________________
૧૯
૨૦
એ ગુનેગાર છે અને એણે પાપ બાંધ્યું. ભગવાન એવું નથી કહેતાં. ભગવાન કહે છે કે “છોકરા ઉપર ક્રોધ ના કર્યો, માટે એનો બાપ ગુનેગાર છે. માટે એને સો રૂપિયાનો દંડ કરો.” ત્યારે કહે, ‘ક્રોધ કરવો એ સારું ?” ત્યારે કહે છે, “ના, પણ અત્યારે એની જરૂર હતી. જો અહીં ક્રોધ ના કર્યો હોત તો છોકરો ઊંધે રસ્તે જાત.
એટલે ક્રોધ એ એક જાતનું લાલ સિગ્નલ છે, બીજું કશું નથી. તે આંખ ના કાઢી હોતને, જો ક્રોધ ના કર્યો હોતને, તો છોકરો અવળે રસ્તે ચાલ્યો જાત. એટલે ભગવાન તો છોકરાની પાછળ બાપ ક્રોધ કરે છે તો ય એને સો રૂપિયા ઈનામ આપે છે.
ક્રોધ એ તો લાલ ઝંડો છે, એ જ પબ્લિકને ખબર નથી અને કેટલાં પ્રમાણમાં લાલ ઝંડો ઊભો રાખવો. કેટલો ટાઈમ ઊભો રાખવો એ સમજવાની જરૂર છે. હમણાં મેલ જતો હોય, તે અઢી કલાક લાલ ઝંડો લઈને વગર કારણે ઊભો રહે તો શું થાય ? એટલે લાલ સિગ્નલની જરૂર છે. પણ કેટલો ટાઈમ રાખવો એ સમજવાની જરૂર છે. ઠંડો એ લીલું સિગ્નલ છે.
રૌદ્રધ્યાત પરિણમે ધર્મધ્યાનમાં ! છોકરાં જોડે ક્રોધ કરે પણ તમારો અંદર ભાવ શું છે કે આમ ન થવું જોઈએ. તમારો અંદર ભાવ શું છે ?
પ્રશ્નકર્તા : આમ ન થવું જોઈએ.
દાદાશ્રી : એટલે આ રૌદ્રધ્યાન હતું, તે ધર્મધ્યાનમાં પરિણામ પામ્યું. ક્રોધ થયો છતાં ય પરિણામ પામ્યું ધર્મધ્યાન.
પ્રશ્નકર્તા : આમ ના થવું જોઈએ, એ ભાવ ઊભો છે માટે. દાદાશ્રી : હિંસક ભાવ નથી એની પાછળ. હિંસક ભાવ વગર ક્રોધ
ક્રોધ હોય જ નહીં પણ કેટલીક ક્રોધની અમુક એક દશા છે કે જે પોતાનો છોકરો, પોતાનો મિત્ર, પોતાની વાઈફ ત્યાં ક્રોધ કરે, એનું પુણ્ય બંધાય છે. કારણ એવું જોવામાં આવે છે કે ક્રોધ કરવામાં એનો હેતુ શો છે ?
પ્રશ્નકર્તા : પ્રશસ્ત ક્રોધ. દાદાશ્રી : પેલો અપ્રશસ્ત ક્રોધ, તે માઠો ગણાય.
એટલે આ ક્રોધમાં ય આટલો ભેદ પડ્યો છે. બીજું, પૈસા માટે છોકરાને ડફળાવીએ કે તું ધંધા ઉપર બરાબર ધ્યાન આપતો નથી, તે ક્રોધ જુદો. છોકરાને સુધારવા માટે, ચોરી કરતો હોય, બીજું (આડું) કરતો હોય, તે માટે આપણે છોકરાને વઢીએ, ક્રોધ કરીએ તેને ભગવાને એનું ફળ પુણ્ય કહ્યું. ભગવાન કેવા ડાહ્યા !
મિયાંભાઈ ક્રોધ ટાળે આમ ! પ્રશ્નકર્તા: આપણે ક્રોધ શેની ઉપર કરીએ, ખાસ તો ઓફિસમાં સેક્રેટરી ઉપર ક્રોધ ના કરીએ અને હોસ્પિટલમાં નર્સ ઉપર ના કરીએ પણ ઘરમાં વાઈફની ઉપર આપણે ક્રોધ કરીએ.
દાદાશ્રી : એટલાં માટે તો બધા સો જણા બેઠા હોય ને, જ્યારે સાંભળતા હોય છે, ત્યારે બધાને કહું છું કે ત્યાં આગળ બોસ ટેડકાવતો હોય, બીજો અગર તો કંઈ વઢતો હોય, એ બધાનો ક્રોધ એ ઘરમાં અહીં વાઈફ પર કાઢે છે લોકો. એટલે મારે કહેવું પડે છે કે અલ્યા મૂઆ બૈરીને શું કરવા વઢો છો બિચારીને ! વગર કામના બૈરીને વઢો છો ! બહાર કોઈ ટેડકાવે તો એને બાઝીને, અહીં શું કરવા બાઝો છો બિચારીને !
તે એક મિયાંભાઈ હતા. તે ઓળખાણવાળ હતા. તે મને હંમેશાં કહે છે, સાહેબ મારે ત્યાં એક ફેરો આવજોને ! કડિયા કામ કરતો હતો. તે એક ફેરો ત્યાંથી જતો હતો ત્યારે ભેગો થયો તો કહે છે, હેંડો મારે ત્યાં જરાક.
તો ત્યાં એને ઘેર ગયા. ત્યારે મેં કહ્યું, અલ્યા, બે રૂમોમાં તને ફાવે