________________
મા-બાપ છોકરાનો વ્યવહાર
છોકરાંનો અહંકાર જાગે, ત્યાર પછી તેને કશું કહેવાય નહીં અને આપણે શું કામ કહીએ ? ઠોકર વાગશે તો શીખશે. છોકરાં પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી કહેવાની છૂટ. અને પાંચથી સોળ વર્ષવાળાને વખતે બે ટપલી મારવી ય પડે. પણ વીસ વર્ષનો જુવાન થયા પછી એનું નામે ય ન લેવાય, કશું અક્ષરે ય બોલાય નહીં, બોલવું એ ગુનો કહેવાય. નહીં તો કો'ક દહાડો બંદૂક મારી દે. (૨૨૫)
૩૯
‘વણમાગી સલાહ આપવી નહીં’ એવું અમે લખ્યું છે ખરું ! એટલે કોઈ કહે, આપણને પૂછે, તો આપણે સલાહ આપવી અને તે ઘડીએ આપણને ઠીક લાગે એવું આપણે કહી છૂટવું અને સલાહ આપ્યા પછી આપણે એમ કહીએ કે તમને અનુકૂળ આવે એમ કરજો. અમે તો આ તમને કહી છૂટીએ. એટલે એને પછી કંઈ ખરાબ લાગે એવી વસ્તુ નથી. એટલે આપણે આ જે બધું કરવાનું છે ને એની પાછળ વિનય રાખવાનો છે.
આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ‘ગાડીએ વહેલો જા.’ તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો, તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછાં આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી, એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે એ કંઈ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો ‘રિલેટિવ’ ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો, તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય. (૨૨૬)
એ તમને ખરાબ કહે, તમે એમને ખરાબ કહો. અને પછી વાતાવરણ દૂષિત થતું ચાલ્યું અને પછી ભડકા થશે આમાં. એટલે તમારે એમને સારાં
મા-બાપ છોકરાંનો વ્યવહાર કહેવા, કઈ દ્રષ્ટિએ ? એક દ્રષ્ટિ મનમાં સમજી લો કે ‘આફટર ઓલ હી ઇઝ એ ગુડ મેન.' (અંતે તો એ સારા માણસ છે.) (૨૨૮) પ્રશ્નકર્તા : અથડામણ જ્યારે થાય ત્યારે છોકરાંઓ સાથે કેવું વર્તન કરવું ?
४०
દાદાશ્રી : રાગ-દ્વેષ ના થવો જોઈએ, એણે કંઈ બગાડ્યું હોય કે નુકસાન કર્યું હોય, તો ય એની ઉપર દ્વેષ થવો જોઈએ અને એને ‘શુદ્ધાત્મા’ રીતે જોવો જોઈએ બસ. રાગ-દ્વેષ ના થાય એટલે બધો નિવેડો આવી ગયો અને આપણું જ્ઞાન રાગ-દ્વેષ ના થાય એવું છે. (૨૨૮)
આપણું મન સહેજ ગૂંચાય, તે એ ગૂંચ બીજાની નહીં, આપણી જ. તે એટલે આપણે સમજી જવું કે આ ગૂંચ આપણી છે. શાથી ગૂંચ પડી ? એ આપણને જોતાં ના આવડ્યું તેથી, આપણે ‘શુદ્ધાત્મા’ જ જોવો. ગૂંચ આપણે ભાંગી નાખવાની. ‘હું શુદ્ધાત્મા છું’, બીજું બધું ‘વ્યવસ્થિત’ છે. આ ‘સોલ્યુશન’ મેં આપ્યું છે. (૨૨૯)
એ, આવ્યા પછી કંટાળીએ તો ચાલે નહીં, તે પહેલાં ચેતીએ. ભેગાં રાખશો તો ક્લેશ ઊભા થશે અને એનું જીવન બગડશે અને આપણું બગાડશે. જો પ્રેમ જોઈતો હોય તો એને જુદો રાખી અને પ્રેમ સાચવો, નહીં તો જીવન બગાડશો. નહીં તો આમાં પ્રેમ ઘટી જશે. હંમેશાં એની વાઈફ આવી હોય ને, તો આપણે એમ ભેગો રાખવા જઈએ તો વાઈફનું કહેલું એ માનશે, તમારું નહીં માને. અને વાઈફ કહેશે, કે ‘આજ તો બા છે તે આવું બોલતાં હતાં અને તેવું બોલતાં હતાં.' ત્યારે કહે, ‘હા, બા એવા જ છે.’ એ ચાલ્યું તોફાન. છેટેથી બધું સારું. (૨૩૪) પ્રશ્નકર્તા : છોકરાં પરદેશ છે એ યાદ આવ્યા કરે, ચિંતા થાય છે એમની.
દાદાશ્રી : એ છોકરાંઓ તો ત્યાં ખાઈ-પીને મઝા કરતાં હશે, બાને યાદ પણ ના કરતાં હોય અને આ બા અહીં ચિંતા કર્યા કરે, આ કોના ઘરની વાત ?
પ્રશ્નકર્તા : એ છોકરાંઓ ત્યાંથી લખે છે કે તમે અહીં આવી જાવ. દાદાશ્રી : હા, પણ જવું કંઈ આપણા હાથમાં છે ? એના કરતાં આપણે