________________
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
ખોટી હોય, બેઉ ‘ત્યાંના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આન, અને આપણે “આપણું” કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઇ કહે કે, “ચંદુલાલમાં અક્કલ નથી.” તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ! આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈ છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે એનો નિશ્ચય નિશ્ચય છે.
... તે સમ્યક્ કહેવાથી કળાટ શમે ! પ્રશ્નકર્તા : કોઇએ જાણી જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ કહ્યું “એડજસ્ટમેન્ટ’ લેવું?
દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તો ય આપણે ‘જોયા’ કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકનું તો દવાખાનું ભેગું થયું, હવે પાછાં બે દવાખાના ઊભાં કરવાં ?! અને પછી જ્યારે એને લાગ આવે ત્યારે એ આપણને પછાડે, પછી ત્રણ દવાખાનાં ઊભાં થયાં.
પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?
દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ બસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.
પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ?
દાદાશ્રી : “ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ?” ત્યારે એ કહેશે કે, “જાણી જોઇને હું કંઇ ફેંકું ? એ તે મારા હાથમાંથી છટકી ગયો ન ફેંકાઈ ગયો ?”
પ્રશ્નકર્તા : એ તો, એ ખોટું બોલ્યા ને ?
દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી, એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આપે તો આપણે
તો ખલાસ જ થઇ જઇએ ને ! માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, “ભઇ, આમાં શું તમને ફાયદો થયો ?” તો એ એની મેળે કબૂલ કરશે. સમ્યક્ કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે !
પ્રશ્નકર્તા : કહેતા ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું?
દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ ?” સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર. બાકી, જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ણાનું કામ છે.
ટકોર, અહંકારપૂર્વક ન કરાય ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઇ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે. તેનાથી તેને દુઃખ થાય છે, તો કેવી રીતે એનો નિકાલ કરવો ?
દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે માટે એનું પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ?
દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઇએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ' વાણી જોઇએ. ‘અનટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તો ય સીધું થઇ જશે.
આ અબોલા તો બોજો વધારે ! પ્રશ્નકર્તા : અબોલા લઇ વાતને ટાળવાથી એનો નિકાલ થઇ શકે ?
દાદાશ્રી : ના થઇ શકે. આપણે તો સામો મળે તો કેમ છો ? કેમ નહીં ? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને