________________
૧૫૪
મા બાપ-છોકરાંનો વ્યવહાર
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૫૫
હતા કે વખાણવા જેવાં. આજે એવા માણસ ના મળે, ટેન પરસેન્ટ માણસો એવાં હતા.
વાણિયા-પાટીદાર બધાં ય છે તે શાક-બાકની ચોરી કરી લાવે. અમે હઉં કરી લાવેલાને ! પણ મને નાનપણમાંથી એક ટેવ બહુ સુંદર હતી, ગમે ત્યાં એ લઈ જાય એમના ખેતરમાં. બધા શાક બાંધી લાવે, પણ હું ઘરે બાંધી ના લઉં. કોઈ દા'ડો ઘેર કશું લાવ્યો નથી, કોઈ દા'ડો ય લાવ્યો નથી. અમુક અમુક ધ્યેય બહુ સુંદર હતાં. ત્યાં આગળ, ત્યાં મોગરો ખાધો એટલો ખરો, બાકી ઘેર નહીં લાવવાનો. પેલા બધાં તો બાંધી લાવે છે લોકો.
પણ બહુ સંસ્કાર ખરાબ અને જો તિરસ્કાર, તિરસ્કાર, હરિજન ઉપર, બધા તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર અને રાંડેલી બઈ ઉપર તમે જોયેલો તિરસ્કાર ? તમને અરેરાટી નહોતી થતી ? બહુ જ જબરજસ્ત તિરસ્કાર અને હું તો વિરોધી પાછો, કડક, કડક ને વિરોધી. મને તો પોષાય નહીં આ તિરસ્કાર, બહુ તિરસ્કાર. આ કૂતરું ઘરમાં પેસી જાય છે ને, તેનો વાંધો નથી. પણ આ હરિજન ગામમાં પેસે તે ય હરકત તને પડી. ત્યારે કહે, ના પાછળ ઝાડું બાંધો, એના પગલાં પડે છે ને ! તે એ ભાઈ ચાલે તેની પાછળ ઝાડુ ચાલે એટલે પેલા પગલાં ભૂંસાઈ જાય, અને આગળ કોડિયું બાંધો, કહે છે. તે અહી કોડિયું બાંધતા'તા, ઘૂંકવું હોય ને નીચે થુંકાય નહીં. ત્યારે મુઆ બિલાડીઓ તમારા ઘરમાં ફરે છે. મૂઆ, તમારા રસોડામાં ફરે તો ય ચલાવો છો ને આ નહીં ચલાવતા ? બિલાડીઓ દહીંમાં મોટું ઘાલ્યું હોયને, તો ય મૂઆ દહીં ખાય છે. જાણે છે કે આ બિલાડી એ ચાખ્યું. કઈ જાતના લોક છે તે બધા ! તમારો ન્યાય કઈ જાતનો ?
પ્રશ્નકર્તા : એ કુણી જ ચઢે ને ! દાદાશ્રી : અને પેલી પૈડી ? પ્રશ્નકર્તા : ચઢે જ નહીં.
દાદાશ્રી : એને ચઢતાં વાર લાગે. પેલી કુણી દૂધી તો સપાટાબંધ ચઢી જાય, આમ વરકો વળી જાય. એટલે આ જવાન માણસો તો જલદી વળી જાય.
પોતાનો છોકરો હોય, ભત્રીજો હોય કે ગમે તે હોય, એ વધારે પડતી બુદ્ધિ વધારે, અને એની આગળ જતો હોય તો આપણે એને હેલ્પ કરવી જોઈએ. અમે તો નાનપણમાંથી જ આવું નક્કી કરેલું પણ આ બધાં ઘેડિયાઓને મેં જોયેલા. સહેજ કોઈ આગળ વધ્યો કે મારી ઠોકીને, ધક્કો મારીને પાછળ પાડી દેશે. અને પાછળ રહી ગયો હોય તો એને આગળ લડી આવશે. પણે મારી પાછળ રહે. આ બધાં ખોટાં ખોટાં જ ને ! આ કેટલું બધું ડેવલપમેન્ટ કાચું છે. મને બહુ ચીઢ ચઢે કે આ કઈ જાતના લોકો છે ? છોકરો આગળ વધ્યો તો આપણે આનંદ પામવો જોઈએ ને ! પણ હવે આ જમાનામાં લોકોનાં મન સારાં છે એટલું મેં જોયું. છોકરો આગળ વધે એમને તે ગમે.
પ્રશ્નકર્તા : પણ એ તો પહેલાં ભણતર ઓછું હતું ને, એટલે એવું
હશે.
તેજો દ્વેષ વધારે પૈડીયામાં; યુવાનોને ન પડી કોઈની દુનિયામાં!
દાદાશ્રી : ના ના. અને એ લોકો શું કહે છે ? તમે ભણ્યાં છો પણ અમે ગણેલાં છીએ, પાછા અમારી સામે વાત મોટી કરે છે ? ગણતરી અમારું હતું. જો કે એ લોકો ગણતરમાં ખોટાં નહોતા, બરોબર હતું. આ બધું ડેવલપમેન્ટ કાચું. આ અંગ્રેજો આવ્યા પછી આપણાં લોકોની બુદ્ધિ ડેવલપ થઈ ગઈ છે. આ ભણતર વધ્યું એને લીધે ડેવલપ થયો. ખોટાં દુરાગ્રહ ને ખોટી ધમાલો બધી તુટી ગઈ. એટલે બહું સારું થઈ ગયું. પહેલાં તો કોઈ કોઈને આગળ જ વધવા ના દે. એટલે મેં તો મારાં ભત્રીજાઓને કહી દીધું કે, ‘તમે મારી હેલ્પથી આગળ આવો, તો મને વાંધો નથી. અને આગળ આવ્યા પછી તમારાં શીંગડાં લઈને મને સામાં આવીને મારજો ને મને મારશો ત્યારે મને એમ લાગશે કે આ ડાહ્યો છે.
માણસની નાની ઉંમર ને એક બાજુ કુણી દૂધી અને માણસની મોટી ઉંમર ને એક બાજુ પૈડી દૂધી, તે કયું શાક ચઢી જાય ?