________________
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૬૧
ને તેમાં મોહ, જેમાં ને તેમાં મોહ ! આજના છોકરામાં કશી બરકત નથી. રસ્તે જતાં સુલેમાન એની બેનને પકડેને તો, ‘એય સુલેમાન, મારી બેન છે, બેન છે” કરશે. પહેલાંના છોકરા હોય તો શું કરે, કે સુલેમાનને ગળે બચકું ભરે એવા. ને અત્યારે આ લોક તો બિચારાં ‘મારી બેન થાય, મારી બેન થાય’ છોડી દે. એવું બધું મોળું ખાતું ! પણ એ મોળું છે તો ફાયદાકારક થશે કે આ જ્ઞાન બધે પહોંચશે. આપણું જ્ઞાન બધું પહોંચશે, મોળું ના હોત તો પેસત જ નહીં ને !
તથી મમતા કે બસ્કત યુવાનોમાં; સરળતા ને ચોખ્ખાઈ જીવતોમાં!
૧૬૦
મા બાપ-છોકરાંનો વ્યવહાર રહેવું. એટલે ફીઝીકલ ફીટનેશ હોય જ નહીં બિચારાને !
એટલે આ માઈન્ડ હેલ્થી છે એમનું, એ મારી શોધખોળ છે. હેલ્દી માઈન્ડની કોઈ વખત જનરેશન પાકી હોય તો તે આ કાળમાં પાકી છે. હેલ્થી થતી થતી આવી. અમારા વખતથી હેલ્દી થતી થતી આવી લાગે છે, મમતા જ નહીં.
પ્રશ્નકર્તા : આજકાલનાં છોકરાંઓને મારું-તારું નથી પણ મારુંમારું છે એમ.
દાદાશ્રી : ભલે એ લાગે એવું, પણ ખરી રીતે આમ નથી બિચારાને. બહુ હેલ્દી માઈન્ડના છે. હું એમને ઓળખી શકું છું સારી રીતે.
આ મારું કેવું ખરાબ દેખાય એવું કશું નહીં. પાછું લુંગી પહેરીને ય ફર્યા કરે. એટલે છત નથી એટલું સારું છે. આ લોકોની મહીં છત આવતાં વાર નહીં લાગે. સંસ્કાર આવતાં વાર નહીં લાગે.
પ્રશ્નકર્તા : આ છોકરાઓ જ બહુ મોટી સમસ્યા છે.
દાદાશ્રી : સમસ્યા મોટી છે, જબરજસ્ત છે. પણ તે સમસ્યા સુધરે એવી છે. આ કાળમાં જ આવાં છોકરાં છે કે જેનામાં બિલકુલ બરકત જ નથી અને બરકત ના હોય તો જ સુધરે. પણ બરકતવાળા સુધરે નહીં. બરકતવાળા તો એમનામાં, પોતાના સ્વાર્થમાં એકઠાં હોય, જોડે તિરસ્કાર હોય, બીજું હોય, બધું સ્વાર્થમાં એક્કા હોય. તેથી આખું હિન્દુસ્તાન બગડી ગયું ને ? એનાં કરતાં બરકત વગરનો માલ સારો. માનની પડી નથી, કશી કોઈ જાતની પડેલી નથી.
અને માને માસી કહે એવાં આજનાં લોકો ! મા જતી હોય ને તો “માસી, માસી’ કહેશે !' અલ્યા, તારી બા છે આ તો ! અરે, કેટલા તો, વહુ જતી હોય ને, તો કહેશે, ‘બા ઉભા રહો, ઉભાં રહો.’ આ પાછળ સાડી એવી દેખાતી હોય ને તો વહુને બા કહે !
એટલે સાવ બરકત વગરનો ! મોહમાં પડેલો ! વધુ મોહી થઈ ગયા છે ને ! એટલે મોહમાં પડેલો માલ બરકત વગરનો હોય. જેમાં
બાપ થતાં નહીં આવડતું. ધણીને ધણી થતાં નહીં આવડતું અને વહુને વહુ એ થતાં નહીં આવડતું ને સાસુ એ સાસુ થતાં આવડતું નથી. છોકરાની વહુ આવે તો રહી શકે નહીં. આ સાસુ થઈને બેસે ત્યારે શું એ થાય ? આ તો હવે જ્ઞાન મળ્યા પછી, નહીં તો પેલીનું શું થાય ? આ જ્ઞાન મળ્યા પછી જેમ તેમ કરીને નિકાલ કરે, સમભાવે ફાઈલોનો. સાસુ થતાં આવડે નહીં ને. સારું થયું એટલે કંઈ જેવી તેવી વાત છે ?' ડીગ્રી કોર્સ પાસ થવો જોઈએ, એનો ડીપ્લોમાં થાય તો ય ચાલે.
પ્રશ્નકર્તા : નાનપણથી જો આ જ્ઞાન બધું મળ્યું હોય, તો ચોખ્ખું જ બધું, વ્યવહાર બધો ચોખ્ખો ચાલે.
દાદાશ્રી : હા, ઘણું કામ થઈ જાય.
પ્રશ્નકર્તા : અત્યારે તો બધા નફફટ જેવા અમે થઈ ગયા છીએ. અહીંથી બહાર જઈએ એટલે પાછું મશીન ચાલ્યા કરે.
દાદાશ્રી : હા, બરાબર છે. ખરું કહે છે. નાનપણમાં આવું મળ્યું હોય તો કામ થઈ જાય ને ! જુઓને, આ છોકરાઓને નાનપણમાં મળ્યું છે તે કેવા ડાહ્યા થઈ ગયા ! નહીં તો આ છોકરાને તો, આમાં બરકત જ નહીં ! એ સોળ વર્ષનો પેલો આવ્યો ને. તે મેં કહ્યું, આ બરકત વગરનો, તું શું કરવા અહીં પેસી ગયો છું ! આ જ છોકરો. ત્યારે કહે, જે કહો એ, માથે પડ્યો છું તમારે.