________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જ જેમ છે તેમ ગોઠવી દઈએ, એ શું ખોટું ? એનું એને ઘેર, આપણું આપણે ઘેર ! આ પેટે અવતાર થયો માટે કંઈ એ બધાં આપણાં છે ? આપણાં હોય તો આપણી જોડે આવે. પણ કોઈ આવે આ દુનિયામાં ? (૨૩૫)
૪૧
ઘરમાં પચાસ માણસ હોય, પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં, એટલે ડખો થયાં કરે, એને ઓળખવા જોઈએ ને ? કે આ ગુલાબનો છોડ છે કે આ તો શેનો છોડ છે, એવી તપાસ ના કરવી જોઈએ ?
પહેલાં શું હતું ? સત્યુગમાં એક ઘેર બધાં ગુલાબ અને બીજાને ઘેર બધા મોગરા, ત્રીજાને ઘેર ચંપો ! અત્યારે શું થયું છે એક ઘરે મોગરો છે, ગુલાબ છે ! જો ગુલાબ હશે તો કાંટા હશે અને મોગરો હશે તો કાંટા નહીં હોય, મોગરાનું ફૂલ સફેદ હશે, પેલાનું ગુલાબી હશે, લાલ હશે. એમ દરેક જુદા જુદા છોડવા છે અત્યારે. આપને સમજમાં આવી એ વાત ?
સત્યુગમાં જે ખેતરાં હતા તે કળિયુગમાં બગીચારૂપે થયું છે ! પણ એને જોતાં નથી આવડતું, એનું શું થાય ? જેને જોતાં ના આવડે તેને દુઃખ જ પડે ને ? તે આ જગતની દ્રષ્ટિ નથી આ જોવાની. કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકાર છે. જોતા નથી આવડતું તેના અહંકાર છે. જોતાં આવડે તો દુ:ખ જ નથી. મને આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો. મને જોતાં આવડે છે કે ભઈ, આ ગુલાબ છે કે આ મોગરો છે. આ પેલો ધતૂરો છે કે કડવી ગીલોડીનાં ફૂલ છે, એવું બધું ઓળખું પાછો.
(૨૩૯)
આ પ્રકૃતિ ઓળખતા નથી. એટલે મેં પુસ્તક લખ્યું છે, ‘ઘર બગીચો થયો છે. માટે કામ કાઢી લો આ વખતમાં.’ આ પોતે જો નોબલ હોય અને છોકરો ચીકણો હોય તો કહેશે, ‘અલ્યા, સાવ ચીકણો છે, મારો એને.' એને એ મારી-ઠોકીને એની જેમ નોબલ કરવા માંગે, ના થાય. એ માલ જ જુદો છે. મા-બાપ પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે એ જોઈ લેવાનો. મૂઆ
લડો છો શેના માટે ?
એટલે આ બગીચો ઓળખવા જેવો છે. બગીચો કહું છું તે ત્યારે લોકો તપાસ કરે છેને, પછી છોકરાને ઓળખે છે. પ્રકૃતિને ઓળખને મૂઆ ! ઓળખી જાને એકવાર છોકરાને અને પછી એ પ્રમાણે વર્ત ને ? એની પ્રકૃતિ
મા-બાપ છોકરાંનો વ્યવહાર
જોઈને વર્તીએ તો શું થાય ? ભાઈબંધની પ્રકૃતિને એડજસ્ટ થાય છે કે નહીં થતા ? એવું પ્રકૃતિને જોવી પડે, પ્રકૃતિ ઓળખવી પડે. ઓળખીને પછી ચાલીએ. તો ઘરમાં ભાંજગડ ના થાય. નહીં તો બધાને, મારી-ઝુડીને મારા જેવા જ થાવ, કહે છે. શી રીતે થાય તે પેલાં ? (૨૪૩)
૪૨
આખું જગત આવું વ્યવહાર જ્ઞાન ખોળે છે અને આ ધર્મ નથી. આ સંસારમાં રહેવાનો ઉપાય છે. સંસારમાં રહેવાનો, એડજસ્ટ થવાનો ઉપાય છે. વાઈફ જોડેનાં એડજસ્ટમેન્ટ કેમ લેવાં ? છોકરા જોડે એડજસ્ટમેન્ટ કેમ લેવાં ?” તેના ઉપાય છે.
ઘરમાં ભાંજગડો થાય, તે આ વાણીના શબ્દો એવા છે કે બધાને ભાંજગડો મટી ગઈ. એટલે આ વાણીથી બધું રાગે પડે છે. જેનાથી દુઃખ જાય એ વાણી ખોળે છે લોકો. કારણ કે કોઈએ આવા ઉપાય જ નથી બતાવ્યા ને ! સીધા એપ્લાય થાય એવા ઉપાય જ નથીને !
(૨૪૭)
(૧૦) શંકાતાં શૂળ !
એક માણસ મારી પાસે આવતો. તે એને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે, એમાં કળિયુગની અસર છોડીને ય થાય. માટે ચેતતો રહેજે. તે એ માણસ સમજી ગયો અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ. ત્યારે એ માણસે મને યાદ કર્યો. ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો. ‘તમે કહી હતી તે વાત સાચી. જો તમે મને
આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર પીવું પડત.’ આવું છે આ જગત પોલંપોલ. જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે. એમાં તે કંઈ ઝેર પીવાય ? ના મૂઆ ! એ તો તું ગાંડો ગણાઈશ. આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન ! (૨૪૯)
એક અમારો ખાસ સગો હતો, તેને ચાર છોડીઓ હતી. તે જાગૃત બહુ. તે મને કહે, ‘આ છોડીઓ મોટી થઈ, કોલેજમાં ગઈ, તે મને વિશ્વાસ નથી રહેતો.’ ત્યારે મેં કહ્યું, ‘જોડે જજો. કોલેજમાં જોડે જઈએ અને એ કોલેજમાંથી નીકળે ત્યારે પાછળ આવજે.’ એ તો એક દહાડો જઈશ. પણ બીજી વખત શું કરીશ ? વહુને મોકલજે (!) અલ્યા, વિશ્વાસ ક્યાં રાખવો ને ક્યાં રાખવો નહીં એટલું ય નથી સમજતો ? અહીંથી આપણે કહી દેવાનું, ‘બેન જો, આપણે