________________
‘જ્ઞાની પુરુષ'ની વચનસિદ્ધિનો અનુભવ થાય તેવું છે. પછી આત્માનું સ્પષ્ટ વેદન પણ અનુભવાય તેવું છે ! એક વિષયને ત્યજતાં સામે બદલામાં કેવી મોટી સિદ્ધિ સાંપડે છે ! નહીં તો ય અનંત અવતાર વિષય આરાધ્યા, છતાં પરિણામ શું આવ્યું ? વિષયે તો આત્મવીર્ય હસ્યાં ને દેહનાં નૂરે ય નીચોવી લીધાં !! મોટામાં મોટા આત્મશત્રને સોડમાં તાવ્યો, આ તે કેવી ભયંકર ભૂલ ?!! આ ભૂલને ભાંગવા એક વાર પતિ-પત્ની બન્નેએ ‘જ્ઞાની પુરુષ' પાસે પ્રત્યક્ષમાં બ્રહ્મચર્ય વ્રત, ભલે મુદતી લેવાય તો મુદતી લેવું. પણ સમજીને વ્રત લઈ લે તો પાછા વળવાનો ચાન્સ રહે છે, નહીં તો વિષય ઠેઠ સુધી છૂટે એવો જ નથી.
વ્રત લીધા પછી વ્રતના રક્ષણ માટે પ્રથમથી જ જાગૃતિ રાખવી હિતાવહ છે, એકાંત શૈયાસન, તેમજ સ્પર્શદોષથી પણ રહિત વ્યવહાર,
આ વ્રતનું રક્ષણ કર્યા કરે છે, તેમજ ‘જ્ઞાની પુરુષ' પાસે બ્રહ્મચર્ય વ્રતમાં રહેવાની દસ-પંદર મિનિટ શક્તિઓ માંગતા રહેવાથી બળ મળ્યા કરે છે ! પોતાનો નિશ્ચય અને “જ્ઞાની પુરુષ'નું વચનબળ, તેમની વિધિ, તેમના આશીર્વાદ, કે જે કલ્પનાતીત શક્તિઓ પ્રગટાવનારા છે ! આમાં પોતાનો તો માત્ર દ્રઢ નિશ્ચય અને નિશ્ચય પ્રત્યેને સિન્સીયારિટી, બાકીનું બીજું બધું ‘જ્ઞાની પુરુષ'નું વચનબળ કામ કરી લે છે ! એ અજાયબ ‘વ્રત-વિધિ’નાં પરિણામ તો, જેણે ‘વ્રત-વિધિ’ મેળવી હોય તે જ જાણે !!
૧૦. આલોચતાથી જ જોખમ ટળે વ્રતભંગતાં !
સંજોગવશાત્ કોઈથી વ્રતભંગ થઈ જાય તો ? એનું ભયંકર જોખમ છે, ભયંકર નર્કગતિના જોખમ ખેડાય ! જાણી કરીને, દાનત ખોરી કરી તેથી જ તો વ્રતભંગ થાય ને !! છતાં કરુણાળું ‘જ્ઞાની' તો આવાં વ્રતભંગીને પણ સાચા દિલથી તુરત જ કરેલી આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી વ્રતભંગ દોષથી છોડાવે છે. પણ તેથી કરીને વ્રતભંગની છૂટ લેવાની કોઈને હોતી નથી. આ તો સંપૂર્ણ વ્રતરક્ષાની સાવચેતી પછી ‘એક્સિડન્ટ’ થાય તો જ ઉપાય કરાય. બાકી જાણી-જોઈને ટકરાય તેને શું કરાય ? અને ‘જ્ઞાની’ પણ પાત્ર જોઈને જ માફી આપે ને ?!. હૃદયપૂર્વકનો પશ્ચાત્તાપ ને દ્રઢતાએ પુનઃ નિશ્ચય કરી પોતાની ભૂલ ભાંગવાનો એનો પુરુષાર્થ, તેમજ તેની ચોખ્ખી દાનત જોઈને જ ‘જ્ઞાની”
ફરી ‘વિધિ’ કરી આપી તેને દોષમાંથી છોડાવે છે ! જે કોઈ ચીજના કર્તા નથી, એવા ‘જ્ઞાની પુરુષ' ચાહે સો કરી શકે !!
