________________
૧૬૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૬૯
દાદાશ્રી : હા, પણ ગુસ્સો આવે તો પછી છોકરો માને નહીં, જો ગુસ્સો ના આવતો હોય તો છોકરો તમારું માન્ય રાખે. તમારી નબળાઈ દેખે એટલે એ છોકરો શું જાણે કે આમનો સ્વભાવ જ એવો છે, વિચિત્ર સ્વભાવવાળા છે અને બહાર લોકોને કહે ય ખરો કે “મારા ફાધર એટલા વિચિત્ર સ્વભાવના છે, વાત વાતમાં ચિઢિયા કરે છે ! એવું બોલે એ. એ તો બાપ પ્રભાવશાળી હોવો જોઈએ ! બાપ છોકરા જોડે ગુસ્સો ના થાય ને તો છોકરો કહ્યા પ્રમાણે ચાલે જ ! આ તો ગુસ્સે થાય તે નબળાઈ દેખે છે ને એટલે ભડકે છે કે આ ક્યાં ફસાયો હું અહીં ! આવા માબાપ ક્યાં મળ્યા ! એવું બધું ઠસાય મનમાં ! મને છોકરા કહી દે છે, કે અમારા મા-બાપ તો સાવ કંડમ છે ! આપણે કંડમ નહીં રહેવું જોઈએ. આપણે બિલકુલ કરેક્ટ, એટલે નબળાઈ ના ઉત્પન્ન થાય. નબળાઈ ઊભી થતી હોય તો એના કરતાં નહીં કહેવું સારું, એક જગ્યાએ બેસી રહેવું. અને કહ્યાથી સુધરતો નથી. નબળાઈ હોય ત્યાં સુધી સુધરે જ નહીં. ત્યાં સુધી તો પેલો, તમારા દેખાવ ખાતર કરે, પાછળથી મનમાં ભાવ અવળો કરે..
પ્રશ્નકર્તા : સમાજની વ્યવસ્થા પણ જાળવી રાખવી પડે, નહીં તો એ અવ્યવસ્થિત.
દાદાશ્રી : ના, એ સમાજની વ્યવસ્થા જાળવી ન કહેવાય. ના સમજવાથી પોતે ગમે તેમ વર્તે, ગુસ્સો કરવાની જરૂર નથી. સમાજ એવું નથી કહેતો કે ગુસ્સો કરો.
પ્રશ્નકર્તા : પણ ધારો કે અહીંયા કોઈ ગુન્ડાઓ ચોરી કરતા હોય અને પોલીસવાળા એને દંડ ના કરે તો એ ચાલે નહીં. દંડ તો કરવો જ જોઈએને.
દાદાશ્રી : એ તો કરવું જ પડે. એમાં ચાલે જ નહીં. દંડ કરી તેનો વાંધો નહીં, પણ ગુસ્સો થવો એ વાંધો છે. નબળાઈ ના થવી જોઈએ. મારું કહેવાનું, નબળાઈ થાય તો સામા માણસ ઉપર પ્રભાવ ના પડે અને પ્રભાવ ના પડે એટલે કાર્ય થાય નહીં. કોઈ પણ કાર્ય, હંમેશા પ્રભાવથી જ થાય છે. માટે આપણે વિચારી અને નબળાઈ હોય તો બોલવાની નહીં. આવું નબળાઈથી માણસને છોકરાઓ બધા બગડી જાય છે બધા. એનો
આવતો ભવ બગાડે છે બિચારાં. અત્યારે તો આપણા કહ્યા પ્રમાણે દોડે, પણ મનમાં ભાવ કરે કે આવું મને ખોટું કહે છે ને ઊંધે રસ્તે દોરે છે. એટલે અવળું બગાડે એનો આવતો ભવ. એટલે આવતો ભવ ન બગડે એટલા માટે આપણે એને ધીમે રહીને કહેવું.
પ્રશ્નકર્તા તો પછી ઘરમાં અત્યારે બધા ભેગાં રહેતા હોય, તો કશું કહેવાનું નહીંને એમ.
દાદાશ્રી : ના કહેવાનું બધું ય, પણ રાગદ્વેષ વગરનું સવારે કહીએ કે તમે બધા વહેલા ઉઠો તો શું ખોટું ? ત્યારે કહે, ‘અમે વહેલા નથી ઊઠવાના, બહુ કચ કચ ના કરીશત્યારે કહેવું, ‘હવે કચ કચ નહીં કરું’ એમ કહેવાનું આપણે, લોકો તો કચ કચ કરેને !
પ્રશ્નકર્તા : અત્યારે બધા બહુ આ છોકરાઓ હોય, સ્કૂલે સાથે જવાનું હોય. હાવા-ધોવાનું હોય અને એ બધા આરામથી કરતા હોયને, તો આપણે કહેવું પડે. એટલે એ કહે, તારે કશું કોઈને કહેવાનું નહીં.
દાદાશ્રી : એ તો કહેવું પડે ખરું, કહેવું તો પડે, હલાવું તો પડે. ઘંટ વગાડવો.
પ્રશ્નકર્તા : અને એ તો સવારના નીકળી જાય ને રાત્રે આવે. એટલે ઘરમાં શું આવે જાય, ખાવા-પીવાનું પછી ખબર પડે નહીં. ત્રણ ગેલન તો દૂધ લાવવાનું રોજ. દૂધ આટલું ના હોય તો ‘દૂધ નથી' બૂમાબૂમ થઈ જાય. એટલે આપણે કહેવું તો પડેને, એટલે આ મને કહે, તારે કશું કોઈને કહેવાનું નહીં એમ.
દાદાશ્રી : નહીં, કહેવાનું. નહીં કહેવું એ ય ગુનો છે અને કહે કહે કરવું એ ય ગુનો છે. કહેવાનું અને રાગ-દ્વેષ નહીં રાખવાનો.
પ્રશ્નકર્તા : ના, રાગદ્વેષ તો જરા ય નહીં.
દાદાશ્રી : ‘ના કહેવું” એ એક જાતનો અહંકાર છે. જે નીકળી જાય, એ બોલી ગયા પછી પેલા કહેશે, આવું શું બોલો છો ? તો કહીએ, આ મારી ભૂલ થઈ ગઈ. હવે નહીં બોલું.
એક ભઈ કહે છે, અમારો ભત્રીજો રોજ નવ વાગે ઊઠે છે. ઘરમાં કશું કામ થતું નથી. પછી ઘરનાં બધાં માણસોને પૂછયું કે આ વહેલો નથી