________________
મા બાપ-છોકરાંનો વ્યવહાર
કાઢી નાખે. કારણ કે મા-બાપે જોયેલી જ નહીં. એ અમુક જમાનામાં ઊછર્યાં. એમનાં અમુક જાતનાં એ પર્યાય પડી ગયેલાં. આ એમને ગમે નહીં અને છોકરાઓને આ ગમે. તે મતભેદ, આ સાંધા જ બધા પડ્યા કરે છે. અનંત અવતારથી જ, આ અવતારમાં જ આવું થયું એવું નથી, પહેલેથી જ આનું આ જ ચાલ્યું આવ્યું. નવા-જૂનાનો સાંધો ચાલ્યા જ કરે, ઝઘડો થોડો વખત રહે, થોડો વખત સારું રહે. તે ઘરમાં વીસ માણસો હોય તે બધા ય દાદા કહે એ પ્રમાણે ચાલ્યા કરે. એવું થોડો વખત રહે. પછી તો બધાંનાં ધાણી-ચણા વેચી ખાય એવો જમાનો આવે.
૧૫૨
૧૯૨૧-૨૨તી સાલતો સાંધો; આચાર-વિચાર, પહેરવાં-ખાવામાં!
બધું વાતાવરણ આનંદમાં રાખો. ભૂલવાળાને ય આનંદમાં રાખીને પછી કામ લેવું ? અને મારી જોડે બેસો છો રોજ, કંઈ ને કંઈ શીખવાનું તો મળે જ ને ? પણ જ્યાં સુધી તમે પેલું જૂનું ખસેડો નહીં, ત્યાં સુધી પેલું નવું એડજસ્ટ ના થાય. કારણ કે આ તો આપણે વારસામાં આવેલું, એ શી રીતે આપી દેવાય (!)?
પ્રશ્નકર્તા : બાપ-દાદાનું પ્રેક્ટીકલ જોયેલું છે.
દાદાશ્રી : એ તો તે દા’ર્ડ કિંમતી હશે, આજે નથી કિંમતી. મારું શું કહેવાનું છે ? ૨૧ અને ૨૨ની સાલનો સાંધો, ૨૧ની સાલ પહેલાં જે જન્મેલાં હોય તેને તમારે જે કહેવું હોય તે કહેજો. પણ ૨૨ની સાલ પછી ના કહેશો.
પ્રશ્નકર્તા : એમાં ય જે વૉર ક્વોલિટીમાં જન્મેલા એને બીલકુલ ના કહેવાય.
દાદાશ્રી : કશું જ ના કહેવાય. આ વૉર ક્વોલિટીને કશું જ ના કહેવાય. પણ ૨૨ની સાલ પછી હું જોઈ લઉં, કે આ ૨૨ની સાલ. તે દાડે બે સાંધા પડ્યા, ૨૧ને ૨૨માં. ૨૧માં જન્મેલાનાં ધોતિયા, બધાંયના હંડ્રેડ પરસન્ટના અને ૨૨માં લેંઘા પેઠા. ત્યાંથી લેંઘા વધતા, વધતા, વધતા ૧૯૨૧ને ૨૨ની સાલનો સાંધો. કોઈને લેંઘાવાળો જાણું તો હું
મા બાપ-છોકરાનો વ્યવહાર
જાણું કે ૧૯૨૨ની સાલવાળો છે. બાકી વૉર ક્વોલિટી માલ તો વાત જ જુદી. ૧૯૨૧ ને ૧૯૨૨ની સાલ તે મેં હિસાબ ખોળી કાઢેલો. દિવસે દિવસે મનોબળ તૂટતાં ચાલ્યાં, અંતઃકરણમાં આખું બળ જ ! તે અમારા પહેલાં કંઈ ધૈડિયાઓ બળવાળા હતા એવું નહીં.
પ્રશ્નકર્તા : સરળ હશે.
૧૫૩
દાદાશ્રી : સ૨ળે ય અબુદ્ધિને લઈને બુદ્ધિ ઓછી તેને લઈને, જ્યાં સુધી બુદ્ધિ હોય તે મૂઓ સરળ રહે જ નહીં એવા હતા. આપણા લોકો ગમે એ કહે કે અમારા વૈડિયાઓ બહુ સારા હતા, પણ એ તો એમને જ્યાં જ્યાં સ્કોપ મળ્યો છે ને, ત્યાં સ્કોપ છોડ્યો નથી. એટલે આમને સ્કોપ વગર આ સીધા રહેલા છે. તમારા ભઈને અને તમારે બેને ઝઘડો ચાલતો હોય તો ય તમારા વાડ આગળ ગલકું લટકતું હોય, તો તોડી ને, એમ નહીં કે આ પારકાનું લઉં છું. એ તો ખોળતો જ હોય આવું. પછી વાણિયો, બ્રાહ્મણ બધાં ય, આવી દાનતો હતી. તો અત્યારે બહુ સારી. મેં તો બધા લૈડિયાઓ જોયા'તા ને. ભોળા શાથી કહેવાય ? જોયેલું જ નહીં. બીજું ગામ જ જોયેલું નહીં. પછી શું ? ડામરનો રસ્તો જોયો હોય તો ભાંજગડ થાય ને ? તે દાડે તો હું ૨૨-૨૩ વર્ષે મુંબઈ જઈ તે આવેલો ને ! તે પછી ભાદરણ જઉંને ત્યારે કો'ક આમ પચાસ-પોણસો માણસો ઉપર અમથો ટેં કરતો હોયને. ત્યારે હું કહું, કાકા, મુંબઈમાં સંડાસ જોઈ આવો. શેઠીયાઓના કેવાં છે ?' ત્યારે મેં કહ્યું, ‘આ તમારી બધી મિલકત એક સંડાસમાં ! હૈં ?” વગર કામનો મૂઓ ટેંટૅ કર્યા કરે!! બહુ રેચેડ, રેચેડ બધું. કશું ધર્મનો તો આંકડો ય નહોતાં જાણતા.
આમ મંદિરમાં જાય તો પરસાદમાં ચિત્ત. પરસાદ વહેંચાયોને, પરસાદ ? અરે, મૂઆ પરસાદમાં... તે હોય કેટલો શીરો, આટલો જ આમ લીસોટો મારે, તે ય આમ ચાટચાટ કરે. અરે મેલને, શું ચાટચાટ કરે છે આ ? અને આજના છોકરાં તો આપણે આપીએ છીએને પેંડો. તો ય નહીં લેતાં, તમે જોયેલું એવું બધું ? આપણાં પૈડીઆઓનું જોયેલું ? તમને લાગે છે એવું ? આપણાં પૈડીયાનું. ખોટું નહીં બોલતોને ? તેં બધું જોયેલું ? મેં બહુ જોયેલું.
તેમ છતાં એવું નથી, તદ્ન એવું નહીં. ટેન પરસેન્ટ એવા સરસ