________________
ગુરુ-શિષ્ય
૭૫
ગુરુ-શિષ્ય
સેવા અને બીજા ધક્કા ખઈને ચૂકવાય. બીજી રીતે ય બધી બહુ હોય છે. નિસ્પૃહીને ય બીજે રસ્તે સેવા કરી શકાય એવું છે.
અંતર્યામી ગુરુ ! પ્રશ્નકર્તા : બાહ્યગુરુ ને અંતર્યામી ગુરુ-આ બન્નેની ઉપાસના સાથે કરી શકાય ?
દાદાશ્રી : હા. અંતર્યામી ગુરુ જો પોતે તમને માર્ગદર્શન આપ્યા કરતા હોય તો પછી બાહ્યગુરુની જરૂર નથી.
પ્રશ્નકર્તા: દેહધારી ગુરુ હોય તો પુરુષાર્થ વધારે થઈ શકે.
દાદાશ્રી : હા, એ તો પ્રત્યક્ષ ગુરુ હોય તો પુરુષાર્થ તરત થાય. અંતર્યામી તો તમને બહુ માર્ગદર્શન આપતા હોય, તે બહુ ઊંચું કહેવાય. અંતર્યામી પ્રગટ થવું બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો બહારના જે ગુરુ છે, તે તમને વધારે હેલ્પ કરશે.
નહીં તો મહીં તમારા આત્માને ગુરુ કરો, એનું નામ શુદ્ધાત્મા. એમને કહીએ, હે શુદ્ધાત્મા ભગવાન, તમે મને દોરવણી આપજો, તો એ આપે.
કોને જરૂર નહીં ગુરુતી ? પ્રશ્નકર્તા : આપની પાસે યથાર્થ સમકિત થઈ જાય તો પછી ગુરુની જરૂરત નહીં ને ?
દાદાશ્રી : પછી ગુરુ ના જોઈએ ! ગુરુની કોને જરૂર નહીં ? કે મારા જેવા જ્ઞાની પુરુષને ગુરુની જરૂર નહીં. જેને પોતાના સર્વસ્વ દોષો દેખાય છે !
પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યું તે એમાં સતત જાગ્રત રહેવા માટે ગુરુનો સત્સંગ અથવા તો ગુરુનું સામીપ્ય જરૂરી ખરું કે નહીં ?
દાદાશ્રી : હા, એ બધું જરૂર ને ! પાંચ આજ્ઞા પાળવાની જરૂર, બધી જ જરૂર !
પ્રશ્નકર્તા : એટલે ગુરુની જરૂર ખરી જ ને ?
દાદાશ્રી : ગુરુની જરૂર નહીં. આ સાધ્ય થયા પછી ગુરુ કોણ છે ? સાધકને ગુરુ હોય. આ મને સાઈઠ હજાર માણસો મળ્યા. એમને ગુરુ કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : એમને સત્સંગની જરૂર ખરી ? દાદાશ્રી : હા, સત્સંગની જરૂર. પછી પાંચ આજ્ઞા પાળવાની જરૂર. પ્રશ્નકર્તા : અહીં રોજ આવે, તમે જ્યારે હો ત્યારે એ જરૂર ને ?
દાદાશ્રી : હું અહીં હોઉં ત્યારે લાભ ઉઠાવે. ને રોજ ના આવે ને મહિને આવે તો ય વાંધો નથી.
પ્રશ્નકર્તા: તમારી ગેરહાજરીમાં એ પ્રકારની જાગૃતતાની જરૂર ખરી કે નહીં ? સત્સંગની જરૂર ખરી કે નહીં ?
દાદાશ્રી : જરૂર તો ખરી જ ને ! પણ બને એટલું કરવું જોઈએ, જેટલું બને એટલું. તો તમને વધારે લાભ થાય.
પ્રશ્નકર્તા ઃ આપ પરદેશ જાવ ત્યારે અહીંયા બિલકુલ ખાલી હોય છે. અહીં પછી કોઈ ભેગું થતું નથી.
દાદાશ્રી : એવું તો તમને ખાલી લાગે છે. અમને કોઈને ખાલી ના લાગે. આખો દહાડો દાદા ભગવાન જોડે જ રહે છે. હોલડે, નિરંતર ચોવીસેય કલાક જોડે રહે છે દાદા ભગવાન. હું ત્યાં ફોરેન હોઉં તો ય ! ગોપીને જેવી રીતે કૃષ્ણ ભગવાન રહેતા હતાને એવી રીતે રહે છે, નિરંતર !
એનું નામ શિષ્ય કહેવાય ! તમને ફોડવાર સમજ પડી કે નહીં ? ફોડવાર સમજ પડે તો ઊકેલ આવે. નહીં તો આનો ઊકેલ કેમ આવે ?! જે ફોડવાર હું સમજ્યો ને જે ફોડવારથી હું છૂટ્યો છું, સંપૂર્ણ છૂટ્યો છું, જે રસ્તો મેં કર્યો છે એ જ રસ્તો મેં તમને દેખાડ્યો છે.