________________ પ્રતિક્રમણ વિધિ ક્લેશ વિનાનું જીવન 141 આદર્શમાં લાવે તેવું છે. મોક્ષ કોનો થશે ? આદર્શ વ્યવહારવાળાનો. અને ‘દાદા'ની આજ્ઞા એ વ્યવહાર આદર્શ લાવે છે. સહેજ પણ કોઇની ભૂલ આવે તો એ આદર્શ વ્યવહાર નથી. મોક્ષ એ કંઇ ગમ્યું નથી, એ હકીકત સ્વરૂપ છે. મોક્ષ એ કંઇ વકીલોનું શોધેલું નથી ! વકીલો તો ગપ્પામાંથી શોધે તેવું એ નથી, એ તો હકીકત સ્વરૂપ છે. એક ભાઇ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછ્યું કે, ‘અહીં ક્યાંથી તમે ?" ત્યારે તેમણે કહ્યું કે, ‘હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.’ ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારાં માબાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે. ત્યારે તેમણે કહ્યું કે, એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.” આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે માબાપને બોલાવે, ભાઇને બોલાવે. બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઇએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ? અરે, મનમાં ભાંડેલી ગાળ કે અંધારામાં કરેલાં કૃત્યો એ બધું ભયંકર ગુનો છે ! પેલો જાણે કે “મને કોણ જોવાનું છે ? ને કોણ આને જાણવાનું છે ?' અલ્યા, આ ના હોય પોપાબાઈનું રાજ ! આ તો ભયંકર ગુનો છે! આ બધાંને અંધારાની ભૂલો જ પજવે છે ! વ્યવહાર આદર્શ હોવો જોઇએ. જો વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઇ જવાય. આ સંસાર તો મછવો છે, તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું પણ જાણવાનું કે આનાથી કિનારે જવાનું છે. માટે વાતને સમજો. ‘જ્ઞાની પુરુષ' પાસે તો ખાલી વાતને સમજવાની જ છે, કરવાનું કશું જ નથી ! ને જે સમજીને સમાઇ ગયો તે થઇ ગયો વીતરાગ !! પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ દેહધારી ............ ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મદ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, આપની સાક્ષીએ આજ દિન સુધી જે જે....** દોષ થયા છે, તેની ક્ષમા માગું છું, પશ્ચાત્તાપ કરું છું. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવા દોષો ક્યારેય પણ નહીં કરું, એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. * જેની પ્રત્યે દોષ થયો હોય, તે સામી વ્યક્તિનું નામ લેવું. * જે દોષ થયા હોય, તે મનમાં જાહેર કરવા. (તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. ‘ચંદુલાલ’ પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવવું.) - જય સચ્ચિદાનંદ.