________________
ચિંતા
૧૯
ચિંતા કરનારો મરી જશે કે જેની ચિંતા કરે છે એ મરી જશે, એ શું કહેવાય ?! પાંચ વર્ષ બાકી રહ્યાં, તે પહેલાં ચિંતા શી રીતે કરાય ?
પાછું એ ય દેખાદેખીથી કે ફલાણા ભાઈ તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો ! તે ચિંતામાં ને ચિંતામાં પછી તડબૂચા જેવો થઈ જાય ! અને છોડી પૈણાવવાની થાય ત્યારે ચાર આના ય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ?
આપણે ચિંતા ક્યારે કરવાની છે ? કે જ્યારે આજુબાજુના લોકો કહે છે, છોડીનું કંઈ કર્યું ?” એટલે આપણે જાણવું કે હવે વિચાર કરવાનો વખત આવ્યો અને ત્યારથી એને માટે પ્રયત્નો કર્યા કરવાના ! આ તો આજુબાજુવાળા કોઈ કહેતા નથી ને ત્યાર પહેલાં આ તો પંદર વર્ષ પહેલાંથી ચિંતા કરે ! પાછો એની બૈરીને હઉ કહેશે કે, ‘તને યાદ રહેશે કે આપણી છોડી મોટી થાય છે, એને પૈણાવવાની છે ?!' અલ્યા, પાછો વહુને શું કામ ચિંતા કરાવું છું ?!
....કટાઈમે ચિંતા ?!
સત્તર વર્ષ પહેલાં છોકરી પૈણાવાની ચિંતા કરે છે, તો મરવાની ચિંતા કેમ નથી કરતો ? ત્યારે કહેશે કે, ‘ના, મરવાનું તો સંભારશો જ નહીં.’ ત્યારે મેં કહ્યું કે, ‘મરવાનું સંભારવામાં શો વાંધો છે ? તમે નથી મરવાના ? ત્યારે કહે કે, ‘પણ મરવાનું સંભારશોને, તો આજનું સુખ જતું રહે છે, આજનો સ્વાદ બધો અમારો બગડી જાય છે.’ ‘ત્યારે છોડીનું પૈણવાનું શું કરવા સંભારે છે ? તો ય તારો સ્વાદ જતો રહેશે ને ? અને છોડી બધું એનું પૈણવાનું લઈને આવેલી છે. મા-બાપ તો આમાં નિમિત્ત છે.’ આ છોડી એનું પૈણવાનું, બધું જ સાધન લઈને આવેલી હોય છે. બેંક બેલેન્સ, પૈસો, બધું લઈને આવેલી છે. વધારે કે ઓછો જેટલો ખર્ચો હોય એ એક્ઝેક્ટલી બધું લઈને આવેલી હોય છે.
છોડીની ચિંતા તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો, છોડી
૨૦
ચિંતા
એને માટે છોકરો ય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે તેને માટે છોકરો જણજો, એવું કહેવા જવું પડે ? એટલે બધો સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, ‘આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી. આમ છે, તેમ છે.’ તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે, પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે ? સૂઈ જાને, છાનોમાનો ! એ છોડી એનું ટાઈમિંગ બધું ગોઠવીને આવેલી છે.
સત્તામાં નહીં એ ચીતરવું નહીં. ગયા અવતારની બે-ત્રણ નાની છોડીઓ હતી, છોકરાં હતાં, એ બધાં આવડાં આવડાં નાનાં નાનાં મૂકીને આવ્યા'તા, તે એ બધાની કઈ ચિંતા કરે છે ? કેમ ? અને આમ મરતી વખતે તો બહુ ચિંતા થાય છે ને, કે નાની બેબીનું શું થશે ?! પણ અહીં પછી નવો જન્મ લે છે, તે પાછળની કશી ચિંતા જ નહીં ને ! કાગળબાગળ કશું જ નહીં !! એટલે આ બધી પરસત્તા છે, એમાં હાથ જ ના ઘાલવો. માટે જે બને એ ‘વ્યવસ્થિત'માં હો તે ભલે હો, ને ના હો તે પણ ભલે હો.
ચિંતા કરવા કરતાં, ધર્મમાં વાળો !
પ્રશ્નકર્તા : ઘરના જે મુખ્ય માણસ હોય, એને જે ચિંતા હોય એ કઈ રીતે દૂર કરવી ?
દાદાશ્રી : કૃષ્ણ ભગવાને શું કહ્યું છે કે ‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.' એવું વાંચવામાં આવ્યું છે ? તો પછી ચિંતા કરવાની શું જરૂર છે ?
એટલે બચ્ચાનો કકળાટ શું કરવા કરો છો ? ધર્મને રસ્તે વાળી દો એમને, સારાં થઈ જશે.
કેટલાંક તો ધંધાની ચિંતાઓ કર્યા જ કરે છે. એ શાથી ચિંતા કરે