________________
૧૫૦
મા બાપ-છોકરાંનો વ્યવહાર
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૫૧
કરવા માંડી, મેં કહ્યું, ના કરશો. એ છોકરાં એમને આ બુદ્ધિપૂર્વક નથી થતું આ. આ તો વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. પોતે જાતે જ કોયડો થઈ ગયો છે. આ અને ગુહ્ય છે કોયડો !!
આ વૈડિયાં ઘરમાં પેસે તો કહેશે, “આ લોખંડનું કબાટ ? આ રેડિયો ? આ આવું કેમ ? તેવું કેમ ?” એમ ડખો કરે. અલ્યા, કોઈ જુવાનની દોસ્તી કર. આ તો યુગ જ બદલાયા કરવાનો. તે વગર આ જીવે શી રીતે ? કંઈક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે ? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ એમ નથી કહેતો તમને કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો ઘેડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયાનાં છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ જ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે, અને એ પણ સમજાયેલું કે કોઈને સત્તા જ નથી આ જગતને ફેરવવાની. છતાં અમે શું કહીએ છીએ કે, ‘જમાના પ્રમાણે એડજસ્ટ થાવ !છોકરો નવી જ ટોપી પહેરી આવે તો એવું ના કહીએ કે, ‘આવું કંઈથી લઈ આવ્યો ?” એના કરતાં ‘એડજસ્ટ’ થઈએ કે, ‘આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાની આવી ? બહુ સસ્તી મળી ?’ આમ એડજસ્ટ’ થઈ જઈએ.
પ્રશ્નકર્તા : રેડિયો, ઘડિયાળ બધું હોય, તો એડજસ્ટ તો થવું પડે
હે બુઝર્ગો, તમે કરો!
ભૂલકાં વચ્ચેનું અંતર હો! પ્રશ્નકર્તા : છોકરાંને મહેમાન ગણવાં ?
દાદાશ્રી : મહેમાન ગણવાની જરૂર નથી. આ છોકરાંને સુધારવા માટે એક રસ્તો છે, એમની જોડે મિત્રચાર કરો, અમે તો નાનપણથી જ આ રસ્તો લીધેલો. તે આવડા નાના છોકરા જોડે પણ મિત્રાચારી ને પંચ્યાશી વર્ષના દૈડિયા જોડે પણ મિત્રાચારી ! છોકરા જોડે મિત્રાચારીનું સેવન કરવું જોઈએ.
સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તનપણાને પામ્યા કરે. ત્યારે આ વૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખાઈને મરી જઈશ ! જમાના પ્રમાણે “એડજસ્ટમેન્ટ’ લેવું જોઈએ.
જગત ફર્યા જ કરે છે. નિરંતર ફર્યા જ કરે છે. એકને એક જાતનું રહેને, તો માણસને ગમે જ નહીં અને મનુષ્યનો સ્વભાવ કેવો છે, કે નાનપણમાં જોયું હોય એવું ને એવું જ આ છોકરાને કહેશે, તારે આવું કરવાનું. અલ્યા, રહેવા દે. વખત બદલાઈ ગયો, વાત બદલાઈ ગઈ. તે દહાડે હોટલો ય હોતી ને કશું નહોતું. અત્યારે હોટલો છે, અત્યારે ના ચાલીએ તો ક્યારે ચાલીએ ? સમય પ્રમાણે ફરવું જોઈએ બધું. સમય પ્રમાણે આ જગત ફર્યા જ કરવાનું અને પછી ફરી ફરી પાછું એની એ જ જગ્યાએ આવે અને હવે એવા જ ચણીયા ને બધું પાછું એવું જ પહેરશે.
પ્રશ્નકર્તા : આ શરૂઆત થઈ ગઈ.
દાદાશ્રી : હા થઈ જાય. તે ચૂડીઓ-બૂડીઓ પાછું ફરી એવું ને એવું જ પહેરશે. એટલે સમય પ્રમાણે બધું ફર્યા જ કરે અને તેથી જ નવું નવું લાગે છે, તેથી જ જીવાય છે. નહીં તો જીવાય નહીં. જૂનું થઈ જાય તો ગમે ? એની એ જ દશા હોય તો ગમે નહીં માણસને.
અમારા વખતમાં સહેજ હોટેલમાં ગયો હોય તો ઘરે મા-બાપ દમ
દાદાશ્રી : એડજસ્ટ તો થઈએ, પણ આપણને એ અનુકુળ ના આવેને. એડજસ્ટ થઈએ, એમાં આપણે વિરોધી નહીં. એ કહે, વેચાતો લાવવો છે. તો કહીએ ‘લાવો ભાઈ, એમાં વિરોધ ના કરીએ આપણે. લાવો મૂકો. જુઓ, એ પૂછે કે આમાં નુકશાન શું? તો અમે કહીએ. નહીં તો વારે ઘડીએ આપણે શું કામ કચ કચ કરીએ. આ તો સહુ સહુનું બગાડે છે !