________________
ગુરુ-શિષ્ય
કે પછી ગુરુને ભૂલી જવાના ?!
દાદાશ્રી : અમે ‘ગુરુ રહેવા દો' કહીએ છીએ. ગુરુ તો જોઈએ જ બધામાં. વ્યવહારિક ગુરુ હોય એ તો આપણા હિતકર્તા કહેવાય, એ આપણું હિત જુએ. વ્યવહારમાં કંઈ અડચણ આવે તો પૂછવા જવું પડે. વ્યવહારિક ગુરુ તો જોઈએ જ આપણને. એને આપણે ખસેડવાના નહીં. અને જ્ઞાની પુરુષ તો મુક્તિનું સાધન બતાડે, કંઈ વ્યવહારમાં ડખો ના કરે. એટલે જ્ઞાની પુરુષ તો મોક્ષને માટે છે. આપણા ગુરુ અને એમને કશું લેવા-દેવા નથી.
૩૧
પેલા ગુરુ છોડી નહીં દેવાના. ગુરુ તો રહેવા જ દેવાના. ગુરુ વગર તો વ્યવહાર શી રીતે ચલાવો ?! અને જ્ઞાની પુરુષ પાસે નિશ્ચય જાણવા મળે, જો જાણવો હોય તો. પેલા ગુરુ સંસારમાં મદદ કરે, સંસારમાં આપણને જે સમજણ જોઈએ તે બધી આગળની હેલ્પ આપે, કંઈ અડચણ હોય તો સલાહ આપે, અધર્મમાંથી છૂટા કરે છે અને ધર્મ દેખાડે છે. અને જ્ઞાની તો ધર્મ ને અધર્મ બેઉ છોડાવી દે અને મુક્તિ તરફ લઈ જાય. આપને સમજાયું ને ? એ વ્યવહારના ગુરુ સંસારમાં આપણને સંસારિક ધર્મો શીખવાડે, શું સારું કરવું ને શું ખરાબ છોડી દેવું, એ બધી શુભાશુભની વાતો આપણને સમજણ પાડે. સંસાર તો ઊભો રહેવાનો, માટે એ ગુરુ તો રહેવા દેવાના અને આપણે મોક્ષે જવું છે, તો એને માટે જ્ઞાની પુરુષ જુદા ! જ્ઞાની પુરુષ એ ભગવાનપક્ષી કહેવાય.
તા ભૂલાય ઉપકાર ગુરુતો !
પ્રશ્નકર્તા : ‘દાદા’ મળ્યા પહેલાં કોઈને ગુરુ માનેલા હોય તો ? તો એણે શું કરવું ?
દાદાશ્રી : તો એમને ત્યાં જવાનું ને ! અને ના જવું હોય તો જવું એવું ફરજિયાત નથી. આપણે જવું હોય તો જવું ને ના જવું હોય તો ના જવું. એમને દુઃખ ના થાય એટલા માટે ય જવું જોઈએ. આપણે વિનય રાખવો જોઈએ. અહીં આગળ ‘જ્ઞાન’ લેતી વખતે પછી મને કો'ક પૂછે કે, ‘હવે હું ગુરુને છોડી દઉં ?” ત્યારે હું કહું કે, ‘ના છોડીશ, અલ્યા.
૭૨
ગુરુ-શિષ્ય
એ ગુરુના પ્રતાપે તો અહીં સુધી આવ્યો છું.' ગુરુને લઈને માણસ કંઈક મર્યાદામાં રહી શકે. ગુરુ ના હોય ને, તો મર્યાદા ય ના હોય અને ગુરુને કહેવાય કે ‘મને જ્ઞાની પુરુષ મળ્યા છે. એમનાં દર્શન કરવા જઉં છું.’ કેટલાંક માણસો તો એમના ગુરુને મારી પાસે હઉ તેડી લાવે છે. કારણ કે ગુરુને ય મોક્ષ જોઈતો હોય ને !
પ્રશ્નકર્તા : એક વાર ગુરુ કર્યા હોય ને પછી છોડી દઈએ તો શું
થાય ?
દાદાશ્રી : પણ ગુરુને છોડવાની જરૂર જ નથી. ગુરુને છોડીને શું કામ છે ?! અને હું શું કરવા છોડવાનું કહું ?! એ પાછી પંચાતમાં હું ક્યાં પડું ?! તેનાં અવળાં પરિણામ ઊભાં થાય તેનો ગુનેગાર હું ઠરું ! હવે એ ગુરુને મનાવી લઈને આપણે એમની જોડે કામ લેવું. એવું બની શકે છે આપણાથી. આપણે આ ભાઈની પાસે કામ ના ફાવતું હોય, મેળ ના પડતો હોય, તો આપણે એમની પાસેનાં કામો ઓછાં લેવાં. પણ અમથાં એમની પાસે આવવું-જવું, એમાં વાંધો શો છે આપણને ?
પ્રશ્નકર્તા : ધારો કે કોઈએ બીજા ગુરુ કર્યા હોય, પછી આપ મળ્યા. એટલે પેલી ચા ને આ જલેબી જેવું થઈ જાય, તેનું શું ?
દાદાશ્રી : એ ચા-જલેબી જેવું થઈ જાય એ ડીફરન્ટ મેટર. એ તો સ્વાભાવિક થઈ જાય. આપણે જો એમ કહીએ કે ‘એને છોડી દો’ તો તો અવળા ચાલશે. માટે છોડી નહીં દેવાનું. મોળું લાગે તો મોળું, પણ છોડી નહીં દેવાનું. એમને દુઃખ ના થાય એટલા માટે કો’ક દહાડો આપણે જઈને દર્શન કરી આવવાનાં. એમને એમ ના લાગે કે ‘આ આવતો હતો ને, પણ ફરી ગયો.’ એ જો જાણે કે તમે બીજે જાવ છો ત્યારે કહીએ, આપના આરાધનથી જ મને એ ફાયદો મળ્યો છે ને ! આપે જ આ રસ્તે ચઢાવી આપ્યો છે ને, મને !' એટલે એમને આનંદ થાય. આત્મસન્મુખનો માર્ગ કેવો છે ? કોઈએ એક ચાનો પ્યાલો પીવડાવ્યો હોય ને, તો એને ભૂલે નહીં. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : સમજણ ના પડી માટે આ પૂછ્યું.