________________
ચમત્કાર
૩૧
ચમત્કાર
છે. “સાયન્સ'ની બહાર કશું છે જ નહીં. કેટલુંક તો અણસમજણથી અંધશ્રદ્ધાળુ બધું ઠોકી બેસાડે. જયાં ને ત્યાં બધા લોકોએ, અજ્ઞાન પ્રજાને બધું શ્રદ્ધા બેસાડવાનું સાધન ઊભું કર્યું છે. એ સમજદાર માણસોને માટે નથી. તમારે માટે એ નથી. એ બધું તો બીજા લોકોને માટે છે.
એ કળશ હશે તેથી આપણને શું ફાયદો ? તેથી આપણને આત્મા પ્રાપ્ત થઈ જાય ? એટલે આ તો જેને ભગવાન પર શ્રદ્ધા બેસતી ના હોય, તેમને શ્રદ્ધા બેસે તેટલા માટે પેલું હલાવે, તો આ લોકને શ્રદ્ધા ત્યાં બેસે ! પણ એમાં આપણને શું ફાયદો ? આ દુનિયા બધી હલાવે, તો ય હું કહું કે તું શું કરવા માથાકુટ કરે છે, અમથો વગર કામનો ! બેસી રહેને, સૂઈ જાને છાનોમાનો ! આમાં અમને શું ફાયદો ?!' અજ્ઞાન ખરું તો જાણવું કે ફાયદો થયો. બાકી, આ કબાટ અહીંથી આમ ખસ્યો તો આપણને શું ફાયદો ? એટલે આપણે એટલું કહેવું કે મને શું ફાયદો ?
પ્રશ્નકર્તા : મને એમ લાગેલું કે એ જગ્યા પવિત્ર થઈ ગઈ !
દાદાશ્રી : બધું પવિત્ર જ છે ને, જગત તો ! આ તો બધા વિકલ્પો છે. આપણે આપણું કામ થયું તો સાચું. બાકી આ બધું પોલ છે. અનંત અવતારથી આનું આ જ કર્યું છે ને ! હય, ફલાણી જગ્યાએ દેવ હાલ્યા, મૂર્તિ હાલી. અલ્યા, તેમાં તને શું ફાયદો થયો ?! લોક તો કહેશે, આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. પણ આપણે આપણો ફાયદો જોવો !
મને લોકો કહે છે, આ ટીપોય કુદાવો આમ ! તે બની શકે છે. એનો પ્રયોગ હોય છે. પણ તે કરવાથી શું થાય ? એ કુદે તેથી શું થાય ? અહીં આગળ પછી માણસો માય નહીં, આ દાદરો તુટી પડે અને તમે જે સાચા ગ્રાહકો છો, તમને ધક્કા મારીને કાઢી મેલે ને બીજા બધા પેસી જાય, ચમત્કાર જોવા પેસી જાય. આપણે એવું શું કામ છે તે ? આ તો સાચા ગ્રાહકની જગ્યા છે. સાચો ગ્રાહક કે જેને મોક્ષે જવું છે, જેને ભગવાનનું ઓળખાણ કરવું છે, સાક્ષાત્કાર કરવો છે, તેને માટેની આ જગ્યા છે. આ છેલ્વે સ્ટેશન છે ! અહીં એવું તેવું ના હોય. બીજે બધે તો ચમત્કાર એટલા માટે કરે કે લોકોને શ્રદ્ધા બેસે. બાકી, એ તમારા જેવા માટે નથી !
અરે, ઘણાં માણસ તો કોઈ સૂઈ ગયેલા માણસનો હાથ ઊંચો કરી દે ! એ તો ઊંઘતો છે તો શેનો હાથ ઊંચો થયો ? હાથ ઊંચો થયો માટે કંઈ જાગ્યો ? એ તો ઊંઘતો છે. આ બધી મશીનરી છે ! એમાં આપણું કશું કામ થાય નહીં.
કોઈનું દર્દ કોઈથી લેવાય ? પ્રશ્નકર્તા : એક સંતે એક માનવીનું દર્દ લીધેલું. જેનાથી પછી આખું જીવન એમણે અપંગ અવસ્થામાં કાઢેલું. તેમાં આપનું શું માનવું છે ?
દાદાશ્રી : કોઈનું દર્દ કોઈથી લેવાય નહીં, આ અમારું માનવું છે. અને એમની ભૂલ થતી હોય તો એમને નુકસાન કરેને ? કંઈ તમને નુકસાન નહીં કરે. એટલે આવું કોઈથી બને નહીં. માટે આ વહેમ મનમાંથી કાઢી નાખો આવો બધો !
આપણા હિન્દુસ્તાનનાં સંતો છે, તે સામાનાં શરીરમાંથી રોગ હલ લઈ લે છે (!) આવું પુસ્તકોમાં છડે ચોક લખેલું હોય છે. અલ્યા, આ હિન્દુસ્તાનના બુદ્ધિશાળીઓ, તમને આ સમજણે ય નથી પડતી કે એને સંડાસ જવાની શક્તિ નથી, એ શું લઈ લેવાનો હતો તે ! અને એ તો નિમિત્ત હોય છે. નિમિત્ત એટલે શું કે કર્મના ઉદય એવાં છે એટલે આમના નિમિત્તે ફેરફાર થાય. પણ આ “અમે રોગ લઈ લઈએ છીએ, આમ લઈએ છીએ, આયુષ્ય વધારીએ છીએ,’ આ બધી વાતો કરે છેને, તે મગજમાં કીડા પડે એવી વાતો કરે છે !!
પ્રશ્નકર્તા : જે સંતોના કહેવાથી સામાનું દર્દ નીકળી જાય એવું બને તો પેલાને યશનામ કર્મ હશે, એવું ને ?
દાદાશ્રી : એ બધું બને. પેલાનું દર્દ જતું યે રહે. એવું સંતનું નિમિત્ત હોય. એટલે યશનામ કર્મ હોય. પણ આ ‘દર્દ લઈ લે છે” એ જે કહે છે ને, એ ખોટી વાત છે. એ જો આવું કહે તો આપણે પૂછીએ કે, “સાહેબ, તમને આટલા બધા રોગ શાથી ?” ત્યારે કહે, “બીજાનું લઈ લીધું એટલે !! જો પુરાવો સારો જડ્યો ને ?! હવે એ સંતને હું પૂછું કે, “અરે સાહેબ, આપને સંડાસ જવાની શક્તિ છે ? હોય તો મને કહો.” તમે દર્દ શી રીતે