________________
હું કોણ છું ?
૩૩
આ દેખાય છે એ ‘દાદા ભગવાન’ હોય. તમે આ દેખાય છે, એને ‘દાદા ભગવાન’ જાણતાં હશો, નહીં ? પણ આ દેખાય છે, એ તો ભાદરણના પટેલ છે, હું ‘જ્ઞાની પુરુષ’ છું. અને આ ‘દાદા ભગવાન’ તો મહીં બેઠા છે ને, મહીં પ્રગટ થયેલા છે તે છે. ચૌદ લોકના નાથ પ્રગટ થયેલા છે, તે જાતે મેં જોયેલા છે, જાતે અનુભવેલા છે. એટલે હું ગેરેન્ટીથી કહું છું કે એ મહીં પ્રગટ થયેલા છે.
અને આ વાત કોણ કરે છે ? ટેપરેકર્ડ વાત કરે છે. કારણ કે ‘દાદા ભગવાન'માં બોલવાની શક્તિ નથી અને આ ‘પટેલ' તો ટેપરેકર્ડના આધારે બોલે છે. કારણ કે ‘ભગવાન’ અને ‘પટેલ’ બેઉ છૂટા પડ્યા એટલે ત્યાં આગળ અહંકાર કરી શકે નહીં. એ ટેપરેકર્ડ બોલે છે, એનો હું જ્ઞાતા-દ્રષ્ટા રહું છું. તમારી ય ટેપરેકર્ડ બોલે છે, પણ તમારા મનમાં ‘હું બોલ્યો’ એવો તમને ગર્વરસ ઉત્પન્ન થાય છે. બાકી, અમારે પણ
દાદા ભગવાનને નમસ્કાર કરવા પડે. અમારે દાદા ભગવાન જોડે
જુદાપણાનો વ્યવહાર જ છે. વ્યવહાર જ જુદાપણાનો છે. ત્યારે લોકો એમ જાણે કે એ પોતે જ દાદા ભગવાન છે. ના, પોતે દાદા ભગવાન કેવી રીતે થાય ? આ તો પટેલ છે ભાદરણના.
(૧૧) શ્રી સીમંધર સ્વામી કોણ ?
તીર્થંકર શ્રી ‘સીમંધર' સ્વામી ! પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એ કોણ છે ? તે સમજાવવા કૃપા કરશો.
દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે તીર્થંકર સાહેબ છે. તેઓ બીજા ક્ષેત્રમાં છે ! ઋષભદેવ ભગવાન થયા, મહાવીર ભગવાન થયા.... એવા એ સીમંધર સ્વામી તીર્થંકર છે. જે આજે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે !
બાકી, મહાવીર ભગવાન તો બધું બતાવી ગયા છે. પણ આ લોકોની સમજણ વાંકી તે શું થાય ? તેથી ફળ નથી મળતું ને ?
હું કોણ છું ?
આ લોકોએ (નમો અરિહંતાણંમાં) આખું પદ જ ઉડાડી મૂકયું છે. અને તીર્થંકરો કહેતા ગયા કે ‘હવે ચોવીસી બંધ થાય છે, હવે તીર્થંકર થવાના નથી એટલે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર છે તેને ભજજો ! ત્યાં આગળ વર્તમાન તીર્થંકરો છે. તો ત્યાં આગળ હવે ભજના કરજો !' પણ એ તો હવે લોકોના લક્ષમાં જ નથી. અને ચોવીસને જ તીર્થંકર કહે છે, તેમાં બધા ય લોક પાછાં !!
ખ્યાલમાં તો સીમંધર સ્વામી જ !
લોકો મને કહે છે કે તમે સીમંધર સ્વામીનું કેમ બોલાવો છો ? ચોવીસ તીર્થંકરોનું કેમ નથી બોલાવતા ? મેં કહ્યું, ચોવીસ તીર્થંકરોનું તો બોલીએ જ છીએ. પણ અમે રીતસરનું બોલીએ છીએ. આ સીમંધર સ્વામીનું વધારે બોલીએ છીએ. એ વર્તમાન તીર્થંકર કહેવાય અને આ
‘નમો અરિહંતાણં’ એમને જ પહોંચે છે. નવકાર મંત્ર બોલતી વખતે સાથે સીમંધર સ્વામી ખ્યાલમાં આવવા જોઈએ, તો તમારો નવકારમંત્ર ચોખ્ખો થયો કહેવાય.
૩૪
ઋણાતુબંધ ભરતક્ષેત્રનું !
પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીના દર્શનનું વર્ણન કરો.
દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે પોણા બે લાખ વરસની ઉંમરના છે. એ ય ઋષભદેવ ભગવાન જેવા છે. ઋષભદેવ ભગવાન આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તેવા આ આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. તે આપણે અહીં નથી પણ બીજી ભૂમિકામાં મહાવિદેહ ક્ષેત્રમાં છે કે જ્યાં માણસ જઈ શકતો નથી. જ્ઞાનીઓ પોતાની શક્તિને ત્યાં મોકલે છે, જે પૂછીને પાછી આવે છે. ત્યાં સ્થૂળ દેહે કરીને ના જવાય પણ અવતાર ત્યાં થાય ત્યારે જવાય. જો અહીંથી ત્યાંની ભૂમિકાના માટે લાયક થઈ ગયો તો ત્યાં અવતાર પણ થાય.
આપણે અહીં ભરતક્ષેત્રમાં તીર્થંકરોનો જન્મ થતો બંધ થઈ ગયો,