________________
ગુરુ-શિષ્ય
৩৩
પ્રશ્નકર્તા : પણ આવી વાત તો બહારનો માણસ શી રીતે સમજે ?
દાદાશ્રી : બહારનાએ નહીં સમજવાનું. આ તો તમારે સમજવાનું છે. બીજાને સમજાય એવી વાત નથી. એ તો જેને જેટલું ઊતરે એટલું ઉતરે ! બધાં ના યે સમજી શકે. બીજાં બધાંને એટલી શક્તિ હોવી જોઈએ ને ! પચાવવાની શક્તિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ?! ને આ માણસોનું કંઈ ઠેકાણું નહીં. મગજનું ઠેકાણું નહીં, મનનું ઠેકાણું નહીં, જ્યાં ને ત્યાં ચિડાઈ જાય, જ્યાં ને ત્યાં લઢી પડે. એ તો આગળનાં મનુષ્યો હતા સ્થિરતાવાળા !
બાકી આ તો રોળાઈ ગયેલા લોક ! પેણે બોસ ટૈડકાવે, ઘેર બૈરી ટૈડકાવે. કો’ક જ માણસ આમાંથી બચે. બાકી અત્યારે તો રોળાઈ ગયેલું ! અત્યારે તો લોક ગુરુ પાસે શેના માટે જાય છે ? લાલચ માટે જાય છે કે ‘મારું આ સમું કરજો, ને મારું આમ થાય ને ગુરુ મારી પર કંઈ કૃપા કરે ને મારો દહાડો વળે.’
પ્રશ્નકર્તા : તો ગુરુ કરતી વખતે શિષ્યમાં કેવાં ગુણ હોવા જોઈએ ?
દાદાશ્રી : અત્યારે શિષ્યમાં ગુણ ક્યાંથી સારા હોય ! અને તે ય આ કળિયુગમાં ?! બાકી, શિષ્ય તો કોને કહેવાય ? કે એના ગુરુ ગાંડા કાઢે તો ય પણ શ્રદ્ધા ઊઠે નહીં, એનું નામ શિષ્ય કહેવાય ! ગુરુ ગાંડા કાઢે તો ય આપણી શ્રદ્ધા ના ઊઠે, એ આપણા શિષ્ય તરીકેનાં ગુણ કહેવાય. એવું બને તમારે ?
પ્રશ્નકર્તા : હજુ એવો પ્રસંગ ઉપસ્થિત નથી થયો.
દાદાશ્રી : એવું થાય તો શું કરો ?
હા, ગુરુ પર શ્રદ્ધા મૂકો તો આવી મૂકો, કે જે શ્રદ્ધા મૂક્યા પછી ઊઠાડવી ના પડે. નહીં તો શ્રદ્ધા મૂકવી નહીં પહેલેથી, એ શું ખોટું ?!
આગલે દહાડે એમને લોક માનતા હતા, ને પછી ગુરુ ગાંડા કાઢે એટલે ગાળો દેવા માંડ્યા. આવડી આવડી ચોપડાવે. અલ્યા, ત્યારે તેમને માન્યા શું કરવા તેં ? અને જો માન્યા તો ચોપડવાની બંધ કર. અત્યાર
૭૮
ગુરુ-શિષ્ય
સુધી પાણી પાઈ મોટું કર્યું એ જ ઝાડ તેં કાપ્યું. તારી શી દશા થશે ?! ગુરુનું જે થવાનું હશે તે થશે, પણ તારી શી દશા થશે ?!
પ્રશ્નકર્તા : આપણે મનમાં ગુરુ માટે ઊંચી કલ્પના કરી હોય છે ને, તે ખંડિત થઈ જાય છે એટલે આવું બને છે ?
દાદાશ્રી : કાં તો ગુરુ કરશો નહીં, ને કરો તો ગુરુ ગાંડા કાઢે તો ય એમાં તમારી દ્રષ્ટિ ના બગડવી જોઈએ.
ત જોવાયુ ભૂલ કદિ ગુરુતી !
આ તો પાંચ દહાડામાં જ ગુરુની ભૂલ કાઢે. ‘તમે આવું કેમ કરો છો ?” અલ્યા, એમની ભૂલ કાઢે છે ?! ગુરુની ભૂલ કાઢે આ લોકો ?
પ્રશ્નકર્તા : ગુરુની કોઈ દિવસ ભૂલ ના કાઢવી જોઈએ !
દાદાશ્રી : હા, પણ તે ભૂલ કાઢ્યા વગર રહે નહીં ને ! આ તો કળિયુગનાં લોકો ! એટલે પછી અધોગતિમાં જાય. અત્યારે ગુરુ પરફેક્ટ હોય નહીં. અત્યારે પરફેક્ટ ગુરુ ક્યાંથી લાવે ?! આ ગુરુ તો કેવા ?! કળિયુગના ગુરુઓ !
ગુરુથી જાણે ભૂલચૂક થઈ જાય તો પણ એનો ય જો તું શિષ્ય છે તો હવે છોડીશ નહીં. કારણ કે બીજું બધું કર્મના ઉદય હોય છે. એવી ના સમજણ પડે તમને ? તું શું કરવા બીજું જુએ છે ? એમનાં પદને તું નમસ્કાર કર ને ! એ જે કરે એ તારે જોવાનું નથી. હા, એમનો ઉદય આવ્યો છે. એને એ ભોગવે છે. તેમાં તારે શું લેવાદેવા ? તારે એમનું જોવાની જરૂર શું ! એમનાં પેટમાં ચૂંક આવતી હોય તો એ ગુરુપણું જતું રહ્યું ?! એમને એક દહાડો ઊલટી થઈ તો એમનું ગુરુપણું જતું રહ્યું ? આપણને કર્મના ઉદય હોય તો એમને કર્મના ઉદય ના હોય ?! તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : પેટમાં ચૂંક થતી હોય તો બધા શિષ્યોએ જતાં રહેવું ?! અત્યારે મને પેટમાં ચૂંક આવે તો તમે બધાં જતાં રહો ?! માટે અપરાધમાં