________________
ચમત્કાર
૩૩
૩૪
ચમત્કાર
લઈ લેવાનાં છો ? મોટા દર્દ લેવાવાળા આવ્યા, સંડાસ જવાની શક્તિ નથી ને !
અરે, મારા સંબંધમાં ય લોકો એવું કહેતા હતા ને ! ત્રણ વર્ષ ઉપર આ પગને ફ્રેકચર થયેલું. તે અમદાવાદના મોટા સાહેબ આવેલા, દર્શન કરવા. મને કહે કે, ‘દાદા, આ તમે કોનું દર્દ લાવ્યા ?’ આ તમે ભણેલા માણસ જો આવું બોલશો તો અભણનું તો ગજું જ શું બિચારાનું ?! તમે, ભણેલા છો. તમારી જાત ઉપર તમને શ્રદ્ધા છે ને આવું તમે માની લો છો ? આ દુનિયામાં કોઈનું દર્દ કિંચિત્માત્ર કોઈ કશું લઈ શકે નહીં. હા, એને સુખ આપી શકે. એનું જે સુખ છે, તેને એ હેલ્પ કરે, પણ દર્દ લઈ શકે નહીં. આ તો મારે મારું કર્મ ભોગવવાનું. સહુ સહુને પોતપોતાના કર્મ ભોગવ્યે જ છૂટકો થાય. એટલે આ બધી વાત ઉપજાવી કાઢી છે. આ તો લોકોને છેતરીને દમ કાઢી નાખ્યો છે અને તે પાછાં આપણા હિન્દુસ્તાનના ભણેલાં ય માને છે !! સામા થાવને, કે ‘લ્યો, આ આમ કરી આપો.” પણ એવું પૂછવાની યે શક્તિ નથીને !! આવું પહેલું ના ચાલવા દેવું જોઈએ !!
ત વધે આયુ પળભર ! પ્રશ્નકર્તા : મેં તો એટલે સુધી સાંભળેલું છેને કે કહે છે, અમારા જે આચાર્ય છે, એમણે ફલાણા વકીલને દસ વર્ષનું આયુષ્ય વધારી આપ્યું.
દાદાશ્રી : હવે આવું બોલે છે તેથી તો ધર્મ ઉપર લોકોને જે પ્રેમ આવે છેને, તે ય છોડી દે બધા. અને એવું કહે તો આપણે પૂછીએ, “અરે ભાઈ, આ વકીલને જ કેમ આપ્યું ? બીજાને કેમ નથી આપતા ? એનું શું કારણ ? કહો ચાલો ? અને તમે આપનાર હો તો દસ વર્ષ શું કરવા આપ્યું ? ચાલીસ વર્ષ આપી દેવા હતાને !' એવા બધા હું તો સો પ્રશ્નો ઊભા કરું. શું કહેતા હતા ? અહીં આગળ દસ વર્ષનું આયુષ્ય આપ્યું ?
પ્રશ્નકર્તા : એવું મેં સાંભળેલું.
દાદાશ્રી: સાંભળેલું ખોટું યે હોય વખતે. બીજું કશું સાંભળેલું છે એવું ? કોઈ મનુષ્યની કે ગુરુની નિંદા નહીં કરવી જોઈએ. શું ખોટું છે ને શું સાચું
છે, એની વાત જ કરવા જેવી નથી !તમે હઉ સાચું માનેલું એવું બધું ? તમે તો ભણેલા છો, તમને આ વાતમાં હવે શંકા પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા: શંકા પડે. દાદાશ્રી : શંકા પડે એ વસ્તુ છોડી દેજો, માનશો નહીં એને !
લખ્યા લેખ ન મિટે કોઈથી ! પ્રશ્નકર્તા : સંત લેખ પર મેખ મારી શકે ખરા ?
દાદાશ્રી : આ ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’ છેને, એમાં કશું લેખ ઉપર મેખ વાગે એવી જ નથી અને મેખ વાગે એવી દેખાય છે, આપણને અનુભવમાં આવે છે, સંત થકી કે “જ્ઞાની પુરુષ' થકી, એ એમનું યશનામ કર્મનું ફળ આવેલું છે ! એટલે લેખ ઉપર મેખ કોઈ કશું મારી શકે નહીં. નહીં તો કૃષ્ણ ભગવાન મેખ ના મારત ? એમને મેખ મારતા નહોતી આવડતી ? એ તો પોતે વાસુદેવ નારાયણ કહેવાય.
પ્રશ્નકર્તા : પણ કેટલાંક સંતો એમ પણ કહે છે કે એમણે મૃત્યુને દૂર કરવાનો પ્રયત્ન કર્યો !
દાદાશ્રી : એવું છેને, હિન્દુસ્તાનમાં બધા સંતોએ મૃત્યુને દૂર કરવાનાં પ્રયત્નો કર્યા છે. પણ કોઈને એમ લાગ્યું છે કે મૃત્યુ દૂર થયું છે, એવું ? એટલે આ બધો અહંકાર છે. અહંકારની બહાર કોઈ સંત નીકળ્યા નથી. એ બધો અહંકાર છે અને અહંકારીઓને સમજાવવા માટે છે. નિર્અહંકારી તો આવી વાતો સાંભળે ય નહીં. ગાંડો માણસ બોલતો હોયને, એના જેવી વાત કરે છે આ તો !! આ તો આપણા બધાય સંતો એવું બોલે, પણ એ તો અહંકારથી બોલે છે ને સાંભળનારા ય અહંકારવાળા છે, એટલે મેળ પડ્યો ! આ તો “સાયન્ટિફિક રીતે ય સમજાય એવું છે. વિજ્ઞાનથી સમજાય કે ના સમજાય ? આ તો વિજ્ઞાન છે અને વિજ્ઞાન શું કહે છે કે સંડાસ જવાની શક્તિ કોઈને નથી, સંતોને ય સંડાસ જવાની શક્તિ નથી અને અમને ય સંડાસ જવાની શક્તિ પોતાની નથી.
ભગવાન મહાવીરને જ્યારે છેલ્લો નિર્વાણકાળ આવી ગયો ત્યારે