________________
૧૪૬
મા બાપ-છોકરાંનો વ્યવહાર
મા બાપ-છોકરાંનો વ્યવહાર
૧૪૩ આવશે. દાદા પધાર્યા પછી જ આવશે. આ બધાનું કામ થઈ જશે. આ તો હજુ આપણું પ્રકાશમાં આવશે ને ત્યારે આ બધા છોકરાઓ કામ કાઢી
લેશે.
દાદાશ્રી : ફેશનની ય નથી પડેલી, મોહી છે આ તો ! એ તો દરજી આમ વાંકું સીવી આપે ને તો એવું પહેરીને ફરે. પણ મોહ, ફેશન નહીં. આ મોહી પ્રજા કહેવાય. આ કાળમાં દરજીએ લોકોને નચાવ્યા છે ! એક ફેરો ટાઈટ કપડાં કરી આપે છે, તો એવાં ય પહેરીને ફરે છે. એક ફેરો આવડું પહોળું કરી આપે છે તે ય પહેરીને ફરે છે. આ તો નોનસેન્સ કહેવાય, પણ આવા છે માટે હિન્દુસ્તાનનું ભલું થવાનું છે. આવાની જરૂરિયાત હતી. પબ્લિક આવી થઈ જવાની જરૂર હતી.
દેવલોકથી ઉતર્યા વાળછાવાળાઓ! પુર્થ્યથી બધું પોશ પામ્યા, ન દીઠાં ખાડાઓ!
જુઓને, આજનાં છોકરાં આટલા લાંબા વાળ રાખે છે, તે શાથી? એમના અભિપ્રાયમાં છે કે આ સારું દેખાય છે. અને આ ભાઈને લાંબા વાળ રાખવાનું કહીએ તો ?! એમને એ ખરાબ દેખાય. આ અભિપ્રાયોનું જ સામ્રાજ્ય છે. બુદ્ધિએ જેમાં સુખ માન્યું તેના અભિપ્રાય છે.
પ્રશ્નકર્તા : આ તો દરરોજ મૂછ કાપવી ના પડેને, એટલે રહેવા દેવાની.
દાદાશ્રી : એનો વાંધો નહીં. મૂછો ના રાખવી હોય તેનો ય વાંધો નથી. એ તો સ્વતંત્ર શોખની વાત છે ને ! મૂંડવી કે ના મૂંડાવવી એના શોખની વાત છે ને ?! પેલા બાવાઓ તો આવડી આવી મોટી કરીને રાખે છે ને ! એમને ક્યાં પાણી છાંટવું પડે છે !!
- સત્યુગમાં જે દેવગતિમાં ગયા હતા, તે અત્યાર સુધીમાં દેવલોક ભોગવ્યું, એમનું બેલેન્સ ત્યાં પુરું થયું એટલે અહીં પધાર્યા પાછાં. ખરે ટાઈમે, આપણે નાદારીનો વખત આવ્યો ત્યારે એ પધાર્યા. થઈ ગયા સાદારને ! એ પધાર્યા એટલે અત્યારે કામ તો ચાલુ થઈ ગયું ને ?! હોય છે રૂપાળાં પાછાં, એવાં કદરૂપા નથી હોતાં. આટલા વાળ-બાળ રાખીને
આ હવે કશું ય નથી રહ્યું, પણ આ દેવલોકો આવ્યાં ખરાં, નહીં ? ત્યાંથી છોડ્યા ખરાં. પેલા ગાનતાનમાંથી આવેલાને એટલે અહીં કે ગાનતાન જોઈએ જ.
પ્રશ્નકર્તા : એ જીવો આવે તો જ બધું પ્રકાશમાં આવે ને ? દાદાશ્રી : પ્રકાશમાં આવવા માટે જ આ બધું થયું છે.
વચ્ચે ત્રણ-ચાર પેઢી એવી આવી ગઈ, આ પાછલાં એંસીએક વર્ષમાં તે મૂછો કાઢવાની ચાલુ થઈ ગઈ. એ ચારેક પેઢી સુધી ટકી, પછી હવે એ ખલાસ થઈ ગઈ. પાછું નવી જાતનું આવશે. પાછા થોભીઆ રાખશે, દાઢી રાખશે ને બધા કંઈ જાતજાતનું તોફાન ચાલશે. આમ આ ચક્કર ફર્યા કરે, કાળ પ્રમાણે બધું થયા કરે, એમાં કોઈનો ય દોષ નથી. એક દહાડો નર્યા ફ્રેંચ કટવાળા જ દેખાતા હતા. જ્યાં ગાડીમાં બધે જ ફ્રેંચકટવાળા. એટલે બધું ફર્યા કરવાનું. આ મૂછો કાઢવાનો નાદ તો આપણા દેશમાં હતો જ નહીં. એ તો ફોરેનનો બધો પેસી ગયો છે, આ યુરોપીયન આવ્યા ને એમનો નાદ આ લોકોને પેઠો છે. પણ આપણા લોકો સુધરી ગયા ને ! પહેલાં પારસીઓ સુધર્યા, પછી ધીમે ધીમે આપણા લોકો ય સુધરી ગયા. નહીં તો તો આપણે ત્યાં મુછો કાઢેને એટલે લોક પૂછે કે ભઈ કોણ મરી ગયું છે ? હું તો નથી જાણતો ? ઓત્તારીની ! આ અપશુકનની વાત થઈ ? હા, કોઈ મરી જાય ત્યારે જ મૂછો કાઢજો. એવું આપણા લોક કહેતા. પણ આ હવે એવું કશું ય રહ્યું નથી. અત્યારે આ વાળ વધારવાની ફેશન ચાલી છે.
પણ આ લોકો પુણ્યશાળી તો ખરાંને ! જુઓને એમનાં આવતાં પહેલાં મકાનો કેવા કેવાં બંધાયાં, ઈલેક્ટ્રિસિટી કેવી ઊભી થઈ, એ બધું કેવી કેવી તૈયારીઓ થઈ. નહીં તો આ દાદરમાં રહેતા હોય ને તો સાંજે તો કેટલાં ય મચ્છરાં કેડી ખાય. દાદરમાં તો પાર વગરનાં મચ્છરાં અને મુંબઈ શહેરમાં જો કદી ઓળખાણવાળાને ત્યાં ભૂલેશ્વરમાં મુકામ કર્યો હોય ને તો આખો દહાડો સંડાસ ગંધાયા કરતાં હોય, એ ચાલીઓ ગંધાયા
ફરે !
સીધા દેવલોકો આવ્યા છે ને અત્યારે એમનો કાળ નિર્માણ થયેલો હોય, તે દહાડેથી જ નિર્માણ થયેલો હોય કે અમુક કાળે જ આ લોકો