________________
૧૬૪
મા બાપ-છોકરાંનો વ્યવહાર
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૬૫
છે આ યુવાવર્ગને ! આટલું જ સત્ય હશે તો યુવાવર્ગ એકદમ ઊંચા હાઈલેવલે પહોંચી જશે અને આ યુવાવર્ગ તો અમારાં નિમિત્તમાં આવશે. તે જેટલાં આવ્યાને એ સપાટાબંધ ચઢી જશે ! કારણ નિમિત્ત છે આ. અને યુવાવર્ગ બહુ જ સુંદર છે. તદ્દન સાચો. કંઈપણ સુખ પડતું નથી. છતાં ય સત્યતા છોડતો નથી.
ત્યારે મને એક જણે કહ્યું, કે તમે એને ખભો થાબડો છો, પણ તમારા જેવાં આ સાંભળનારા ય નહીં મળે. ગોળીબાર કરવાનું કહે છે, છતાં તમે એને થાબડો છો ? બીજો તો કાઢી મેલે કહે છે. ત્યારે મેં કહ્યું. ના, અમારે અહીં ના હોય. અક્રમવિજ્ઞાન છે આ તો. તમે ગમે એટલો વિરોધ બતાવો તો અમને વાંધો જ ના હોય. વિરોધ એ અમારામાં કંઈ પણ ભૂલ હોય તેનું કારણ છે. અમારી જ ભૂલ કંઈ થાય. વિરોધ કેમ ઉત્પન્ન થાય ? કોઈ પણ જાતનો વિરોધ થાય એ મારી જ ભૂલ છે ! એટલે યુવાવર્ગ તો બહુ સારાં રાહ પર જઈ રહ્યો છે. એમને નિમિત્ત મળી આવશે.
જોઈએ કે યુવાનોને એ સિવાય બીજું જોવાનું જ ના ગમે. જોતાંની સાથે દિલ ઠરે એવી યુવાની જોઈએ. હા, પછી એ ધર્મમાં વળી જાય. આ તો દિલ ઠરે એવાં માણસ જતાં નથી, એટલે બિચારા ભટકે છે. એટલે આ કબીર સાહેબ છેને, તે આખી દિલ્હીમાં, તે ઘડીએ કેટલાય માણસો રહેતા'તા. તો ય કબીર સાહેબ નીકળ્યા, કો’કે પૂછયું કે કેમ કંઈ આજ શું છે ? ત્યારે કહે, તપાસ કરવા નીકળ્યો છું. ત્યારે કહે, કોની તપાસ કરવા નીકળ્યો ? ‘માણસને ખોજું છું.’ કહે છે, શું કહે છે ? હા, આ દિલ્હીમાં આટલા બધા લોક આય-જાય કરે છે ત્યારે માણસ ખોજવો પડે ? કહે છે. એટલે પછી બોલ્યો, કે “માણસ ખોજત મેં ફીરા, માણસકા બેડા સુકાલ' કહે છે, સામાસામી અથડાતા'તા. કહે છે. પણ ‘જાકો દેખી દિલ ઠરે, તા કાં પડ્યા દુકાળ' કહે છે. આખી દિલ્હીમાં દિલ ઠરે એવો માણસ ના જોયો એટલે બીજે ગામ ભટકવા ગયો, કહે છે. એટલે દિલ ઠરે એવાં માણસો ભેગાં થઈ જાય તો આપણું કલ્યાણ થઈ જાય અને યુવાનો-બુવાનો બધા ફરી જાય. અહી મારી હાજરીમાં તો આ યુવાન ખસતાં જ નહીં. પૈણવું ય નથી, કશું ય કરવું નથી, કહે છે.
પ્રશ્નકર્તા: હવે આ જનરેશનમાં ફેરફાર કરવા, એ લોકોમાં વધારે શક્તિઓ પ્રગટ કરવા, કન્સ્ટ્રક્ટીવ (રચનાત્મક) કરવા માટે શું માર્ગદર્શન આપવું ? શું કરવું ?
દાદાશ્રી : ચારિત્રવાન જોઈએ. હા, સામો માણસ ચારિત્રવાન હોય તો બને. આ વેપારી લોકો શું કરે એમાં ? આ બધાં જ બીઝનેસવાળા વેપારી થઈ ગયેલાં છે. ચારિત્રવાન જોઈએ. એ જેના વાણીમાં વચનબળ હોય. જેના વાણી-વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરે એવું
જરૂર છે યુવાવર્ગને દોરનારતી; ‘દાદા' જેવા કલાકમાં ફેરવતારતી!
પ્રશ્નકર્તા : આ નવી પ્રજામાંથી ધર્મનો લોપ શા માટે થતો જાય
હોય.
દાદાશ્રી : ધર્મનો લોપ તો થઈ જ ગયો છે, લોપ થવાનો બાકી જ રહ્યો નથી. હવે તો ધર્મનો ઉદય થાય છે. લોપ થઈ રહે ત્યારે ઉદયની શરૂઆત થાય. જેમ આ દરિયામાં ઓટ પૂરી થાય એટલે અડધા કલાકમાં ભરતીની શરૂઆત થાય. તેવું આ જગત ચાલ્યા કરે છે. ભરતી-ઓટના નિયમ પ્રમાણે, ધર્મ વગર તો માણસ જીવી જ શકે નહીં. ધર્મ સિવાય બીજો આધાર જ શો છે, માણસને ?
પ્રશ્નકર્તા : યુવાનોને વાળવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : યુવાનોને ધર્મ તરફ વાળવા માટે બહુ જ સુંદર યુવાની
પ્રશ્નકર્તા: આજના વિદ્યાર્થીઓ તો માસ્તર જો ફૂટપટી સહેજ મારે તો સામી ફરિયાદ કરે.
દાદાશ્રી : શું કરે છે ? માસ્તરો એવા જ મળ્યા છે કે વિદ્યાર્થીની પાસે કામ કેમ લેવું તે આવડતું નથી એટલે માસ્તરોને દોષ નથી. બીચારાં એ ય શું કરે ?! એમને જો કદી કમાય નહીં તો ઘેર વહુ વઢે ! એટલે