________________
ક્લેશ વિનાનું જીવન
અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય છે ! આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે.
૫૧
એક ભાઇને એકાવનની સાલમાં આ એક શબ્દ આપ્યો હતો.
‘અથડામણ ટાળ’ કહ્યું હતુ અને આવી રીતે તેને સમજણ પાડી હતી. હું શાસ્ત્ર વાંચતો હતો ત્યારે એ મને આવીને કહે કે, ‘દાદા, મને કશુંક આપો.’ એ મારે ત્યાં નોકરી કરતો હતો ત્યારે મેં એને કહ્યું, ‘તને શું આપે ? તું આખી દુનિયા જોડે લઢીને આવે છે, મારામારી કરીને આવે છે.' રેલવેમાં ય ઠોકાઠોક કરે, આમ પૈસાનાં પાણી કરે ને રેલવેને જે કાયદેસર ભરવાના છે તે ના ભરે અને ઉપરથી ઝઘડા કરે, આ બધું હું જાણું. તે મેં એને કહ્યું કે, ‘તું અથડામણ ટાળ. બીજું કશું તારે શીખવાની જરૂર નથી.' તે આજ સુધી હજી યે પાળે છે. અત્યારે તમે એની સાથે અથડામણ કરવાની નવી નવી રીતો ખોળી કાઢો, જાતજાતની ગાળો ભાંડો તો એ આમ ખસી જશે.
માટે અથડામણ ટાળો, અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ કહ્યું છે. દરેક માણસ, અરે જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં.તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે, આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નબળાઇને લઇને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું ! સહત ? તહીં, સોલ્યુશત લાવો !
પ્રશ્નકર્તા : દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને ?
દાદાશ્રી : અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો ? સહન કરવું અને ‘સ્પ્રીંગ’ દબાવવી એ બે સરખું છે. ‘સ્પ્રીંગ’ દબાવેલી કેટલા દહાડા રહેશે ! માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો.
ક્લેશ વિનાનું જીવન
અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો ‘સ્પ્રીંગ’ ઊછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે.
પર
એવો જગતનો કાયદો જ નથી કે કોઇને લીધે આપણે સહન કરવું પડે. જે કંઇ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણને ખબર નથી પડતી કે આ ક્યા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઇ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણા જ્ઞાનમાં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો ‘શુદ્ધાત્મા’ છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ ‘પઝલ’ ‘સોલ્વ’ કરી આપે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો તે પાછો આવ્યો એમ ને ?
દાદાશ્રી : એ પોતે શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુદ્ધાત્મા છીએ, એ પણ શુદ્ધાત્મા છે. હવે બન્નેને ‘વાયર’ ક્યાં લાગુ થયો છે? આ પ્રકૃતિ ને તે પ્રકૃતિ, બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય તે પેલો આપે કંઇક. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે ને સામો નિમિત્ત છે, એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઇ ગયો. આ ‘સોલ્યુશન’ હોય ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને ?
સહન કરવાથી શું થશે ? આવો ફોડ નહીં પાડો, તો એક દહાડો એ ‘સ્પ્રીંગ’ કૂદશે. કૂદેલી સ્પ્રીંગ તમે જોયેલી ? મારી ‘સ્પ્રીંગ’ બહુ કુદતી હતી. ઘણા દહાડા હું બહુ સહન કરી લઉં ને પછી એક દહાડો ઉછળે તો બધું જ ઉડાડી મૂકું. આ બધું અજ્ઞાન દશાનું, મને એનો ખ્યાલ છે. એ મારા લક્ષમાં છે. એટલે તો હું કહી દઉં ને કે સહન કરવાનું શીખશો નહીં. એ અજ્ઞાનદશામાં સહન કરવાનું હોય. આપણે અહીં તો ફોડ પાડી દેવો કે આનું પરિણામ શું, એનું કારણ શું, ચોપડામાં પદ્ધતિસરનું જોઇ લેવું, કોઇ વસ્તુ ચોપડા બહારની હોતી નથી.