________________
ચમત્કાર
૨૧
ચમત્કાર
અગર તો એની તમારા હાથમાં સત્તા છે ?” ત્યારે કહે, “ના.” “તો પછી સંડાસ જવાની તમારામાં શક્તિ નથી, તો શું કરવા આ બધા લોકોને મૂરખ બનાવો છો ?” કહીએ !
એટલે ચમત્કારનું જીવનમાં સ્થાન નથી ! આ ચમત્કાર કરવાની માણસમાં શક્તિ કેમ હોઈ શકે ? ભગવાનમાં એ શક્તિ નહોતી. કૃષ્ણ ભગવાન જેવા મોટા માણસ ચમત્કાર માટે કશું બોલ્યા નથી અને આ ટીનપાટિયાં વગર કામનાં બોલ્યા કરે છે ! ત્રણ પૈસાના ટીનપાટિયાં !! આ વધારે પડતું બોલવાનું કારણ શું છે કે આ લોકોએ હિન્દુસ્તાન ઉપર બહુ અત્યાચાર કર્યો છે ! આ ન હોવું જોઈએ. જો કે મને એનાં તરફ ચીઢ નથી, કોઈ માણસ પ્રત્યે મને ચીઢ નથી. માણસ તો જે કરે, તે કર્માધીન છે. પણ તમે એને સત્ય મનાવો છો ? આવું કરાવો છો ? શું લાભ ઉઠાવવો છે તમારે ? લાભ ઉઠાવવા માટે જ હોયને આવું ? જેને લાભ ઉઠાવવો ના હોય, તે કહે કશું ? અને તેમ છતાં પેલા સિલોનવાળા વૈજ્ઞાનિકે કહ્યું કે ‘ચમત્કાર સાબિત કરી આપો, તો તેને હું લાખ રૂપિયાનું ઈનામ આપીશ.' ત્યારે કેમ કોઈ લાખ રૂપિયા લેવા ગયા નહીં ? ત્યારે આ બધા ક્યાં ગયાં હતા ? કારણ કે પૂછનાર હોયને પેલા, લાખ રૂપિયા આપનાર કોઈ જેવો તેવો હોય ? આમ પૂછે, તેમ પૂછે, એનાં સાંધા તોડી નાખે, તે ઘડીએ બધાય ભાગી ગયા.
મોટા મોટા ‘જજો’ ત્યાં બેઠા હોય, તો તે તરત જ પકડી પાડે કે એ ચમત્કાર અહીં નહીં ચાલે. આ લોકોએ ચમત્કારનું ખોટું ઠસાવી દીધું છે પણ આપણા લોકો ય લાલચુ છે ! તેથી જ આ બધી ભાંજગડને ! ફોરેનમાં ય ચમત્કાર ચાલે. એ ય થોડા થોડા લાલચુ. આ તો ‘મારો બાબો છે ને, એને બાબો નથી” કરે. અલ્યા, તારો તો બાબો છે ને ?! આ લંગર ક્યાં સુધી ચાલશે ? એ તો ધિયાંની પાછળ બીજા દૂધિયાં બેસ્યા જ કરે. કંઈ એક જ દૂધિયું બેસવાનું છે ? વેલો ચાલ્યો એટલાં દૂધિયાં બેસ બેસ કરશે. બસ, આ એક જ લાલચ, “મારા બાબાને ઘેર બાબો નથી !!”
બાકી, ચમત્કાર જેવી વસ્તુ નથી અને તું ચમત્કાર કરનારી હોય તો એવો ચમત્કાર કરને કે ભાઈ, આ દેશને અનાજ બહારથી ના લાવવું પડે. એટલું કરને તો ય બહુ થઈ ગયું. એવો ચમત્કાર કર ! આ અમથો રાખોડી
કાઢે છે ને ઘડિયાળ કાઢે છે, તે લોકોને મૂરખ બનાવે છે ?! બીજા ચમત્કાર કેમ નથી કરતો ? એનાં એ જ ઘડિયાળ ને એની એ જ રાખોડી ?! અને કંઈક કાઢી આપ્યું, ફલાણું કાઢી આપ્યું, ઘડિયાળ કાઢી આપ્યું તો આપણે કહીએ ને કે ભઈ, અહીં ઘડિયાળ બનાવ્યા જ કરને બધા, તો આ કારખાનાં બધાં આપણે ના કરવા પડે અને ફોરેનનું લાવવું ના પડે !
પ્રશ્નકર્તા : આ બધા લોકો જે ઘડિયાળ કાઢે છે ને ચમત્કાર કરે છે, આ ચમત્કાર કરીને એ પુરવાર શું કરવા માગે છે ?
દાદાશ્રી : ચમત્કાર કરીને એમની પોતાની મહત્તા વધારે છે. મહત્તા વધારીને આ ગાડરિયા પ્રવાહ પાસેથી પોતાનો લાભ ઉઠાવે છે બધો. પાંચ ઇન્દ્રિયના વિષય સંબંધી બધો લાભ ઉઠાવે છે અને કષાય સંબંધી કે લાભ ઉઠાવે છે. બધી યે પ્રકારનો લાભ ઉઠાવવો છે. એટલે આપણે ચમત્કાર વસ્તુને જ ઉડાડી દેવા માગીએ છીએ કે ભઈ, આવા ચમત્કારમાં સપડાશો નહીં. પણ ગાડરિયો પ્રવાહ તો સપડાવાનો જ છે, લાલચુ છે એટલે. અને કોઈ પણ માણસ જો લાલચુ હોય તો એને બુદ્ધિશાળી કહેવાય જ નહીં. બુદ્ધિશાળીને લાલચ હોય નહીં અને લાલચ હોય તો બુદ્ધિ છે નહીં !
એ પ્રગટાવે ધર્મભાવતા ! અને કેટલાંય સંતો કહે છે, “એ ય આમ થઈ ગયું, નિરંતર રાખોડી પડયા કરે છે.' અલ્યા, મારે રાખોડી સાથે કામ શું છે ? મને શ્રદ્ધા બેસે એવું બોલ કંઈક. આમ રાખોડીવાળી શ્રદ્ધા કેટલા દહાડા રહે ? તું એવું કંઈક બોલ કે હું ખરું નહીં તારી પાસેથી ! પણ બોલવાની શક્તિ ના રહી ત્યારે રાખોડી પાડવી પડી !
ચમત્કાર કરીને રાખોડી કાઢે છે ને ફલાણું કાઢે છે. હવે એ જે કરે છે ને, તે એમની સાધના છે એક જાતની ! અને એથી ધર્મને રસ્તે વાળે છે લોકોને. એટલે મેં કહ્યું હતું લોકોને કે, “ભઈ, એ સારું છે. એવું હોય તો એને તોડી ના પાડશો. કારણ કે જે લોકો ધર્મ જેવી વસ્તુ જ સમજતા નથી, તે લોકોને રસ્તે ચઢાવે છે, ધર્મ ઉપર પ્રેરણા કરે છે ને ‘ફીટ' કરી આપે છે, એ સારું છે !' એટલે ત્યાં જનારા પાછાં મને ભેગા થઈ જાય છે. મને મળી જાય છે, ત્યારે મેં કહ્યું, ત્યાં આગળ જાવ. કારણ કે એ