________________
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૧
મા-બાપ છોકરાંનો વ્યવહાર
છે, પણ પ્રેમ તેમને મળતો નથી. એટલે પછી એમની મુશ્કેલી એ જ જાણે, કહેવાય નહીં ને સહેવાય નહીં. આજના જુવાનિયાઓ માટેનો રસ્તો અમારી પાસે છે. આ વહાણનું સુકાન કઈ રીતે લેવું તે અમને અહીંથી જ રસ્તો મળે છે. મારી પાસે પ્રેમ એવો ઉત્પન્ન થયો છે કે જે વધે નહીં ને ઘટે પણ નહીં. વધઘટ થાય તેને આસક્તિ કહેવાય. જે વધ-ઘટ ના થાય તે પરમાત્મ પ્રેમ છે. એટલે ગમે તે માણસ વશ થઈ જાય. મારે કોઈને વશ કરવા નથી, છતાં પ્રેમને સહુ કોઈ વશ રહ્યા કરે છે. જેને સાચો પ્રેમ કહેવામાં આવે છે ને, એ જોવા નહીં મળે. પ્રેમ જગતે જોયો નથી. કો'ક ફેરો જ્ઞાની પુરુષ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે. પ્રેમમાં વધઘટ ના હોય, અનાસક્તિ હોય. એ જ પ્રેમ, એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે.
(૧૧૯) છોકરાઓ જોડે બહુ ફાવે. નાના છોકરાઓ જોડે ફાવે અમારે તો. મારી જોડે ફ્રેન્ડશીપ કરે. અહીં આગળ પેસતા હતા ને ? ત્યારે પેલો આવડો બાબો હતો તે તેડવા આવ્યો, ઠંડો કહે છે. અહીં પેસતાં જ તેડવા આવ્યો. અમારી જોડે ફ્રેન્ડશીપ કરે. તમે તો લાડ લડાવ કરો. અમે લાડ ના લડાવીએ, પ્રેમ કરીએ.
પ્રશ્નકર્તા : એ જરા સમજણ પાડોને દાદા, લાડ લડાવાનું અને પ્રેમ કરવાનું. બધું જરા દાખલા આપીને સમજાવો.
દાદાશ્રી : અરે, એક માણસે તો એમના બાબાને એવો દબાવ્યો, આમ છાતીએ. બે વર્ષથી ભેગો થયો નહોતો, અને ઊંચકીને આમ દબાવ્યો ! તે પછી બાબો ખૂબ દબાઈ ગયો, એટલે એને પછી છૂટકો ના રહ્યો, એટલે બચકું ભરી લીધું. આ રીત છે આ તે ? આ લોકોને તો બાપા થતાં નહીં આવડતું !
પ્રશ્નકર્તા : અને પ્રેમવાળો શું કરે ? જે પ્રેમવાળો હોય, એ શું કરે ?
દાદાશ્રી : હા. તે હાથ ફેરવે આમ તેમ. ગાલે ટપલી મારે, આમ તેમ કરે અને એને પાછળ લઈને આમ જરા ખભો ઠોકે, એમ ખુશ કરે. એને આમ દબાવી દેવાનું ? પછી એ બિચારો ગુંગળાય એટલે બચકું ભરી લેને ના ભરી લે ગુંગળાય એટલે ?
(૧૨૧) અને છોકરાને તો મારશો જ નહીં. કોઈ ભૂલચૂક થાયને, સમજણ પાડવાની જરૂર અને ધીમે રહીને માથે હાથ ફેરવી અને સમજણ પાડવાની જરૂર. પ્રેમ આપે ત્યારે છોકરું ડાહ્યું થાય.
(૧૨૩)
(૭) “અવળાં' આમ છૂટી જાય ! આ કોઠો એંઠો કરો છો ને ? ડ્રીંક્સ કશું... ? પ્રશ્નકર્તા : કોઈક કોઈકવાર. એટલે ઘરમાં થાય ત્યારે. સાચું બોલું છું.
દાદાશ્રી : એ બંધ કરી દેજે. પરવશ થઈ ગયો. આપણને ના ચાલે, આપણને જોઈએ નહીં. લઈશ જ નહીં, અડીશ જ નહીં તું. દાદાની આજ્ઞા છે, માટે અડવાનું નહીં. તો તારું જીવન બહુ સારું જશે. કારણ કે તને જરૂર નહીં પડે હવે. આ ચરણવિધિ ને બધું વાંચીશ એટલે તને એ જરૂરે ય નહીં પડે અને આમ આનંદ પુષ્કળ રહેશે, બહુ આનંદ રહેશે. સમજાયું છે ને તને ? સમજાયું કે નહીં ?
(૧૨૬) પ્રશ્નકર્તા : વ્યસનથી મુક્ત કેવી રીતે રહેવું ?
દાદાશ્રી : વ્યસનથી મુક્ત થવા ‘વ્યસન એ ખોટી ચીજ છે' એવી આપણને પ્રતિતિ થવી જોઈએ. એ પ્રતિતિ ખસવી ના જોઈએ. આપણો નિશ્ચય ના ખસવો જોઈએ. પછી વ્યસનથી દૂર જ રહે છે માણસ. ‘એમાં કંઈ વાંધો નહીં.” એવું કહે ત્યારથી ચોંટ્યું.
(૧૨૭) પ્રશ્નકર્તા : બહુ વખત કોઈએ દારૂ પીધો હોય કે પેલા ડ્રગ્સ લીધા હોય. તો કહે, એની અસર આપણા બ્રેઈન ઉપર પડે તો પછી બંધ કરી દે, પણ એની અસર તો રહે. તો એ અસરોમાંથી મુક્ત થવા માટે દાદા શું કહે છે ? કઈ રીતે નીકળવું બહાર, એને માટે કઈ છે રસ્તો ?
દાદાશ્રી : ના, પણ પછી છે તે રીએક્શન આવ્યું ફરી. પરમાણુ છે તે બધા ચોખ્ખાં થવાં જોઈએને. પીવાનું બંધ કરી દીધું છે ને ? હવે એને કરવાનું શું ? ‘દારૂ પીવો ખરાબ છે.’ એવું કાયમ બોલવું, કહીએ.
હા, પછી ય બોલવાનું. ‘સારો છે' એવું કોઈ દહાડો ના બોલીશ. નહીં તો ફરી એને અસર થશે પછી.
પ્રશ્નકર્તા : આ પીવાથી મગજને નુકસાન કઈ રીતે થાય છે ?
દાદાશ્રી : એ ભાન ભૂલાવે ને, એ વખતે મહીં જાગૃતિ ઉપર આવરણ આવી જાય છે. પછી કાયમ માટે એ આવરણ ખસતું નથી. આપણે મનમાં એમ