________________
૩૫
હું કોણ છું? અઢી હજાર વર્ષથી ! તીર્થકર એટલે છેલ્લા, ‘ફૂલ મુન” ! પણ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં કાયમને માટે તીર્થકરો જન્મ લે છે. સીમંધર સ્વામી, ત્યાં આજે હયાત છે. આપણા જેવો દેહ છે, બધું છે.
(૧૨) “અક્રમ માર્ગ' ચાલુ જ છે !
પાછળ જ્ઞાતીઓની વંશાવળી ! અમે અમારી પાછળ જ્ઞાનીઓની વંશાવળી મૂકી જઈશું, અમારા વારસદાર મૂકતા જઈશું અને ત્યાર પછી જ્ઞાનીઓની લીંક ચાલ રહેશે. માટે સજીવન મૂર્તિ ખોળજો. એના વગર ઉકેલ આવે તેમ નથી.
હું તો કેટલાંક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?
જેતે જગત સ્વીકારશે, તેનું ચાલશે ! પ્રશ્નકર્તા : આપ કહો છો કે મારી પાછળ ચાલીસ-પચાસ હજાર ૨ડનારા હશે, પણ શિષ્ય એકુંય નહીં હોય. એટલે તમે શું કહેવા માંગો છો ?
દાદાશ્રી : મારો શિષ્ય કોઈ નહીં હોય. આ કંઈ ગાદી નથી. ગાદી હોય તો વારસદાર થાયને ! તમે પિતરાઈ તરીકે વારસદાર થવા આવો ! અહીં તો જેનું ચાલશે તેનું ચાલશે. જે બધાનો શિષ્ય થશે, તેનું કામ થશે. અહીં તો લોકો જેને સ્વીકારશે, તેનું ચાલશે. જે લઘુતમ થશે, તેને જગત સ્વીકારશે !
હું કોણ છું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ‘શુદ્ધાત્મા છું' એ ભાન તમને કેટલો વખત રહે છે ? પ્રશ્નકર્તા : એકાંતમાં એકલાં બેઠા હોય ત્યારે.
દાદાશ્રી : હા. પછી કયો ભાવ રહે છે ? તમને ‘હું ચંદુભાઈ છું” એવો ભાવ આવે છે કોઈ વખત ? તમને રિયલી 'હું ચંદુભાઈ છું' એવો કોઈ દિવસ ભાવ થયેલો ?
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી નથી થયો.
દાદાશ્રી : તો એ તમે શુદ્ધાત્મા જ છો. માણસને એક જ ભાવ હોય. એટલે ‘શુદ્ધાત્મા છું' એ તમને નિરંતર રહે છે જ.
પ્રશ્નકર્તા : પણ ઘણીવાર વ્યવહારમાં શુદ્ધાત્માનું ભાન નથી રહેતું.
દાદાશ્રી : તો ‘હું ચંદુભાઈ છું’ એનું ધ્યાન રહે છે ? ત્રણ કલાક શુદ્ધાત્માનું ધ્યાન ના રહ્યું અને ત્રણ કલાક પછી પૂછે, તમે ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો ? ત્યારે શું કહો ?
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા.
દાદાશ્રી : એટલે એ ધ્યાન હતું જ. એક શેઠ હોય, દારુ પીધો હોય તે વખતે ધ્યાન બધું જતું રહે. પણ દારુ ઊતરી જાય ત્યારે ?
પ્રશ્નકર્તા: પાછાં જાગૃત થઈ જાય. દાદાશ્રી : એવું આ બીજી બહારની અસર છે.
હું પૂછું કે ખરેખર ચંદુભાઈ છો કે શુદ્ધાત્મા છો ? ત્યારે તમે કહો કે “શુદ્ધાત્મા'. બીજે દહાડે તમને પૂછું કે ‘તમે ખરેખર કોણ છો ?” ત્યારે તમે કહો કે “શુદ્ધાત્મા'. પાંચ દહાડા સુધી હું પૂછું, એટલે પછી હું સમજી જઉને, કે તમારી કૂંચી મારી પાસે છે. પછી તમે બૂમો પાડો તો ય હું ગાંઠું નહીં. છોને, બૂમો પાડે.
(૧૩) આત્મદ્રષ્ટિ થયા પછી..
આત્મા પ્રાપ્તિનાં લક્ષણો ! જ્ઞાન” મળ્યું પહેલાં તમે ચંદુભાઈ હતા ને અત્યારે જ્ઞાન લીધા પછી શુદ્ધાત્મા થયા, તેમાં કંઈ અનુભવમાં ફેર લાગે છે ?