________________
૨૦
ચમકારે
ચમત્કાર
૧૯ ટોળાને શું કરવાનાં ? આમાંથી વીણી, વીણી, વીણીને મોતી, સાચા હીરા કાઢી લેવાનાં છે ! આ બીજો કચરો બધો શું કરવાનો ? નહીં તો આ ટેબલ તો ચારે પગે કૂદે, એમ ને એમ, કશું યંત્ર રાખ્યા સિવાય કૂદી શકે એમ છે, એ ‘સાયન્સ’ છે. તેમાં આજનાં ‘સાયન્ટિસ્ટો’ ના સમજે કે શું સાયન્સ’ છે આ !આ ‘રિયલ સાયન્સ’ છે. ને પેલા લોકોનું તો ‘રિલેટિવ સાયન્સ’ છે. હવે એ એમને શું સમજાય બિચારાને ?!
એટલે આવો ચમત્કાર કરીએ તો ટોળા ભેગાં થાય. પણ આ ગાયોભેંસો તો આવશે જ નહીં. તું લાખ ચમત્કાર કરે તો યે એ તને ગાંઠે એવાં નથી. ફક્ત આ ગાયો-ભેંસો અને સાચા મનુષ્યો એ બેની વચ્ચેનો જે ‘ફુલિશ” માલ છે એટલો જ આવશે ! પેલી ગાયો-ભેંસો ‘ફૂલિશ નથી અને આ જે સજ્જન પુરુષો, અમુક માણસો તે ય ‘ફૂલિશ” નથી અને આ જે વચલો માલ છે, તે આવશે અને એ ‘ફુલિશ’ માલ તો ઘેટાં કરતાં ય ગયેલો માલ છે !! અને ચમત્કારીને નમસ્કાર કરે છે, કઈ જાતનો પાક્યો છે તે ?!
એટલે ‘દાદા’ ચમત્કાર કરે છે એવું લોક સાંભળે તો બધો ઊંધો માલ પેસી જાય, ખોટો માલ બધોય અહીં આવે ! આ ચમત્કાર જોવા જે બુદ્ધિશાળી વર્ગ છે ને, તે તો અહીં આવે જ નહીં, બધો કયો વર્ગ આવે ? ‘ફૂડ ફોર્મ’ના બધા માણસો આવે ! ચમત્કારને સાચો માણસ જોવા જ ના માગે. બુદ્ધિશાળી વર્ગ તો ચમત્કારની વાત સાંભળને, તો ત્યાંથી ભાગી જાય. બુદ્ધિશાળીને ચમત્કાર પોષાય જ નહીં. ચમત્કાર તો જાદુ છે, મૂરખ બનાવવાના ધંધા છે આવાં ! હિન્દુસ્તાનમાં ચમત્કાર જેટલાં થાય છેને. એ બધાં મૂરખ બનાવવાનાં ધંધા છે.
ચમત્કાર એટલે અંધશ્રદ્ધા ! પ્રશ્નકર્તા : સત્પુરુષો ચમત્કાર કરે ખરાં કે ?
દાદાશ્રી : સત્પુરુષો ચમત્કાર કરે નહીં ને ચમત્કાર કરે તો એ સપુરુષો નહીં. એ પછી જાદુગર કહેવાય.
પ્રશ્નકર્તા : પણ મુક્તિ સાધનામાં સફળતા મેળવનાર ચમત્કાર
તો સર્જી શકે ને ?
દાદાશ્રી : એનાં ચમત્કાર આવાં ના હોય, એમાં આવાં ઘડિયાળો કાઢવાનાં કે એવાં તેવાં ચમત્કાર ના હોય. એમાં તો જગતમાં ના જોયો હોય એવો આપણને ફેરફાર લાગે. પણ તો ય એને ચમત્કાર ના ગણાય. આ ચમત્કારો તો જાદુઈ કહેવાય છે !
પ્રશ્નકર્તા : પણ દાદા, એક સંતે આંબાનું પાન લઈને ચમત્કાર સર્જેલા. એવાં બે અનુભવ મેં પોતે જોયેલા છે જાતે !
દાદાશ્રી : હા. પણ પેલું જે પાંદડું મંગાવ્યું, તે શાનું પાંદડું મંગાવ્યું? આંબાનું ને ? હવે એને બદલે આપણે કહીએ કે, ‘ભઈ, આ મહુડાનું પાન છે, તે લે ?” ત્યારે એ કહે, “ના, આ નહીં ચાલે. મને આંબાના પાન આપો !' એટલે આપણે જો કહીએ કે આ મહુડાના પાન લઈને એવો ચમત્કાર તું કરી આપ તો એ નહીં થાય. એટલે આ બધા ‘એવિડન્સ” છે. આ ‘સ્ટીલ' તો એવું છે કે લાખ ચમત્કાર કરે તો યે વળે નહીં !
પ્રશ્નકર્તા તો આ બધું કાઢે છે, રાખોડી ને ઘડિયાળ ને કંકુને ચોખા, એ જાદુગરી છે કે ચમત્કાર છે ?
દાદાશ્રી : જાદુગરી, હાથચાલાકી ! આપણને સમજણ ના પડે એટલે આપણને મનમાં એમ થાય કે ચમત્કાર કર્યો. પણ ચમત્કાર થાય શી રીતે તે ? એને સંડાસ જવાની શક્તિ નથી, એ શી રીતે ચમત્કાર કરવાનો ?! ગમે એવો હોય પણ સંડાસ જવાની શક્તિ હોય તો મને કહે કે મારી શક્તિ છે ને ના હોય તો ચમત્કાર શી રીતે કરવાનો તું ?
પ્રશ્નકર્તા: તો પછી ચમત્કારનું જીવનમાં કેટલું સ્થાન ? ચમત્કાર અંધશ્રદ્ધા તરફ લઈ જાય ખરો ?
દાદાશ્રી : આ બધી અંધશ્રદ્ધા એ જ ચમત્કાર. એટલે ચમત્કાર કરે છેને, એ કહેનારો જ અંધશ્રદ્ધાળુ છે. પોતાની જાતને મૂરખ બનાવે છે તો ય નથી સમજતો ! હું તો એટલું તમને શીખવાડું કે આપણે ચમત્કાર કરનારાને પૂછયું કે, “સાહેબ, કોઈ દહાડો સંડાસ જાવ છો ?” ત્યારે એ કહે, ‘હા’ તો આપણે એમને પૂછીએ, ‘તો એ આપ બંધ કરી શકો છો ?