SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ હું કોણ છું? અમે આટલાં બે વાક્યોમાં ગેરેંટી આપીએ છીએ ત્યારે માણસ મુક્ત રહી શકે. અમે શું કહીએ છીએ કે, ‘તારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી. તારાં ઉપરી તારાં બ્લેડર્સ અને તારી મિસ્ટેકો છે. એ બે નહીં હોય તો તું પરમાત્મા જ છે.’ અને ‘તારામાં કોઈની સહેજ પણ ડખલ નથી. કોઈ જીવ કોઈ જીવને કિંચિત્માત્ર ડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી એવું આ જગત છે.” આ બે વાક્યો બધું સમાધાન લાવે. (૫) જગતમાં કર્તા કોણ ? હું કોણ છું ? રહીને કેવી રીતે બને ? દાદાશ્રી : તો ક્યાં રહીને જાણી શકાય એ ? સંસાર સિવાય બીજી કોઈ જગ્યા છે કે ત્યાં રહેવાય ? આ જગતમાં બધા સંસારી જ છે ને બધા સંસારમાં જ રહે છે. અહીં “હું કોણ છું ?” એ જાણવા મળે એવું છે. ‘તમે કોણ છો? એ સમજવા માટેનું જ આ સાયન્સ છે અહીં આગળ. અહીંયાં આવજો, અમે તમને ઓળખાવડાવીશું. અને આ અમે તમને જેટલું પૂછીએ છીએ, તે તમને એમ નથી કહેતા કે તમે આવું કરી લાવો. તમારાથી થાય એવું નથી. એટલે અમે તમને શું કહીએ છીએ કે અમે તમને બધું કરી આપીશું. તેથી વરીઝ તમારે નહીં કરવાની. આ તો પહેલું જાણવાનું કે ખરેખર આપણે શું છીએ અને શું જાણવા જેવું છે ? સાચી વાત શી છે ? કરેક્ટનેસ શું છે ? વર્લ્ડ શું છે ? આ બધું શું છે ? પરમાત્મા શું છે ? પરમાત્મા છે ? પરમાત્મા છે જ અને તે તમારી પાસે જ છે. બહાર ક્યાં ખોળો છો, પણ કોઈ આપણને એ દરવાજો ખોલી આપે તો દર્શન કરીએ ને ! એ દરવાજો એવો વસાઈ ગયો છે, કોઈ દહાડો પોતાથી ખોલાય એવો છે જ નહીં. એ તો પોતે તર્યા હોય એવા તરણતારણહાર જ્ઞાની પુરુષનું જ કામ છે. પોતાની જ ભૂલો પોતાની ઉપરી ! ભગવાન તો તમારું સ્વરૂપ છે. તમારો કોઈ ઉપરી જ નથી, કોઈ બાપોય ઉપરી નથી. તમને કોઈ કશું કરનાર જ નથી. તમે સ્વતંત્ર જ છો, ફક્ત તમારી ભૂલોથી તમે બંધાયેલા છો. તમારો ઉપરી કોઈ છે નહીં ને તમારામાં કોઈ જીવની ડખલેય નથી. આ આટલાં બધા જીવો છે, પણ કોઈ જીવની તમારામાં ડખલ નથી. અને આ લોક જે કંઈ ડખલ કરે છે, તે તમારી ભૂલથી ડખલ કરે છે. તમે ડખલો કરી આવ્યા છો, તેનું ફળ છે આ. આ હું જાતે જોઈને કહું છું. જગતકર્તાતી વાસ્તવિકતા ! ફેક્ટ વસ્તુ નહીં જાણવાથી જ આ બધું ગૂંચાયું છે. હવે આપને જે જાણેલું છે તે જાણવું છે કે જે જાણ્યું નથી તે જાણવું છે ? જગત શું છે ? કેવી રીતે બન્યું ? કોણ બનાવનાર ? આપણને આ જગત સાથે શું લેવાદેવા ? આપણી સાથે આપણા સંબંધીઓને શું લેવાદેવા ? શેના આધારે બીઝનેસ ? હું કરું છું કે કર્તા બીજો કોઈ છે ? આ બધું જાણવાની જરૂર તો ખરી જ ને ? પ્રશ્નકર્તા : હા જી. દાદાશ્રી : એટલે આમાં શરૂઆતમાં શું જાણવું છે, એની પહેલાં વાતચીત કરીએ. જગત કોણે બનાવ્યું હોય એવું તમને લાગે છે ? કોણે બનાવ્યું હશે આવું ગૂંચવાડાવાળું જગત ? તમારો મત શું છે ? પ્રશ્નકર્તા : ઈશ્વરે જ બનાવ્યું હશે.
SR No.008854
Book TitleHu Kon Chhu
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size350 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy