________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર,
૩૫
૩૬
દાદાશ્રી : ના. એ પુણ્ય બંધાય. છોકરાના હિતને માટે વઢીએ, મારીએ તો ય પુણ્ય બંધાય. એ ક્રોધ કરેલાનું પુણ્ય બંધાય છે. ત્યાં ભગવાનને ઘેર તો અન્યાય હોય જ નહીં ને ? છોકરાને હિતને માટે પોતાને અકળામણ થઈ, છોકરો આવું કરે છે એટલા માટે અકળામણ થઈ અને એ છોકરાના હિતને માટે એને બે ધોલો મારી, તો ય એનું પુણ્ય બંધાય. એવું જો એ પાપ ગણાતું હોય તો આ ક્રમિકમાર્ગના બધા સાધુ- આચાર્યો કોઈ મોક્ષે જ ના જાય. આખો દહાડો શિષ્ય જોડે અકળાયા કરે, પણ બધું પુણ્ય બંધાય. કારણ કે પારકાના હિતને માટે એ ક્રોધ કરે છે. પોતાના હિતને માટે ક્રોધ કરવો એનું નામ પાપ. તે ન્યાય કેવો સરસ છે આ ! કેટલું બધું ન્યાયી છે ! ભગવાન મહાવીરનો ન્યાય કેવી સુંદર છે, એ ન્યાય તો ધર્મનો કાંટો જ છે ને !!
એટલે છોકરાંને વઢતાં હોય, મારતાં હોય એના ભલા માટે તો પુણ્ય બંધાય. પણ એનાં જો પાછા ભાગ પડે. ‘હું બાપ છું, એને તો જરા મારવું પડે’ એવો બાપનો ભાવ મહીં આવ્યો હોય તો પાછું પાપ બંધાય. એટલે જો સમજણ ના હોય તો પાછું ભાગ પડી જાય !!
એટલે બાપ છોકરા પર અકળાય તો તેનું ફળ શું આવે ? પુણ્ય બંધાય. પ્રશ્નકર્તા : બાપ તો અકળાય, પણ છોકરો સામે અકળાય તો શું થાય ?
દાદાશ્રી : છોકરો પાપ બાંધે. ક્રમિક માર્ગમાં ‘જ્ઞાની પુરુષ' શિષ્ય ઉપર અકળાય તો એનું જબરજસ્ત પુણ્ય બંધાય, પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. એ અકળામણ કંઈ નકામી જતી નથી. નથી એમનાં છોકરાં, નથી એમને લેવાદેવા, છતાં શિષ્ય ઉપર અકળાય છે !
આપણે અહીં વઢવાનું બિલકુલ નહીંને? વઢવાથી માણસે ચોખ્ખું કહે નહીં ને પછી કપટ કરે. આ બધા કપટ તેથી ઊભાં થયાં છે જગતમાં ! વઢવાની જરૂર નથી જગતમાં. છોકરો સિનેમા જોઈને આજે આવ્યો હોય અને આપણે તેને વઢીએ તો બીજે દા'ડે બીજું કંઈ કહીને, મારી સ્કૂલમાં કંઈક હતું તેમ કરીને સિનેમા જોઈ આવે ! જેના ઘરમાં માં કડક હોય તેના છોકરાને વ્યવહાર ના આવડ.
(૧૮૮) પ્રશ્નકર્તા : બહુ પેપ્સી પીએ, બહુ કોક પીવે, ચોકલેટ બહુ ખાય ત્યારે
મા-બાપ છોકરાંનો વ્યવહાર દાદાશ્રી : તે વઢવાની શી જરૂર, એને સમજણ પાડીએ કે બહુ ખાવાથી નુકસાન થશે. તને કોણ વઢે છે ? આ તો ઉપરીપણાનો અહંકાર છે ખોટો. મા” થઈને બેઠાં મોટાં !! મા થતાં આવડતું નથી અને છોકરાને વઢ-વઢ કર્યા કરે આખો દહાડો ય ! એ તો સાસુ વઢતી હોય ને ત્યારે ખબર પડે. છોકરાને વઢવાનું કોઈને સારું લાગતું હોય ! છોકરાને ય મનમાં એમ થાય કે આ સાસુ કરતાં ય ભૂંડી છે. એટલે વઢવાનું બંધ કરી દે છોકરાને. ધીમે રહીને સમજણ પાડવી કે આ ના ખવાય, શરીર તારું બગડશે અમથું. (૧૯૧)
એ ખોટું કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય ? એક જણ તો લુગડાં ધુએ એમ ધોતો'તો. અલ્યા મૂઆ ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે ? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘડીએ ? સહન ના થાય ને, તે કહે, ‘મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.” મહીં નિયાણું કરી નાખે એ ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી! (૧૯૬)
મારવાથી જગત ના સુધરે, વડાવાથી કે ચિઢાવાથી કોઈ સુધરે નહીં. કરી બતાવવાથી સુધરે છે. જેટલું બોલ્યા તેટલું ગાંડપણ.
(૧૯) એક ભાઈ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતા હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવા ? શો ઉપાય કરવો? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઈ કહેવા ગયા, તો એ મોટાભાઈને કહે કે, ‘તમને માર્યા વગર છોડીશ નહીં.’ પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે, “આનું શું કરવું ? આ તો આવું બોલે છે.' ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે, “કોઈએ તેને અક્ષરે ય કહેવાનું નહીં. તમે બોલશો તો એ વધારે ‘ફ્રેટ’ થઈ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. અને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઈટે ય નહીં બોલવાનું ને રોંગે ય નહીં બોલવાનું. રાગે ય નહીં રાખવાનો ને દ્વેષે ય નહીં રાખવાનો. સમતા રાખવાની, કરુણા રાખવાની.’ તે ત્રણ-ચાર વર્ષ પછી એ ભાઈ સરસ થઈ ગયો ! આજે એ ભાઈ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત નાકામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદા જુદા કામ લઈને બેઠા છે, માટે ના ગમતું રાખશો નહીં.
| (200)