________________
પ્રશ્નકર્તા : ભઈ પૂછે છે કે પપ્પાનું શું માનવાનું ?
દાદાશ્રી : પપ્પાનું ? એ શેમાં રાજી રહે એવું રાખજેને એમને. રાજી રાખતાં ના આવડે ? એ રાજી રહે એવું કરજે.
પ૬૪) મા-બાપ એટલે મા-બાપ. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવું સાધન હોય તો મા-બાપ. સેવા કરીશ એમની ?
પ્રશ્નકર્તા : હા, ચાલુ જ છે સેવા. ઘરકામમાં મદદ કરું છું. (પ૬૫) દાદાશ્રી : શું કરશો શાંતિનું ? લાવવી છે કે નથી લાવવી ? પ્રશ્નકર્તા : લાવવી છે.
દાદાશ્રી : લાવી આપીએ પણ મા-બાપની સેવા કરી છે કોઈ દહાડો ? મા-બાપની સેવા કરે તો શાંતિ ના જતી રહે. પણ આજ સાચા દિલથી માબાપની સેવા નથી કરતા. ત્રીસ વર્ષનો થયો ને “ગુરુ”(પત્ની) આવ્યા. તો કહે છે, મને નવે ઘેર લઈ જાવ, ગુરુ જોયેલા તમે ? પચીસ-ત્રીસ વર્ષે ‘ગુરુ’ મળી આવે અને ‘ગુરુ” મળ્યા એટલે બદલાઈ જાય. ગુરુ કહે કે, બાને તમે ઓળખતા જ નથી. એ એક ફેરો ના ગાંઠે. પહેલી વખત તો ના ગાંઠે પણ બે-ત્રણ વખત કહે, તો પછી પાટો વાળી લે.
બાકી મા-બાપની શુદ્ધ સેવા કરે ને, એને અશાંતિ થાય નહીં એવું આ જગત છે. આ કંઈ જગત કાઢી નાખવા જેવું નથી. ત્યારે લોક પૂછે ને, છોકરાનો જ દોષ ને.... છોકરા સેવા નથી કરતા મા-બાપની, એમાં મા-બાપનો શો દોષ ? મેં કહ્યું કે એમણે મા-બાપની સેવા નહીં કરેલી, એટલે એમને પ્રાપ્ત થતી નથી. એટલે આ વારસો જ ખોટો છે. હવે નવેસરથી વારસાની જગ્યાએ ચાલે તો સરસ થાય.
(૫૬૬) વડીલોની સેવા કરવાથી આપણું વિજ્ઞાન ખીલે છે. કંઈ મૂર્તિઓની સેવા થાય છે ? મૂર્તિઓનાં કંઈ પગ દુ:ખે છે ? સેવા તો વાલી, વડીલો કે ગુરુ હોય તેમની કરવાની હોય..
(પ૬૭). મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે. અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું
સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય એ થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. માબાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુ:ખી હોતા જ નથી.
એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછ્યું કે, ‘અહીં ક્યાંથી તમે ?” ત્યારે તેમણે કહ્યું કે, ‘હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.’ ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારાં મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.” ત્યારે તેમણે કહ્યું કે, “એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.’ આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે. બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ? (પ૬૯)
મેં ય બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માજીની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડયો, મૂઆ આવા તો કેટલાય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે હું એમની સેવા કરી હોય તો, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા, એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતો નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે..
અત્યારે તો વધુમાં વધુ દુઃખી હોયને તો એક તો ૬૫ વર્ષની ઉમરના માણસો બહુ દુઃખી છે અત્યારે. પણ કોને કહે એ ? છોકરાંઓ ગાંઠતા નથી. વાંધા બહુ પડી ગયેલા, જૂનો જમાનો ને નવો જમાનો. ડોસો જૂનો જમાનો છોડતો નથી. માર ખાય તો ય ના છોડે.
પ્રશ્નકર્તા : દરેક પાંસઠે એની એ જ હાલત રહેને ?
દાદાશ્રી : હા. એવી ને એવી જ હાલત. આની આ જ હાલત. એટલે ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં ? કે કોઈ જગ્યાએ આવા વડીલ લોકોને માટે જ રહેવાનું સ્થાન રાખ્યું હોય ને તો બહુ સારું. એટલે અમે વિચાર કર્યો હતો. મેં કહ્યું, એવું કંઈક કર્યું હોય ને તો પહેલું આ જ્ઞાન આપી દેવું.