________________
૧૦૦
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન ‘સમભાવે નિકાલ’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશે ને જયારે ત્યારે ? અબોલા રહો તેથી કંઇ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહો ને, અમારી કંઇ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.” એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.
પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?
દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જયારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટેડકાવીને નરમ કરો તો તે તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઇએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. નિયમ એવો છે કે વેર રાખે, મહીં પરમાણુઓ સંગ્રહી રાખે માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.
પ્રકૃતિ પ્રમાણે એડજસ્ટમેન્ટ ... પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઇ, હવે માફી માગું છું, તો ય પેલો વધારે ચગે તો શું કરવું ?
દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એને એવું કંઇક ઊંધું જ્ઞાન થઇ ગયું હોય કે-“બહુત નમે નાદાન.' ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોય ને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે. એ ના સમજીએ ?
પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ?
દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છે નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો'ક દહાડો ચીઢાશે એટલે આપણો હિસાબ પતી જશે. આપણે મૌન રાખીએ
એટલે કો'ક દહાડો એ ચિઢાય ને જાતે જ બોલે કે ‘તમે બોલતા નથી, કેટલા દહાડાથી મુંગા ફરો છો !' આમ ચિઢાય એટલે આપણું પતી જશે, ત્યારે શું થાય છે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે, અમને બધાં ઓળખાય. કેટલાંકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઈ જાય. આ તો જાત જાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે. આ બધી ધાતુ છે.
સરળતાથી યે ઉકેલ આવે ! પ્રશ્નકર્તા : આપણને ઘરમાં કોઇ વસ્તુનું ધ્યાન રહેતું ના હોય, ઘરનાં આપણને ધ્યાન રાખો, ધ્યાન રાખો કહેતા હોય, છતાં ના રહે તો તે વખતે શું કરવું ?
દાદાશ્રી : કશું ય નહીં. ઘરનાં કે, “ધ્યાન રાખો, ધ્યાન રાખો.” ત્યારે આપણે કહેવું કે, ‘હા, રાખીશું.’ આપણે ધ્યાન રાખવાનું નક્કી કરવું. તેમ છતાં ધ્યાન ના રહ્યું ને કૂતરું પેસી ગયું ત્યારે કહીએ કે, “મને ધ્યાન નથી રહેતું.’ એનો ઉકેલ તો લાવવો પડે ને ? અમને ય કોઇએ ધ્યાન રાખવાનું સોંપ્યું હોય તો અમે ધ્યાન રાખીએ, તેમ છતાં ના રહ્યું તો કહી દઇએ કે, ‘ભઇ, આ રહ્યું નહીં અમારાથી.’
એવું છે ને આપણે મોટી ઉંમરના છીએ એવો ખ્યાલ ના રહે તો કામ થાય. બાળક જેવી અવસ્થા હોય તો ‘સમભાવે નિકાલ’ સરસ થાય. અમે બાળક જેવા હોઇ એ. એટલે અમે જેવું હોય તેવું કહી દઇએ, આમે ય કહી દઈએ ને તમે ય કહી દઇએ, બહુ મોટાઈ શું કરવાની ?
કસોટી આવે એ પુણ્યશાળી કહેવાય ! માટે ઉકેલ લાવવો, જક ના પકડવી, આપણે આપણી મેળે આપણો દોષ કહી દેવો. નહીં તો એ કહેતાં હોય ત્યારે આપણે ખુશ થવું કે, ઓહોહો, તમે અમારો દોષ જાણી ગયા ! બહુ સારું કર્યું ! તમારી બુદ્ધિ અમે જાણીએ નહીં.
• સામાનું સમાધાન કરાવો તે ! કોઇ ભૂલ હશે તો સામે કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખો