________________
મા-બાપકરાંનો વ્યવહાર
૩૩
૩૪
મા-બાપ છોકરાંનો વ્યવહાર
દાદાશ્રી : એના માટે તો દવા બીજી કરવા કરતાં એના મા-બાપે ગુસ્સાનો દેખાવ ન દેખે એવી રીતે રહેવું જોઈએ. એ દેખીને થાય છે કે મારા ફાધર કરે છે, હું એના કરતાં સવાયો ગુસ્સો કરું ત્યારે ખરો. એ તો તમારે બંધ કરી દો, તો એની મેળે બંધ થઈ જશે. આ મેં બંધ કર્યો છે, મારો બંધ થઈ ગયો છે, તો કોઈ મારી જોડે કરતું જ નથી. હું કહું કે ગુસ્સે થાવ તો પણ નહીં થતાં. છોકરાઓ યુ નહીં થતાં, હું મારીશ તો ય નહીં થાય ગુસ્સે.
(૧૮૧) પ્રશ્નકર્તા : છોકરાને સારા માર્ગે વાળવા મા-બાપની ફરજ તો પૂરી પાડવી જોઈએને, એટલે ગુસ્સો તો કરવો પડે ને ?
દાદાશ્રી : ગુસ્સો શું કરવાં કરવો પડે ? એમ ને એમ સમજાવીને કહેવામાં શું વાંધો છે ? ગુસ્સો તમે કરતા નથી. ગુસ્સો થઈ જાય છે તમને. કરેલો ગુસ્સો એ ગુસ્સો ગણાતો નથી. આપણે જાતે કરીએ ગુસ્સો, એ તો આપણે દબડાવીએ એ નહીં, એ ગુસ્સો ન કહેવાય. એટલે ગુસ્સો કરજો. પણ ગુસ્સે થઈ જાવ છો તમે. ગુસ્સો કરતા હોઈએ તો વાંધો નહીં. (૧૮૧)
પ્રશ્નકર્તા : ગુસ્સે થઈ જવાનું કારણ શું ?
દાદાશ્રી : વિકનેસ. એ વિકનેસ છે ! એટલે એ પોતે ગુસ્સે થતો નથી. એ ગુસ્સે થઈ ગયા પછી પોતાને ખબર પડે છે, આ સાલું ખોટું થઈ ગયું, આવું ના થવું જોઈએ. એટલે એના હાથમાં કાબૂ નથી. આ મશીન ગરમ થઈ ગયું છે, રેઈઝ થઈ ગયું છે. એટલે આપણે તે ઘડીએ જરા ઠંડું રહેવું. એની મેળે ટાટું થાય એટલે હાથ ઘાલવો.
(૧૮૨) છોકરાઓ જોડે તમે ચિડાઓ તો એની નવી લોન લીધી કહેવાય. કારણ કે ચિડાવાનો વાંધો નથી, પણ તમે પોતે ચિઢાઓ છો તે વાંધો છે.
પ્રશ્નકર્તા છોકરાઓ છે તે વઢીએ નહીં ત્યાં સુધી શાંત જ ના થાયને, એટલે વઢવું પડે ?
દાદાશ્રી : ના, વઢવાને માટે વાંધો નથી. પણ જાતે વઢો છો એટલે તમારું મોઢું બગડી જાય છે, એટલે જવાબદારી છે. તમારું મોઢું બગડે નહીં ને વઢોને, મોટું સારું રાખીને વઢો, ખૂબ વઢો ! તમારું મોઢું બગડે છે એટલે તમે જે વઢવાનું છે તે તમે અહંકાર કરીને વઢો છો !
પ્રશ્નકર્તા : તો તો છોકરાઓને એમ લાગે કે આ ખોટું ખોટું વઢે છે ?
દાદાશ્રી : તો એ એટલું જાણે તો બહુ થઈ ગયું. તો એને અસર પડશે, નહીં તો અસર જ નહીં પડે. તમે ખૂબ વઢો એટલે એ જાણે કે આ નબળા માણસ છે. એ લોકો મને કહે છે, અમારા ફાધર બહુ નબળા માણસ છે, બહુ ચિડાય-ચિડાય કરે છે.
(૧૮૩) પ્રશ્નકર્તા : એવું વઢવાનું ના થવું જોઈએ કે આપણને પોતાને જ મનમાં વિચારો આવ્યા કરે અને પોતાને અસર રહ્યા કરે !
દાદાશ્રી : એ તો ખોટું છે. એવું વઢવાનું ના થવું જોઈએ. વઢવાનું સુપરફલુઅસ, જેમ કે આ નાટકમાં લઢે છે એવી રીતનું હોય. નાટકમાં લડે છે, “કેમ તું આમ કરું છું ને આમ તેમ’ બધું બોલે, પણ મહીં કશું ય ના હોય એવું વઢવાનું હોય.
(૧૮૬) પ્રશ્નકર્તા : છોકરાંઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ?
દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. આ બેનને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુઃખ થઈ ગયું હોય તો તમારે બેનને કહેવું કે, માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. તે તમે તો “શુદ્ધાત્મા’ છો. તે તમારે ચંદુલાલને કહેવું કે ‘પ્રતિક્રમણ કરો. તમારે બેઉ જુદા ભાગ રાખવા.” આપણે ખાનગીમાં અંદર પોતાની જાતને બોલીએ કે ‘સામાને દુઃખ ના થાય એવું બોલજો. અને તેમ છતાં છોકરાને દુઃખ થાય તો ચંદુભાઈને કહીએ કે ‘પ્રતિક્રમણ કરો.'
પ્રશ્નકર્તા : પણ આપણાથી નાનો હોય, આપણો દિકરો હોય તો એ કેમ માફી માંગવી ?
દાદાશ્રી : અંદરથી માફી માંગવી. હૃદયથી માફી માંગવી. દાદા આમ દેખાય અને એમની સાક્ષીએ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ છોકરાનાં કરીએ તો તરત પહોંચી જાય.
(૧૮૬) પ્રશ્નકર્તા : આપણે કોઈને વઢીએ, પણ એના સારા માટે વઢતાં હોઈએ. હવે છોકરાંને વઢીએ તો એ પછી પાપ ગણાય ?