________________
૧૬૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
એમને આ કમાવા માટે આ બધું જવું પડે છે. ફીટનેસ થતું નથી, કારણ કે ચારિત્ર નથી. ચારિત્રબળ જોઈએ !
પ્રશ્નકર્તા: જો શિક્ષકો જ સંપૂર્ણ હોય નહીં, તો એ લોકો ટુડન્ટ ને કઈ રીતના તૈયાર કરી શકે, પૂર્ણ થવા માટે ?
- દાદાશ્રી : ટુડન્ટ તો નિશાળમાં, ચારિત્રવાન પુરુષ ખોળી કાઢી અને એક-એક જણને હજાર-હજાર છોકરાં સોંપો તો તૈયાર થાય ! મારી પાસે એક લાખ માણસ લાવો, હું વિધીન વન યર તૈયાર કરી આપવા તૈયાર છું ! એક લાખ ટુડન્ટો લાવો !
(૯) મધર-ફાધરતી ફરિયાદો!
મોડો ઊઠે તો મા-બાપતી કચકચ; કહેવાતું બંધ કરો એ જ રસ્તો સચા
પ્રશ્નકર્તા ઃ હવે અમે તો છોકરાને કહીએ છીએ કે ભઈ, સવારે વહેલા ઊઠો, વહેલા ભણો. પણ આજના છોકરાઓ બધા જ મોડા ઊઠે, સૂર્યવંશી. હવે આ રોજની જ ટસલ ઘરમાં થયા કરે છે.
દાદાશ્રી : ને તમે કેટલા વાગે ઊઠો ? પ્રશ્નકર્તા : હું તો પાંચ વાગે ઊઠું છું. દાદાશ્રી : અને સાહેબ ? પ્રશ્નકર્તા : સાહેબ પણ પાંચ-સાડા પાંચે.
દાદાશ્રી : એમ કે ! તો પછી હવે એમને, છોકરાંઓને આ સમજાવી-પટાવીને કામ લેવું પડે.
પ્રશ્નકર્તા : છોકરો દસ વાગતા સુધી ઊંધી રહેતો હોય, તો મને ગુસ્સો આવે અને તેને હું વ્યાજબી ગણું છું !