________________
૯૪
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઇ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે ‘એડજસ્ટ’ થવાનું. ઘરમાં ‘લીલા” જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી ‘લીલા’ને હોટલમાં લઇ જઇને, જમાડીને ખુશ કરીએ, હવે તાંતો ના રહેવો જોઇએ.
‘એડજસ્ટમેન્ટ’ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઇ ન્યાય ના કહેવાય. કોઇ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચડે એનાથી ચડાવીએ, છેવટે ગટરના પાણીએ પણ ચડાવીએ !! આ બહારવટિયા મળી જાય તેની જોડે ‘
ડિએડજસ્ટ’ થઇએ તો એ મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને “એડજસ્ટ’ થઇને કામ લેવું છે. પછી એને પૂછીએ કે, ‘ભઇ, તારી શી ઇચ્છા છે ? જો ભઇ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ. તેને એડજસ્ટ થઇ જઇએ'.
આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વઢવા જવાય ? તેમ આ માણસો ગંધાય છે તેને કંઇ કહેવા જવાય ? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે તમે અમારી જોડે વીતરાગ રહો !
આ એડજસ્ટ એવરીવ્હેર’ નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો તેથી જ ગાંડા થાય. આ કુતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી તો બહુ છંછેડ કરીએ તો એ ય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં; એડજસ્ટ એવરીવ્હેર.
તહીં તો વ્યવહારની ગૂંચ આંતરે ! પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે.
પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઇ કહેવાનું જ
નથી. પણ વ્યવહારમાં ય આપની વાત ‘ટોપ'ની વાત છે.
દાદાશ્રી : એવું છે ને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઇ મોક્ષે ગયેલો નહીં, ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઇ મોક્ષે ગયેલો નહીં ! કારણ કે વ્યવહાર છોડનાર છે ને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવો ને ?
આ ભાઈને કહ્યું હોય કે, ‘જા, દુકાનેથી આઇસ્ક્રીમ લઇ આવ.' પણ એ અડધેથી પાછો આવે. આપણે પૂછીએ, ‘કેમ ?” તો એ કહે કે, ‘રસ્તામાં ગધેડું મળ્યું તેથી ! અપશુકન થયાં !!” હવે આને આવુ ઊંધું જ્ઞાન થયું છે તે આપણે કાઢી નાખવું જોઇએ ને ? એને સમજાવવું જોઇએ કે ભઇ, ગધેડામાં ભગવાન રહેલા છે માટે અપશુકન કશું હોતું નથી. તું ગધેડાનો તિરસ્કાર કરીશ તો તે તેમાં રહેલા ભગવાનને પહોંચે છે, તેથી તને ભયંકર દોષ બેસે છે. ફરી આવું ના થાય. એવી રીતે આ ઊંધું જ્ઞાન થયું છે. તેના આધારે “એડજસ્ટ’ નથી થઇ શકતા.
“કાઉન્ટરપુલી' - એડજસ્ટમેન્ટની રીત ! આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઇએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુ:ખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઇને ‘જ્ઞાની’ થયા છીએ. હું મારો અભિપ્રાય કોઇ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઇને દુઃખ ના હોવું જોઇએ. તારા ‘રિવોલ્યુશન’ અઢારસોના હોય ને સામાના છસોના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવા પડે.
પ્રશ્નકર્તા : ‘રિવોલ્યુશન’ એટલે શું ? દાદાશ્રી: આ વિચારની જે સ્પીડ છે તે દરેકને જુદી હોય. કશું