| ‘અક્રમ વિજ્ઞાન” એકાવતારી કે બે અવતારી પદ લાવનાર હોવાથી, વિષય સંપૂર્ણ ના છૂટે તો છેવટે વિષયથી સવાંશે છૂટવું જ છે એવી સતત ભાવના ભાવ ભાવ કરે, પ્રત્યેક દોષનો ખૂબ ખૂબ પસ્તાવો લે, હક્કના વિષયના ય નિરંતર પ્રતિક્રમણ કર કર કરે તો આવતા ભવમાં સ્ત્રી પરિગ્રહથી મુક્તદશાનો ઉદય આવે. અને જેને આવાં અજાયબ “અક્રમ વિજ્ઞાનનો સંપૂર્ણ લાભ ઉઠાવી આ જ ભવમાં આત્માના સ્પષ્ટ વેદન સુધીની દશા પ્રાપ્ત કરવી હોય તેણે તો પછી ‘જ્ઞાની પુરુષ' પાસે સમજપૂર્વક બ્રહ્મચર્યવ્રતની આજ્ઞા-વિધિ પ્રાપ્ત કરી લેવી પડે ! પોતાનો દ્રઢ નિશ્ચય અને ‘જ્ઞાની પુરુષ'નું વચનબળ, આ બે ભેગાં થાય ત્યાં અવશ્ય નિર્વિન્ને સિદ્ધિ સરે જ ! માત્ર પોતાના નિશ્ચયને દ્રઢપણે ‘સીન્સિયર' રહેવું પડે, એમાં જરા ય પોલ ના ચાલે ! આ તો નિશ્ચય થવામાં જ પોલ વાગે છે કે ‘‘આ બધાં તો અક્રમ જ્ઞાનમાં રહે છે તે વિષય પણ ભોગવે છે, તો આમાં શું વાંધો ? આપણે શા માટે વ્રતની જરૂર ? ‘જ્ઞાન’ તો મળી ગયું છે, ઉકેલ તો આવી જ જશેને, પછી વિષયનો શું વાંધો છે ? વિષય તો ‘ડિસ્ચાર્જ છે ને, એટલે છૂટે જ નહીં ને ! છેલ્લા અવતારમાં બ્રહ્મચર્ય પાળીશું તો ય મોક્ષ કંઈ અટકવાનો છે ? આપણે સ્થૂળ વિષય ભલે ના છૂટે, પણ આપણી ભાવના તો બ્રહ્મચર્ય પાળવાની છે ને ? પછી વાંધો નહીં આવે !” આમ બુદ્ધિ મહીં જાત જાતનાં ‘પોલ' દેખાડ દેખાડ કરીને પોતાની પ્રગતિને રૂંધનારા આવરણ ઊભાં કરાવી નાખે છે. માટે બુદ્ધિનું એક અક્ષરે ય સાંભળ્યા વિના ‘જ્ઞાની પુરુષ' કઈ દ્રષ્ટિએ વાતને સમજાવવા માંગે છે, તે ‘એક્કેક્ટનેસ’માં સમજી સાચી રીતે પોતાના નિશ્ચયને અડગપણે ‘સીન્સિયર’ રહે તો જ વિષયને જીતી શકે, ને તો જ ‘જ્ઞાની પુરુષ’ મળ્યા તેમાં પોતાનું કામ નીકળી જાય !
હવે, એક જ ફેરો કરેલું વિષયનું સેવન મહિનાઓ સુધી ધ્યાન કે એકાગ્રતાની સ્થિરતાને બાધકકર્તા નીવડે છે, તો જેને પુદ્ગલધ્યાનથી છૂટી આત્મધ્યાનમાં જ લીન થવું છે, તેને વિષયસેવન માત્ર મોટામાં મોટું બાધક છે અને જેને મોક્ષ સિવાય કાંઈ જ ખપતું નથી, એવો એકમેવ ધ્યેય