________________
ગુરુ-શિષ્ય
બિચારાનો ? એ તો દુખિયા છે માટે મારી પાસે આવ્યા અને જો સુખિયા ના થાય તો પછી મારી ભૂલ છે.
૬૯
આ તો ગુરુદેવે ઠોકી બેસાડેલું કે પોતાનાથી બીજાને સુખિયા ના કરાય એટલે કહે, ‘તમે વાંકા, આવા વાંકા તેથી થાય છે આવું ?” વકીલ એના અસીલને શું કહે કે, તારું કર્મ ફૂટલું છે તેથી આવું અવળું થયું.’
બાકી, ગુરુ કેવા હોવા જોઈએ ? સર્વસ્વ દુઃખ લઈ લે ! બીજા તો ગુરુ કહેવાતા હશે ?!
પ્રશ્નકર્તા : પણ મને મારી પ્રકૃતિનો વાંક લાગે છે.
?
દાદાશ્રી : પ્રકૃતિનો વાંધો નથી. ગુરુ તો ગમે તેવી તમારી પ્રકૃતિ હોય પણ લઈ લે. આ ગુરુ થઈ બેસે છે તે અમથા થઈ બેસે છે ? લોક તો ગમે તે દુકાનમાં બેસી જઈને કાલાવાલા કર્યા કરે. એમ ના જુએ કે ક્રોધ-માન-માયા-લોભની ટાઢ વાયા કરે. એ શું કામનું તે ? પણ આપણા લોકોને આ જ કુટેવ છે. જેની દુકાનમાં પડ્યો પાથર્યો રહે, પણ એમ ના જુએ કે ક્રોધ-માન-માયા-લોભ ગયા ? નબળાઈ ગઈ ? મતભેદ ઓછાં થયા ? કંઈ ચિંતા ઘટી ? ઉકળાટ ઘટ્યો ? આધિ, વ્યાધિ, ઉપાધિ ઘટી ?! ત્યારે કહે, ‘કશું ય ઘટ્યું નથી.’ ત્યારે અલ્યા, એ મેલને પૂળો અહીંથી, આ દુકાનમાંથી કાઢી નાખને ! એવું ના સમજાય બળ્યું ?!
આ તો ગુરુઓની ભૂલ છે બધી. આ કોઈ ગુરુ ‘હા’ પાડે નહીં. સાચી વાત કહેવા હું આવ્યો છું. મને કોઈની જોડે ભેદ નથી કે કોઈની જોડે ભાંજગડ નથી ! બાકી, કોઈ ગુરુ હા નહીં પાડે. કારણ કે એમની ધજા બરોબર નથી. ગુરુ થઈ બેઠા છે, ચડી બેઠા છે પબ્લિક પર ! ક્લેશ કાઢે તે સાચા ગુરુ !
ગુરુ એ કે આપણને ક્લેશ ના થાય એવી સમજણ પાડે. આખા મહિનામાં ય ક્લેશ ના થાય એવી સમજણ પાડે, એનું નામ ગુરુ કહેવાય. અને આપણને જો ક્લેશ થતો હોય તો સમજવું કે ગુરુ મળ્યો નથી. કઢાપો-અજંપો થાય તો ગુરુ કર્યાનો અર્થ શો છે તે ? ને ગુરુને કહી દેવું કે, ‘સાહેબ, તમારો કઢાપો-અજંપો ગયો નથી લાગતો. નહીં તો મારો
ગુરુ-શિષ્ય
કઢાપો-અજંપો કેમ ના જાય ?! મારો જાય એવો હોય તો જ હું તમારી પાસે ફરી આવું. નહીં તો ‘રામ રામ, જય સચ્ચિદાનંદ’ કહીએ ! આવી દુકાનો ફરી ફરીને તો અત્યાર સુધી અનંત અવતાર ભટક્યો ! અને કશું ના થતું હોય તો ગુરુને કહી દેવાનું કે, ‘સાહેબ, આપ બહુ મોટા માણસ મળ્યા છો, પણ અમને કશું થતું નથી. માટે જો ઉપાય હોય તો કરી જુઓ, નહીં તો અમે જઈએ હવે.' આમ ચોખ્ખું કહેવું ના જોઈએ ? આપણે દુકાને જઈએ તો ય કહીએ છીએ કે, ભઈ, રેશમી માલ ના હોય તો અમારે ખાદી જોઈતી નથી.’
૭૦
ગુરુ તો આપણે જેની સમજણપૂર્વક પૂજા કરી હોય, બધું આપણું માલિકીભાવ સોંપ્યો હોય ત્યારે એ ગુરુ કહેવાય, નહીં તો ગુરુ શેનો ? આપણું અંધારું દૂર કર્યું હોય એમના દેખાડ્યા રસ્તે ચાલીએ તો ક્રોધ-માનમાયા-લોભ ઓછાં થતા જતા હોય, મતભેદ ઓછા થતા હોય, ચિંતા-ક્લેશ થાય નહીં બિલકુલેય. ક્લેશ થાય તો તો ગુરુ છે જ નહીં મૂઆ, એ ખોટાં બધાં !
ત વેડફાય એક ગુરુમાં મનુષ્ય ભવ !
લોકો તો એક ગુરુ કરીને અટક્યા છે, આપણે ના અટકાય. સમાધાન થાય નહીં ત્યાં ગુરુ બદલી જ નાખવાના. જ્યાં આગળ આપણા મનનું સમાધાન વધે, અસંતોષ ના થાય, જ્યાં અટકવાનું મન થાય ત્યાં અટકી જવું. બાકી આ લોકો અટક્યા છે એમ માનીને અટકવું નહીં. કારણ કે એમાં તો અનંત અવતાર બગડ્યા છે. મનુષ્યપણું વારેઘડીએ હોતું નથી અને ત્યાં આગળ અટકીને બેસી રહીએ તો આપણું નકામું જાય. એમ કરતાં કરતાં ખોળતાં ખોળતાં કો'ક દહાડે મળી આવશે. મળી આવે કે ના મળી આવે ? આપણે મુખ્ય વસ્તુ ખોળવી છે. ખોળનારને મળી આવે છે. જેને ખોળવા નથી ને ‘આ અમારા ભાઈબંધ જાય છે ત્યાં જઈશું' એ બગડી ગયું !
વ્યવહારમાં ગુરુ : તિશ્વયમાં જ્ઞાતી !
પ્રશ્નકર્તા : આપણે જેને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, એ જ્ઞાની ન હોય. જ્ઞાની તો આપ કહેવાઓ. તો ગુરુ અને જ્ઞાની બન્નેને સાચવવાના