________________
આ તો સવાર-સાંજ આ જ ધંધો. વિષયની ભીખ માગે ?! શરમ ના આવે ?
પતિ-પત્નીમાં જ્યાં વિષય વધારે ત્યાં ક્લેશ-કંકાસ બહુ થાય.
જે બ્રહ્મચર્યમાં આવી ગયો, તે દેવસ્થિતિમાં આવ્યો. મનુષ્યમાં દેવ ! શીલવાન થયો.
૮. બ્રહ્મચર્યની કિમત, સ્પષ્ટવેદત આત્મસુખ
જ્યારે હક્કની સ્ત્રી સાથેનો વિષયવ્યવહાર છૂટવા માંડે ત્યારે આત્મ વિજ્ઞાન સૂક્ષ્મતાએ સમજાય છે. પરિણામે જાગૃતિ વર્ધમાનપણાને પામી અત્યંત નિર્બોજ મુક્તદશા અનુભવાય અને ત્યારે પોતાનો સ્વ-આત્માનંદ સ્પષ્ટ અનુભવમાં નિરંતર રહ્યા કરે ! પણ ‘વિષયમાં સુખ છે' એવો અનાદિનો અભ્યાસ તો ત્યારે જ તૂટે કે જ્યારે એ સુખથી ચઢિયાતું આત્મસુખ ચાખે ! ત્યારે ચિત્તવૃત્તિ બહાર વિષયમાં સુખ ખોળતી અટકે ને નિજઘરમાં પાછી વળી નિજ સુખમાં લીન બને ! એ આત્મસુખઆત્માનું સ્પષ્ટવેદન ‘સ્વરૂપ જ્ઞાનપ્રાપ્તિ’ પછી અંતરાયું છે શાથી ? સ્વયં ક્રિયાકારી વિજ્ઞાન પ્રાપ્ત થયું હોવા છતાં આત્માની અનંત સમાધિનો અનુભવ શીદને અટકયો છે ? એક વિષયદોષને કારણે જ ! એક આ વિષય અંતરાયો, તો સર્વ અંતરાય તૂટે, પરિણીતાને ‘સ્પષ્ટવેદન’ સુધીના સર્વ અંતરાય તૂટે એવા પ્રયોગો ‘જ્ઞાની પુરુષ' દેખાડી દે છે !
જ્યાં સુધી પુદ્ગલમાંથી કંઈ સુખ લેવાની દાનત પડી છે, ત્યાં સુધી આત્મસુખ સ્પર્શી શકતો નથી. અને જ્યારે વિષયમાંથી સુખ લેવાનું સદંતર બંધ થાય ત્યારે આત્મસુખનું સ્પષ્ટ વેદન અનુભવાય. ‘આ આત્માનું જ સુખ છે' એવું સ્પષ્ટ વેદન થવા માટે છ મહિના પણ પરિણીતો માટે વિષય-બંધ જરૂરી છે અને એ માટે ‘જ્ઞાની પુરુષ' પાસે છ મહિનાની ‘વ્રતવિધિ’ કરાવી લેવી. છ મહિના આજ્ઞાપૂર્વક વિષય-બંધ થાય, તો વૃત્તિઓ કે જે વિષય પ્રત્યે વળેલી, તેને અવકાશ સાંપડે છે, સ્વસુખ ભણી વળવાનો ! અને એક ફેરો સ્વસુખ ચાખે પછી વૃત્તિઓ વિષય તરફથી પાછી ફરી જાય છે ! પણ વૃત્તિઓને અવકાશ ક્યારેય સાંપડ્યો છે ? ક્યા અવતારમાં વિષય નથી ભોગવ્યો ?!
૯. લે વતતો ટ્રાયલ ! આત્મજ્ઞાન પછી આત્માનું સુખ સ્પષ્ટપણે અનુભવવું હોય તો બ્રહ્મચર્ય જરૂરી છે. સુખ વિષયનું છે કે આત્માનું છે, એ બેનું ડિમાર્કેશન થાય. ભેળસેળીયું સુખ ના ચાલે.
ગ્રહસ્થ જીવનમાં પણ બ્રહ્મચર્ય પળાય. બન્ને સમજીને જ્ઞાની પાસે વ્રત લઈ લે, તો શું ના થાય ? બ્રહ્મચર્યની આ ભવે ભાવના કર કર કરે, તો આવતાં ભવે સહજપણે બ્રહ્મચર્ય પળાય. ભાવના એ બીજ છે ને અમલ એ પરિણામ છે !
પૂજ્યશ્રી પાસેથી બ્રહ્મચર્ય વ્રત પામીને જે અનુભવો થયા છે મોક્ષાર્થીન, એનું વર્ણન થાય તેમ નથી. એ તો જાતે અનુસરે તો જ ખબર પડે !
બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કરે, ત્યાંથી જ વીર્યનું ઉદ્ઘકરણ ચાલુ થઈ જાય છે.
વિષય માટે જ ‘બીવેર-બીવેર’નાં બોર્ડ મરાયાં, એક વરસ દહાડો બ્રહ્મચર્ય વ્રત લઈ જુએ તો અનુભવ થાય. એ તો વિધિ આપનારની શક્તિ જ કામ કરે છે ! પણ જો જ્ઞાનીની આજ્ઞાપૂર્વકનું હોવું જોઈએ. બ્રહ્મચર્યમાં પ્રતિક્રમણથી ટેસ્ટેડ થઈ જાય.
બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી, તેને બ્રહ્મચર્ય વ્રત વર્તાયું કહેવાય. જેને અબ્રહ્મચર્ય યાદે ય ના આવે, તેને બ્રહ્મચર્ય મહાવ્રત વલું કહેવાય !
કટકે કટકે કરીને, એટલે કે છ મહિના વિષય-બંધ કરીને પાછું બાર મહિના માટે આજ્ઞાપૂર્વક બંધ રાખે, પછી પાછું થોડો વખત રહીને બે વરસ માટે વ્રત લે, એમ કરતાં કરતાં ચાર-પાંચ વખત વરસ-બે વરસ માટે વિષય-બંધ રહે, તેનો વિષય સદંતર છૂટી જાય. કારણ કે જેમ જેમ વિષયથી છેટો રહ્યો, એનો પરિચય છૂટ્યો કે તેમ તેમ વિષય વિસારે પડતો જાય એવો છે. અર્થાત્ પરિચય પ્રસંગ જ છૂટવો આવશ્યક છે. પણ તેને માટે હિંમત કરીને એક ફેરો આમાં દ્રઢ નિશ્ચયપૂર્વક ઝંપલાવવું પડે, પછી
16