________________
૧૫૬
મા બાપ-છોકરાંનો વ્યવહાર
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૫૭
પણ તમે મારાથી આગળ વધજો.’ જ્યારે આપણા લોકો તો પાછું પાડવાનું ખોળ ખોળ કરે. મેં શું કહેલું કે આઈ વીલ હેલ્પ યુ. મેં આખી જીંદગી એવું જ રાખેલું.
આવી આ જનરેશત હેલ્થી માઈડવાળી; ત મારી-તારી તિરસ્કાર કે તરછોડવાળી!
પ્રશ્નકર્તા : મા-બાપનો છોકરાઓ તિરસ્કાર કરે, મા-બાપને ગાંઠે નહીં એવા બધા થયા છે ને !
દાદાશ્રી : એ તિરસ્કાર-બિરસ્કાર કરે છે તે બધું એને માર્ગ મળ્યો નથી એટલે. માર્ગ મળે ને તો આ તો બહુ સારાં છોકરાંઓ છે.
પ્રશ્નકર્તા: હેલ્દી માઈન્ડ એટલે શું ?
દાદાશ્રી : હેલ્દી માઈન્ડ એટલે મારા-તારાની બહુ ના પડેલી હોય અને અમે તો નાના હતા ને, ત્યાંથી બહાર કોઈકનું કશું પડેલું હોય, કંઈક આપો તે લઈ લેવાની ઇચ્છા. કોઈકને ત્યાં ગયા જમવા, તો થોડું વધારે ખઈએ, ઘેર ખાતાં હોય તેના કરતાં. નાના છોકરાથી માંડીને ઠેઠ સુધી મમતા.
પહેલાં વિષયોમાં હોય ચોખ્ખાં લોક; દસ વર્ષમાં ય દીગંબર, વિતા રોક!
આપણો દેશ યુઝલેસ થઈ ગયો, જે એટલો બધો તિરસ્કાર, હલકી નાતનો. પાટીદાર વાણિયાની જોડે બ્રાહ્મણો બેસે નહીં ને બ્રાહ્મણની જોડે વાણિયો બેસે નહીં. ઊંચા હાથે પ્રસાદ આપે. પણ અત્યારની આ પ્રજા હેલ્બી માઇન્ડવાળી છે, બહુ સરસ છે !
છોકરાઓ માટે સારી ભાવના જ કર્યા કરોને. એ બધા સંજોગો ભેગાં થઈ જશે. બાકી આ છોકરાંઓમાં કશું વળે એવું નથી. છોકરાં વળશે, પણ તે એની મેળે કુદરત વાળશે. છોકરાં સારામાં સારાં છે. કોઈ કાળે નહોતા એવા છોકરાં છે અત્યારે.
ગુણો હશે તે હું એવું કહું છું કે કોઈ કાળે નહોતાં એવાં ? કોઈ જાતનો બિચારાંને તિરસ્કાર નથી, કશું નથી. ખાલી મોહી, ભટકભટક કરે છે સીનેમામાં ને બધે. અને પહેલાના કાળમાં તે તિરસ્કાર એટલા બધા કે બ્રાહ્મણનું છોકરું પેલાને અડે નહીં. છે અત્યારે કશી ભાંજગડ ?
પ્રશ્નકર્તા : એવું કંઈ નથી. જરા ય નથી.
દાદાશ્રી : તે બધો ચોખ્ખો થઈ ગયો માલ અને લોભે ય નથી, માનની એ પડી નથી. અને પેલો અત્યાર સુધી તો બધો જૂઠ્ઠો માલ. માની-ક્રોધ-લોભી ! અને આ તો મોહી બિચારાં જીવડાં જેવા છે.
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો કે અત્યારની જનરેશન હેલ્થી માઈન્ડની છે અને બીજી બાજુ જુઓ તો બધા વ્યસની છે ને બધા કેટલું બધું છે.
દાદાશ્રી : ભલે એ વ્યસની દેખાય, પણ એમને બિચારાને રસ્તો ના મળે ને તો શું થાય માણસ ? એમનું માઈન્ડ હેલ્થી છે.
પણ અમારા વખતની એ પ્રજા એક બાબતમાં બહુ સારી હતી. વિષય વિચાર નહિ. કોઈ સ્ત્રી તરફ ખરાબ દ્રષ્ટિ નહિ. હોય, સેંકડે પાંચસાત ટકા માણસ એવા હોય ખરાં. તે ફક્ત રાંડેલીઓ જ ખોળી કાઢે. બીજું કશું નહિ. જે ઘરે કોઈ રહેતું ના હોય ત્યાં રાંડેલી એટલે ઘર વગરનું ઘર એમ કહેવાય. અમે ૧૪-૧૫ વર્ષનાં થયાં ત્યાં સુધી છોકરીઓ જુએ તો બેન કહીએ. બહુ છેટેની હોય તો ય. એ વાતાવરણ એવું હોય. કારણ કે ૧૦-૧૧ વર્ષનાં હોય ત્યાં સુધી તો દિગંબરી ફરતા ! ૧૦ વર્ષનાં હોય તો ય દિગંબર ફરતો હોય. દિગંબર એટલે સમજ્યા ?
પ્રશ્નકર્તા : હા, હા. ખ્યાલ આવી ગયો.
દાદાશ્રી : અને એ ઘડીએ મા કહે પણ ખરી, “રડ્યા, દિગંબર, લૂગડું પહેર, પયગંબર જેવો.” એટલે દિગંબર દિશાઓ રૂપી લુગડાં. એટલે વિષયનો વિચાર જ ના આવે. એટલે ભાંજગડ નહિ. તે વિષયની જાગૃતિ જ નહિ.
પ્રશ્નકર્તા : એટલે સમાજનું એક જાતનું પ્રેશર એટલે ? દાદાશ્રી : ના, સમાજનું પ્રેશર નહિ. મા-બાપનું વલણ, સંસ્કાર !