________________
૨૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૯ નકામું આમ કરવું ? એમ પોતે જરા વિચારીને કહોને, પોતે ન્યાયાધીશ હોય છે બધાં, સમજે છે બધાં, પોતે ખોટું થયું હોય ને તો એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તેં આ કેમ કર્યું ? ત્યારે ઊલટો પકડ પકડે. ના, ‘હું કરું છું' એ જ ખરું છે, જાવ કહેશે. ઊંધું કરે પછી કેમ ઘર ચલાવવું તે આવડતું નથી. જીવન કેમ જીવવું તે આવડતું નથી. એટલે જીવન જીવવાની ચાવી મૂકેલી છે બધી આમાં, કેમ કરીને જીવન જીવવું છે ?
(૧૧૦) સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.
(૧૧૧) પ્રશ્નકર્તા : સંસારમાં રહ્યા પછી કેટલીક જવાબદારીઓ બજાવવી પડે છે અને જવાબદારીઓ અદા કરવી એ એક ધર્મ છે. એ ધર્મ બજાવતાં કારણે કે અકારણે કટુ વચન બોલવાં પડે, તો એ પાપ કે દોષ છે ?
દાદાશ્રી : એવું છે ને, કડવું વચન બોલીએ તે ઘડીએ આપણું મોટું કેવું થઈ જાય ? ગુલાબના ફૂલ જેવું, નહીં ? આપણું મોટું બગડે તો જાણવું કે પાપ લાગ્યું. આપણું મોટું બગડે એવી વાણી નીકળી ત્યાં જ જાણવું કે પાપ લાગ્યું. કડવા વચન ના બોલાય, ધીમે રહીને આસ્તે રહીને બોલો. થોડાં વાક્યો બોલો પણ આસ્તે રહીને સમજીને કહો, પ્રેમ રાખો, એક દહાડો જીતી શકશો. કડવાશથી જીતી નહીં શકો. પણ એ સામો થશે ને અવળાં પરિણામ બાંધશે. એ છોકરો અવળાં પરિણામ બાંધે. “અત્યારે તો નાની ઉંમરનો છું તે મને આવું ટૈડકાવે છે. મોટી ઉંમરનો થઈશ એટલે આપીશ.’ એવા પરિણામ મહીં બાંધે. માટે આવું ના કરો, એને સમજાવો. એક દહાડો પ્રેમ જીતશે. બે દહાડામાં જ એનું ફળ નહીં આવે. દશ દહાડે, પંદર દહાડે, મહિના સુધી પ્રેમ રાખ્યા કરો. જુઓ, આ પ્રેમનું શું ફળ આવે એ તો જુઓ.
પ્રશ્નકર્તા : આપણે અનેકવાર સમજાવીએ, છતાં એ ના સમજે તો શું કરવું ?
દાદાશ્રી : સમજાવવાની જરૂર જ નથી. પ્રેમ રાખો છતાં આપણે એને સમજણ પાડીએ ધીમે રહીને. આપણા પડોશીને ય એવું કડવું વચન બોલીએ
છીએ આપણે ?
(૧૧૨) જેમ દેવતાને માટે શું કરીએ છીએ ? ચીપિયાથી પછી પકડીએ છીએ ને ? એ ચીપિયો રાખો છો ને, તમે ? ચીપિયો નથી રાખતા ? ત્યારે એમને એમ દેવતા હાથમાં ઝાલવા જઈએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : દાઝી જ જવાય. દાદાશ્રી : એટલે ચીપિયો રાખવો પડે. પ્રશ્નકર્તા : તો એ કઈ જાતનો ચીપિયો રાખવો જોઈએ ?
દાદાશ્રી : આપણા ઘરનો એક માણસ ચીપિયા જેવો છે, એ પોતે દાઝતો નથી અને સામાને દાઝેલાને પકડે છે, એને બોલાવીએ ને કહીએ કે ‘ભઈ, આની જોડે હું વાત કરું ને, ત્યારે તું તે ઘડીએ ટાપશી પૂરવા લાગજે.” એટલે પછી એ રાગે પાડી આપશે. કંઈક રસ્તો કરવો પડે. એમ ને એમ દેવતાને હાથે પકડવા જઈએ તો શું થાય ?
(૧૧૪) આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતાં નથી આવડતું. માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે છે ?
(૧૧૬) પ્રશ્નકર્તા : મા-બાપ પોતાના બાળકો માટે જે રીતે લાગણી બતાવે છે, તો ઘણી વખત લાગે છે કે ખૂબ બતાવતાં હોય છે.
દાદાશ્રી : એ ઈમોશનલ જ છે બધું. ઓછી બતાવનારે ય ઈમોશનલ કહેવાય. નોર્મલ જોઈએ. નોર્મલ એટલે બનાવટ ખાલી, ડ્રામેટિક ! ડ્રામાની સ્ત્રી જોડે ડ્રામા કરવાનો તે અસલ, એક્ઝક્ટ, લોકો એમ સમજે કે સહેજ ભૂલ નથી કરી. પણ બહાર નીકળતી વખતે એને કહીએ, ‘હેંડ મારી જોડે તો ?” ના આવે એ. આ તો ડ્રામા પૂરતું જ હતું કહે. એ સમજાયું ને ?
(૧૧૮) આ જગતને સુધારવાનો રસ્તો જ પ્રેમ છે. જગત જેને પ્રેમ કહે છે તે પ્રેમ નથી, તે તો આસક્તિ છે. આ બેબી પર પ્રેમ કરો, પણ તે પ્યાલો ફોડે તો પ્રેમ રહે ? ત્યારે તો ચિડાય. માટે એ આસક્તિ છે. છોકરાં પ્રેમ ખોળે