________________
ચિંતા
૧૩
એટલે નેચરની ઉપરે ય ભરોસો નથી, પોતાની જાત ઉપરે ય ભરોસો નથી, ભગવાન ઉપરે ય ભરોસો નથી. કોઈ ચીજ ઉપર ભરોસો નથી, પોતાની વાઈફ ઉપરે ય ભરોસો નથી !
પોતે જ આમંત્રેલી ચિંતા !
ચિંતા કરે તે ય પાડોશીઓનું જોઈને. પાડોશીના ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. અલ્યા, જીવન જરૂરિયાત માટે કેટલું જોઈએ ? તું એકવાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાતો છે. દા.ત. ઘરમાં ખાવા-પીવાનું પૂરતું જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. તે તેટલું તને મળી રહેશે જ. પણ જો પાડોશીના બેંકમાં દસ હજાર મૂક્યા હોય તો તને મહીં ખેંચ્યા કરે. આનાથી તો દુઃખ ઊભાં થાય છે. દુઃખને મૂઓ જાતે જ નોતરે છે.
જીવવાતો આધાર, અહંકાર !
વ્યાકુળ તો જ્યારે પૈસા બહુ આવેને તો જ વ્યાકુળ હોય, ચિંતિત હોય આ અમદાવાદના મિલવાળા શેઠીયાઓની વિગત કહું તો તમને એમ લાગે કે હે ભગવાન ! આ દશા એકુંય દિવસ આપશો નહીં. આખો દહાડો શક્કરીયું ભરહાડમાં મૂક્યું હોય એમ બફાયા કરતો હોય. ફક્ત જીવે છે શા આધારે ? મેં એક શેઠને પૂછ્યું ? ‘શા આધારે તમે જીવો છો ?” ત્યારે કહે, ‘એ તો મને ય ખબર પડતી નથી.’ ત્યારે મેં કહ્યું, ‘કહી આપું ? બધાથી મોટો તો હું જ છું ને ! બસ, આનાથી જીવી રહ્યા છે.’ બાકી કશું ય સુખ ના મળે.
ત કરો અપ્રાપ્તતી ચિંતા
કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા'તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું શેઠાણી, ‘તમે કેમ સામે આવીને બેઠાં ?” તો કહે, ‘સમી રીતે
૧૪
ચિંતા
જમતા નથી શેઠ કોઈ દહાડો ય.' એટલે હું સમજી ગયો. ત્યારે મેં શેઠને પૂછ્યું, ત્યારે કહે, ‘મારું ચિત્ત બધું ત્યાં જતું રહે છે.’ મેં કહ્યું, ‘એવું ના કરશો. વર્તમાનમાં થાળી આવી એને પહેલું એટલે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો. જે પ્રાપ્ત વર્તમાન હોય એને ભોગવો.’
ચિંતા થતી હોય તો પછી જમવા માટે રસોડામાં જવું પડે ? પછી બેડરૂમમાં સૂવા જવું પડે ? અને ઓફિસમાં કામ પર ?
પ્રશ્નકર્તા : એ પણ જઈએ.
દાદાશ્રી : એ બધાં ડિપાર્ટમેન્ટ છે. તો આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું. પણ બીજામાં ડિવિઝનમાં જમવા ગયા એટલે પેલી ઉપાધિ પેલા ડિવિઝનમાં અને આ જમવા ગયા તો ટેસથી જમવું. બેડરૂમમાં ગયા તો પેલી ઉપાધિ ત્યાંની ત્યાં રાખવી. આમ ગોઠવણી નથી એ માણસ માર્યો જાય. જમવા બેઠો હોય, તે ઘડીએ ચિંતા કરે કે ઓફિસમાં શેઠ વઢશે ત્યારે શું કરીશું ? અલ્યા, વઢશે ત્યારે દેખ લેંગે ! અલ્યા, જમને નિરાંતે !
ભગવાને શું કહેલું કે, ‘પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.’ એટલે શું કે જે પ્રાપ્ત છે એને ભોગવો ને !
એરકંડિશતમાં ય ચિંતા !
પ્રશ્નકર્તા : બીજી ચિંતાઓ હોયને મગજ ઉપર.
દાદાશ્રી : જમવાનું જમતા હોય તો ય ઉપર ચિંતા હોય જ. એટલે પેલો ઘંટ લટકેલો જ હોય ઉપર, તે ક્યારે પડશે, ક્યારે પડશે, ક્યારે પડશે !! હવે બોલો, આવાં ભયના સંગ્રહસ્થાનની નીચે આ બધા ભોગવવાનાં ! એટલે કેમ કરીને પોષાય આ બધું ? છતાં ય લોકો નફફટ થઈને ભોગવે ય છે. જે થવાની હશે તે થશે પણ ભોગવો ! આ જગતમાં