________________
મા બાપ-છોકરાંનો વ્યવહાર
ત્રણ વર્ષનું છોકરું એ ના જાણતું હોય કે મારાં મા-બાપને આવો કંઈ સંબંધ છે. એટલી બધી સુંદર સિક્રસી હોય ! અને એવું હોય તે દહાડે છોકરાં બીજા રૂમમાં સૂતાં હોય. એ મા-બાપનાં સંસ્કાર. અત્યારે તો પેણે બેડરૂમ ને પેણે બેડરૂમ. માને એક બાજુ છોકરો થાય અને વહુને ય છોકરો થાય. જમાનો બદલાયો ને ?! બેડરૂમ, ડબલબેડ હોય છે ને ?
૧૫૮
અને કોઈ પુરુષ તે દહાડે એક પથારીમાં સૂવે નહિ. કોઈ ના સૂવે. તે દહાડે તો કહેવત હતી કે સ્ત્રી સાથે આખી રાત સૂઈ જાય તો તે સ્ત્રી થઈ જાય, એના પર્યાય અડે. તે કોઈ આવું ના કરે. આ તો કો'ક અક્કલવાળાએ શોધખોળ કરી. ડબલબેડ વેચાયા જ કરે ! એટલે પ્રજા થઈ ગઈ ડાઉન. ડાઉન થવામાં ફાયદો શો થયો ? પેલા તિરસ્કાર બધા
જતા રહ્યા. એટલે હું તો ખુશી થયો કે સારું થયું આ ડાઉન થઈ ગયા.’ હવે ડાઉન થયેલાંને ચઢાવતાં વાર નહિ લાગે. પણ તિરસ્કારને એ બધું ગાંડપણ જતું રહ્યું હડહડાટ! નોબલ થયા, નોબિલિટી આવી. બહુ લાભ થયો છે. અંગ્રેજો ને આ બધા ભેગા થયા તે બહુ સારું થયું, તિરસ્કાર
જતા રહ્યા.
ડબલબેડ ન દીઠાં. બાપ-દાદાએ; કોણ જાણે ભારતમાં પેઠા કયા કાયદાએ!
અલ્યા, આ ડબલબેડ તે હિંદુસ્તાનમાં હોતાં હશે ? કઈ જાતના જાનવરો છે ? હિન્દુસ્તાનના સ્ત્રી-પુરુષો કોઈ દહાડો ભેગા એક રૂમમાં હોતા જ નથી ! હંમેશા જુદી જ રૂમમાં રહેતા હતા ! તેને બદલે આ જો તો ખરાં !! અત્યારે આ બાપ જ બેડરૂમ કરી આપે, ડબલબેડ ! તે પેલાં સમજી ગયાં કે આ દુનિયા આવી જ ચાલ્યા કરે છે. તમને ખબર છે કે પહેલાં સ્ત્રી-પુરુષોની જુદી રૂમોમાં પથારીઓ રહેતી હતી. તમને ખબર નથી. એ બધું મેં જોયેલું આ. તમે એ ડબલ બેડ જોયેલા ? હૈં ? શું કહે છે ?
પ્રશ્નકર્તા : ડબલ બેડ ગોઠવાય એવા ઓરડા જ કેવી રીતે હતા ?
મા બાપ-છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : એકંદર સારું છે, આ છોકરા બધા યુઝલેસ નીકળ્યાં છે ને ! સાવ જૂઠો માલ, તદ્દન જૂઠો માલ. પણ એમને કહ્યું હોય કે આ હોલમાં પચ્ચીસ જણ સૂઈ જાવ, તો તરત બધા સૂઈ જવાના. અને એને બાપ શીખવાડે કે જાવ ડબલબેડ લઈ આવ. એટલે પાછું એવું ય શીખી જાય બિચારા. એમને એવું કંઈ નથી. આજ ડબલબેડ હોય તે અહીં આગળ બીજે દહાડે આમે ય હોય. એવું કશું નથી. આ તો બાપ વાંકા છે. બરકત નથી એવો ઊંધે રસ્તે ચઢાવે છે.
૧૫૯
મારી ટચમાં આવેલો એકે ય છોકરો જૂઠું બોલતો જ નથી. ભય લાગે છે છતાં ય જૂઠું બોલતો નથી. હવે એ છોકરોને જોઈને મને એવું થઈ જાય છે કે મારા વખતમાં કોઈ છોકરો સાચું બોલતો નહોતો. વઢવાની જગ્યા હોય ત્યાં સાચું બોલતો નહોતો; સહેજ જ અપમાન થઈ જાય એવી જગ્યા હોય તો ય સાચું બોલ્યા નથી અને આ તો ગમે તે થાય મારી નાખવાનો હોય તો ય જૂઠું બોલ્યો નથી. ત્યારે જુઓને આ પ્રજા કેવી સરસ છે ! હિન્દુસ્તાનનું ભાવિ કેવું ઉજ્જવળ છે !!
તે આ કુદરતનો ઉપકાર છે કે આ જનરેશન બિલકુલ હેલ્થી માઈન્ડની પાકી છે, હેલ્થી માઈન્ડની જનરેશન કોઈ વખત પાકે નહીં અને પાકે ત્યારે વર્લ્ડનું કલ્યાણ કરે. આને માર્ગદર્શન આપનાર જોઈએ. પ્રશ્નકર્તા : એટલે કઈ રીતનું માર્ગદર્શન ?
દાદાશ્રી : હું આપું છું અત્યારે મારી પાસે બધાં તૈયાર કરું છું. અમે જન્મ્યા ત્યારે હેલ્થી માઈન્ડ નહોતું. હું જન્મ્યો ત્યારે તો ચોર માઈન્ડની જનરેશન હતી, ૭૮ વર્ષ પહેલાં તો.
પ્રશ્નકર્તા : દાદા, એ ત્રેવીસ વર્ષનાં છે. આ હેલ્થી માઈન્ડમાં આવી
ગયા ?
દાદાશ્રી : હા, તમે હેલ્થી માઈન્ડમાં આવી ગયા. પ્રશ્નકર્તા : એમને ફીઝીકલ ફીટનેસનું સર્ટિફિકેટ આપવું હોય તો કઈ રીતે આપવું ?
દાદાશ્રી : હેલ્થી માઈન્ડના માણસો અને અનહેલ્થી લોકોની ભેગા