________________
૧૭૮
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૩૯
ઉપદેશ મળે નહીં. જગત તો જોયા કરવા જેવું છે !
પ્રશ્નકર્તા : જે વસ્તુ હાથમાં આવે છોકરાઓને, એ એકબીજાને પછી મારે, એને લઈને એ ઉપાધિ આપણે જ થાય.
દાદાશ્રી : ઉપાધિ આપણે કરીએ શું કામ ? આપણે શું લેવાદેવા? ઉપાધિ નહીં કરવાની, બધું ડ્રામેટિક કર્યા કરો કે ભઈ, કેમ મારે છે ? આમ તેમ, આમ તેમ !
પ્રશ્નકર્તા ઃ ક્યારેક હાથ ઉપડી જાય છે. દાદાશ્રી : હાથ ઉપડી જાય એ બધું ખોટું, આપણા હાથને વાગે.
આજના છોકરાંઓ તો વગર ફોડ્યું, ટેટા ફૂટી જાય એવાં છે. અહીં ટેટા મુક્યા હોય તો દેવતા-બેવતા નાખ્યા વગર એમ ને એમ ફૂટે તો આપણને ના સમજણ પડે, આ કઈ જાતનાં ટેટા ? દેવતા પડ્યા વગર ફૂટે. દુકાનમાં મૂક્યા હોય ને ત્યાં ફૂટે.
આપણે તો ઊહું એને કહીએ ખૂબ વઢો. આજે અમારે જોવું છે, ખૂબ લઢો આજ મારમાર કરો, કહીએ. આપણે કહીએ, તમે લઢો. ત્યારે ના લઢે મૂઆ ! આપણે કહીએ, ના લઢશો, ત્યારે લઢે. બધું વાંકું કરવું એનું નામ છોકરાં આજનાં. એમને કહેજો, ‘લઢજો, તમે બધા લઢો જોઈએ, કોણ જીતે છે ? એ મારે જોવું છે !” - કોઈના છોકરાં જ નથી હોતાં આ બધાં, આ તો માથે પડેલી જંજાળ છે, એટલે આપણે મદદ કરવી એમની. પણ મહીં ડ્રામેટિક રહેવું.
બાપા પાસે જાય ને કહે, ‘બાપા, આ બાબાએ મને આમ, આમ કહ્યું” તે પછી બાપા તરત જ બેબીના પક્ષમાં બેસી જાયને, બાબાને કહે કે “એ ય અહીં આવ ! આમ કેમ કર્યું ?” અલ્યા, બાબાને ભાંડતા પહેલાં બાબાને પૂછ, બેબીની વાતનો પડઘો શો હતો ? અને કેમ બેબીએ ફરિયાદ કરી ? બાબાએ કેમ ફરિયાદ ના કરી ? બાબાએ શું કર્યું હતું ? આ તો પોતે સેન્સિટિવ તે બેબીની વાત સાચી માની લે. પાછો કહે કે હું જરા કાનનો કાચો, તે ભૂલ થઈ ગઈ ! આ તો પોતે ડફોળ ને કાનની ભૂલ કહે છે ! પોતે તારણ ના કાઢે કે બેબી ગુનેગાર તે પહેલી ફરિયાદ કરવા આવી ! ઘરમાં બધી વાતો થાય, અમારી પાસે બધાની ફરિયાદ થાય તો અમે શું કરતા કે બધાંની વાતો સાંભળીએ ને પછી ન્યાય કરીએ. સાચો ન્યાય કરવાથી ગુનેગાર પછી વધે નહીં. ગુનેગાર સમજે કે આ તો ન્યાય કરે છે, માટે આપણી ભૂલ પકડાઈ જશે !
ઘરમાં ચાર છોકરાં હોય. તેમાં બેની કંઈ ભૂલ ના હોય તો ય બાપ એમને ટૈડકાય ટેડકાયા કરે અને બીજા બે ભૂલો કર્યા જ કરે, તો પણ એને કંઈ ના કરે. આ બધું એની પાછળના “રૂટકોઝ'ને લઈને છે. પોતાને ઘેર બે છોકરાં હોય, પણ બેઉ સરખાં લાગવાં જોઈએ. આપણે કોઈના પક્ષમાં હોઈશું કે “આ મોટો જરા દયાળુ છે ને આ નાનો કાચો પડી જાય છે.' તો એ બધું બગડી ગયું. બેઉ સરખાં લાગવાં જોઈએ. તમને હજુ પેલો પક્ષ રહ્યો છે ને ?
એટલે આ ત્રાજવું નમે ને પેલું ત્રાજવું ઊંચું જાય તો પેલાં ત્રાજવામાં વેઈટ મૂકીને સરખું કરો. હવે એ વેઈટ આપણે બીજામાંથી કાપીને આમાં ના મૂકાય. એટલે આપણે બહારનું વેઈટ મૂકીને પણ સરખું કરવું પડે. એટલે જ્યારે જુઓ ત્યારે આપણે બેલેન્સ જોવું, નહીં તો પક્ષાપક્ષી થઈ જાય.
જે પહેલી કરે ફરિયાદ; તે જ ગુનેગાર રાખ યાદ!
પહેલું ફરિયાદ કરવા કોણ આવે ? કળિયુગમાં તો ગુનેગાર હોય, તે જ પહેલો ફરિયાદ કરવા આવે ! અને સત્યુગમાં જે સાચો હોય તે પહેલા ફરિયાદ કરવા આવે. આ કળિયુગમાં ન્યાય કરનારા પણ એવા કે જેનું પહેલું સાંભળ્યું એના પક્ષમાં બેસી જાય !
આ નાની બેબી હોય તે સાંજે બાપા ઘેર આવે કે તરત જ બેબી
રીસાય છોરું તો બાપ મુંઝાય; બોલવાનું બંધ એ જ ઉપાય!
પ્રશ્નકર્તા : બાબો જલ્દી થોડી થોડી વારે રીસાઈ જાય છે.