________________
તૂટી જાય. એટલે તૈયારી નહીં કરવાની. જેને જે કરવું હોય તે કરો. બધે હું જ છું, કહીએ.
(પ૪૨) પ્રપંચની સામું તૈયારી કરવા માટે આપણે નવા પ્રપંચ ઉભા કરવા પડે અને પછી આપણે સ્લિપ થઈ જઈએ ! આપણી પાસે એ હથિયાર જ નથી ને ! હવે એ હથિયાર આપણી પાસે નથી. એની પાસે તો એ હથિયાર છે તો એ ભલે કરે ને ! છતાં એ ‘વ્યવસ્થિત’ છે ને, પણ તો ય એનું હથિયાર એને વાગે, એવું ‘વ્યવસ્થિત છે !!
એને સમજણ બધી મહીં ફીટ થઈ ગઈ. દાદાજીએ ડ્રોઇંગ કરીને આપ્યું. મને કહે છે, “આવું ડ્રોઈગ કહેવા માંગો છો ?” મેં કહ્યું, હા. એવું કોઈગ.”
કહેવું પડે ! પછી છોડીએ એના બાપાને, માને વાત કરી. તે બાપા ડૉક્ટરને, તે દર્શન કરવા આવ્યા.
જો આમ તો દાદાજીને કંઈ વાર લાગે છે ? મશરૂર આવવી જોઈએ અહીં આગળ. આવી ગઈ તો ઓપરેશન થઈ ગયું હડહડાટ. જો કાયમ ત્યાં આગળ ‘દાદાજી, દાદાજી’ રોજ સંભારે છે ને !
(૫૪૯) બધા નિકાલ આવી જાય. અમારો એક એક શબ્દ છે તે બધા નિકાલ જલદી લાવનારા, એ મોક્ષે લઈ જાય ઠેઠ. ‘એડજસ્ટ એવરીવ્હેર !! (૫૫૦)
' (૧૯) સંસામાં સુખ સધાય સેવાથી !
જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ?
તું સમજી ગયો ? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું ? ઇગ્નોર કરવાનું એ અવળું બોલે તો, કારણ કે મોટા છે ને ? કે તારે અવળું બોલવું જોઈએ ?
પ્રશ્નકર્તા : ના બોલવું જોઈએ. પણ બોલી જવાય તેનું શું? મિસ્ટેક થઈ જાય તો શું?
દાદાશ્રી : હા, કેમ લપસી નહીં પડાતું ? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડયું તો તે ફાધરે ય સમજી જશે કે આ લપસી પડયો બિચારો. આ તો જાણી જોઈને તું એ કરવા જઉં, તો ‘તું અહીં કેમ લપસી પડ્યો ?” તે હું જવાબ માંગું. ખરું-ખોટું ? એટલે એઝ ફાર એઝ પોસીબલ આપણને હોવું ના ઘટે અને તેમ છતાં ય તારાથી, તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો તો એ બધાં સમજી જશે, કે આવું કરે નહીં આ.
એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં ? તને સુખી રાખવાની ઇચ્છા ખરી કે નહીં એમને ?
(૫૬૩) પ્રશ્નકર્તા : હા. એટલે દાદા એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.
દાદાશ્રી : હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ થવું તો ના જોઈએ, હવે ‘સુખ આપવા આવી છું” એવું મનમાં હોવું જોઈએ. ‘મારી એવી શી ભૂલ થઈ’ કે મા-બાપને દુ:ખ થયું.
(પ૬૪) બાપા ખરાબ લાગતા નથી ? એ લાગશે ત્યારે શું કરીશ ? એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી, આપણને ભેગું થયું એ બધું સારી ચીજ હોય છે. કારણ કે આપણા પ્રારબ્ધનું છે. મા મળી તે ય સારી. ગમે તેવી કાળી હોય, તો ય આપણી મા એ સારી. કારણ કે આપણને પ્રારબ્ધમાં મળી એ સારી. એવી બીજી બદલી લેવાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : બજારમાં મળે નહીં મા બીજી, નહીં ? અને મળે તો કામની ય નહીં. ગોરી ગમતી હોય તો ય આપણને શું કામની ? હમણાં છે એ સારી. બીજાની ગોરી જોઈને “આપણે ખરાબ છે” એવું ના બોલવું જોઈએ. ‘મારી મા. તો બહુ સરસ છે' એવું કહેવું જોઈએ.