________________
૧૪૮
મા બાપ-છોકરાંનો વ્યવહાર
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૪૯
જ કરતી હોય બળી ! ત્યાં તો ભૂલેચૂકે ના જવાય. એનાં કરતાં આ મચ્છરો સારાં. બહુ ત્યારે રાતે મોઢાંમાં પેસી જશે ! પણ અત્યારે આ વાળછાવાળા છોકરાંઓ તો એમણે આવું કશું જોયું જ નથી ! એ જાણતા જ નથી કે અહીં મચ્છરાં હતાં. એ લોકોએ ભીડ જ બધે જોઈ છે.
ભીડ જ ભાળી જન્મથી જ જવાનોએ તથી જોઈ છૂટ કદિ સંતાનોએ!
જ નથી. અમે તો આવું જાણીએ કે આવું જ હોય, ભીડ હોય. મેં કહ્યું કે અમારા વખતમાં અમે મુંબઈ આવતા તે એક ડબ્બામાં બેઠા હોય તો જોડે કોઈ માણસ ના મળે તે બીજા ડબ્બામાંથી કો'કને ખોળવો પડે, ત્યારે એવી છૂટ હતી. ત્યારે છોકરાંઓ હસવા લાગ્યા કે એવું તો હોતું હશે! મેં કહ્યું, એવું જ હતું બધું. એમણે તો જોયેલું જ નહીં ને એવું બધું. એમણે તો જન્મ્યા ત્યારનું આનું આ જ જોયેલું. લટકીને આવવાનું ને લટકીને જવાનું અને ક્યુ, ક્યુ ને ક્યુ વગર તો જોયું જ નથીને ! બધામાં ક્યુ, ખાંડમાં, તેલમાં, ટીકીટ લેવા માટે બધે ક્યુ ને ક્યું જ. એટલે આ બધું જૂનું ફર્યા કરે, પાછલું બધું બદલાયા કરે ને નવું આવે. આ રાઉન્ડમાં છે બધું. આ યુગો એ ય રાઉન્ડ છે. પાછલું બધું ભૂલાડી દે અને પાછું આ નવું નવું ઉત્પન્ન થાય. નવી નવી અવસ્થાઓ ઉત્પન્ન થયા જ કરે જગતમાં. અને નવી પેઢી અને જૂની પેઢીને ઝઘડા ચાલ્યા જ કરે.
વડીલોતી કચકચ, ત્રણેય કાળમાં; ઊંધી ટોપી, તો ય કહો, શોભે તારા વાળમાં!
એક ફેરો હું ગાડીમાં બેઠો હતો. તે જ પચ્ચીસેક વર્ષ પહેલાંની વાત છે. હું તો ગાડીમાં પેસવા ગયો, ત્યારે બધા છોકરાઓ આમ સામસામી પગ પર પગ નાખીને બેઠાં હતાં ને ઊભા રહેવાની જગ્યા નહીં. મેં એક નાની બેગ હાથમાં રાખેલી. આ જ્ઞાન થતાં પહેલાંની વાત કરું છું. બેગ એવી વાપરું કે ભલે બે મહિના, ચાર મહિના ચાલે તો વાંધો નહીં, પણ એક બેગ ઉપર આપણે બેસવું. એ ચામડાની બેગ તૂટી જાય તો વાંધો નહીં. પણ એની ઉપર બેસવા જોઈએ. આમ ખુરશી જેવું. એટલે ટ્રેનમાં પેઠાને પછી બેગ મૂકવા ગયો. ત્યારે પેલાં છોકરાં કહે, ‘કાકા, શું કરવા બેગ ઉપર બેસવા જાવ છો, બેગ ઉપર બેસતાં નહીં ફાવે. તમે અહીં ઊપર બેઠક ઉપર બેસો.” એમાં એક છોકરો ઉઠીને નીચે બેસી ગયો અને મને આટલી જગ્યા કરી આપી. મારે તો બેસવા માટે બહુ થઈ ગઈ. પછી બેઠો. ત્યાર પછી મેં છોકરાંઓને કહ્યું, “અલ્યા, તમને આ ભીડ નથી લાગતી ! તમને કેમ કરીને આ ભીડ ગમે છે ? તમે આ પગ ઉપર પગ નાખ્યાં છે, ખભેખભા આમ અડાડીને બધા બેઠેલા છો, આ પાર વગરની ભીડમાં !' ત્યારે પેલા છોકરાઓએ જવાબ આપ્યો, મને એ નોંધ કરવા જેવો જવાબ લાગ્યો. મને કહે કે “કાકા, તમે ભીડ શેને કહો છો?” આ છોકરો ઉલટો મને પૂછે કે ભીડ તમે શેને કહો છો ? ત્યારે મેં કહ્યું કે “અલ્યા, આ ભીડ ન હોય ?” ત્યારે કહે છે કે, “ના, આ ભીડ ના કહેવાય. તમે આને ભીડ કહો છો ?” મેં કહ્યું કે ભઈ, મેં તો છૂટ જોયેલી એટલે મને આ ભીડ લાગે, તમે તો છૂટ જોયેલી નથી લાગતી. તો કહે, ના, અમે જન્મ્યા ત્યારથી જ આવું જોયેલું ને એટલે અમે છૂટ જાણતા
જૂની પેઢીવાળાં છોકરાંઓ જો કે કચકચ કરતાં હોય તો હું એને પૂછું કે તમે નાના હતા ત્યારે તમારા બાપ કશું તમને કહેતા હતા કે ? ત્યારે કહેશે, બાપા ય કચકચ કરતા હતા. એ બાપાને પૂછીએ તમે નાના હતા ત્યારે ? તો કહેશે, અમારા બાપા ય કચકચ કરતા હતા. એ આ ‘આગે સે ચલી આવી છે. અલ્લાની કૂણી જેવું, આગે સે ચલી આપી!
છોકરો જૂની વાત સ્વીકારવા તૈયાર નથી. એટલે આપણે બધા, વાંધા પડી ગયા છે. બાપને હું મોર્ડન થવાનું કહું છું, તો થતા નથી. એ શી રીતે થાય ? મોર્ડન થવું એ કંઈ સહેલી વાત નથી.
કારણ કે દરેક યુગમાં હંમેશા આવો ભેદ પડી જાય છે. કળિયુગ જ્યારે પલટો મારે ત્યાં એ વખતે જો મૂર્ખ હોય તો પકડ રાખે. હું તો પહેલેથી જ મોર્ડન થઈ ગયેલો. કારણ કે એ યુગ ફરે છે. આ વચ્ચે છોકરાં છે તે આવડાં આવડાં વાળને આમ થોભીયા-બોભીયા એમાં લોકોએ ટીકા