથી રાખતો ? માટે તો એ બહુ મોટો માણસ હશે ને ? નહીં તો લોક તો સૂર્યનારાયણ આવતા પહેલાં પોતે ઊઠી જાય, પણ આ તો સૂર્યનારાયણને ય નહીં ગાંઠતો. પછી એ લોકો કહે છે, હવે તમે કંઈક ઠપકો આપો. મેં કહ્યું કે અમારે ઠપકો ના અપાય. અમે ઠપકો આપવાં નથી આવ્યા. અમે સમજણ આપવા આવ્યા છીએ. અમારો ઠપકાનો વેપાર જ નહીં. અમારે તો સમજણ આપવાનો વેપાર, પછી એ છોકરાંને કહ્યું કે દર્શન કરી લે, પછી બોલજે કે દાદા, મને વહેલું ઊઠવાની શક્તિ આપો. એટલું કરાવ્યા પછી ઘરનાં બધા માણસોને કહ્યું કે હવે એ ચાના ટાઈમે ના ઊઠે તો આપણે પૂછવું કે ઓઢાડું ભઈ તને. વખતે શિયાળાની ઠંડી છે તે ઓઢવું હોય તો ઓઢાડું. એટલે મશ્કરી ખાતર નહીં, રીતસરનું એને આપણે ઓઢાડવું. ઘરનાં માણસોએ એવું કર્યું. તે છ મહિનામાં એટલો બધો વહેલો ઊઠે છે એ ભઈ, કે ઘરનાં બધા માણસોની બૂમ મટી ગઈ.
આ લોકો કહે છે કે અમારે એમને સુધારવાના નહીં ? જે સુધારનારા અહીં જગતમાં પાક્યા છે ને એ લોકોએ જ આમને બગાડ્યા છે. કારણ એ રસ્તો જાણતાં નથી. વકીલાતનો ધંધો કરતાં ના આવડતો હોય. એ માણસને વકીલાત કરવા તેડી જઈએ તો ?
એની પ્રકૃતિ જુદી તે મોડો ઊઠે ને કામ વધારે કરે ને અક્કરમી ચાર વાગ્યાનો ઊડ્યો હોય તો ય કશું ના કરે. હું ય દરેક કામમાં હંમેશાં ‘લેટ’ હતો. સ્કૂલમાં ય ઘંટ સાંભળ્યા પછીથી ઘેરથી નીકળતો અને કાયમ માસ્તરનો કકળાટ સાંભળતો ! હવે માસ્તરને શી ખબર કે મારી પ્રકૃતિ શું છે ? દરેકનું ‘રસ્ટન’ જુદું, ‘પીસ્ટન’ જુદું જુદું હોય.
પ્રશ્નકર્તા : પણ મોડામાં ‘ડિસિપ્લિન’ ના રહે ને ?
દાદાશ્રી : આ મોડો ઊઠે એટલા માટે તમે કકળાટ કરો તે જ ‘ડિસિપ્લિન’ નથી. માટે તમે કકળાટ કરવાનું બંધ કરી દો. તમારે જે જે શક્તિઓ માગવી હોય, તો આ ‘દાદા’ પાસે રોજ સો-સો વખત માગજો,
પ્રશ્નકર્તા: આજના છોકરાઓ ભણવા કરતાં રમતમાં ધ્યાન વધારે આપે છે, તેઓને ભણતર તરફ દોરવાં તેમની પાસેથી કેવી રીતે કામ લેવું, જેથી છોકરાઓ પ્રત્યે કંકાસ ઊભો ના થાય ?
દાદાશ્રી : ઈનામની યોજના કાઢો ને. છોકરાને કહીએ કે પહેલો નંબર આવશે તેને આટલું ઈનામ આપીશ અને છઠ્ઠો નંબર આવશે તેને આટલું ઈનામ અને પાસ થશે તેને આટલું ઈનામ. કંઈક એને દેખાડો. હમણે તરત જ વેપાર થાય અને તેમાં નફો થાય એવું કંઈક દેખાડો એને તો લલકારશે. બીજો રસ્તો શું કરવાનો ! નહીં તો પ્રેમ રાખો. જો પ્રેમ હોય ને તો છોકરા બધું ય માને. મારી જોડે છોકરાઓ બધું ય માને છે. હું જે કહું એ કરવા તૈયાર છે. નહીં તો પછી આપણે એને સમજણ પાડ પાડ કરવી પડે. પછી જે કરે એ સાચું.
પ્રશ્નકર્તા : છોકરો કંઈ બીજું કંઈ ભણતો ના હોય ત્યારે તો એમને વઢવું પડે, એને કહેવું પડેને વાંચવા બેસવા માટે ?
દાદાશ્રી : હા, પણ કેટલી વાર ? બે કલાક સુધી ? પ્રશ્નકર્તા : ના, ના, એમ નહીં. બે કલાક એમ નહીં. દાદાશ્રી : કેટલી વાર કહેવું પડે ?
પ્રશ્નકર્તા : એ છોકરાનું ભણવામાં લક્ષ જ નથી. એ છોકરાને બીજી કોઈ લાઈનની અંદર રસ છે, ભણવામાં રસ નથી.
દાદાશ્રી : એટલે માણસને રસ ના હોય ને તે જેમ તેમ કરીને મેટ્રિક સુધી જાય તો બહુ થઈ ગયું. એ બિઝનેસમેન થવાનો હોય અને પછી મહીં પ્રકૃતિ એવી હોય, તેને કોઈ શું કરે ? નહીં તો આપણે એને ભણવાનું છોડી દેવાનું કહીએ તો ય ના છોડી દે.
છોકરામાં જોવું કે ક્યા કયા ગુણો એનામાં વર્તે છે. તે આપણે જોવું