________________
ખંડ : ૧ પરણિતો માટે બ્રહ્મચર્યની ચાવીઓ.
વિષય નહીં, પણ નિડરતાં એ વિષ !
ચેતો, વિષયની નીડરતાથી ! વિષયો એ વિષ નથી, વિષયમાં નીડરતા એ વિષ છે. માટે ગભરાશો નહીં. બધાં શાસ્ત્રોએ બુમ પાડી કે વિષયો એ વિષ છે. શાનું વિષ છે ? વિષય એ વિષ તો હોતો હશે ? વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય જો વિષ હોતને, તો પછી તમે બધા ઘેર રહેતાં હોત અને તમારે મોક્ષે જવું હોય તો મારે તમને હાંકીને મોકલવા પડે કે જાવ અપાસરે, અહીં ઘેર ના પડી રહેશો. એવું હાંકીને મોકલવું પડે કે ના મોકલવું પડે ? પણ મારે કોઈને હાંકવા પડે છે ? અમે તો કહીએ છીએ કે જાવ, ઘેર જઈને નિરાંતે પલંગમાં સૂઈ જાવ.
વિષયો વગરના બ્રહ્મચારી તો કેટલાં હશે આ દુનિયામાં ? એટલે પાંચ-દસ હજાર હોય, વખતે વીસ-પચ્ચીસ હજાર હોય. પણ તો ય આ સાડાચાર અબજ માણસો તો વિષ પીધા કરે છે. વિષયને વિષરૂપ લખ્યા, તેની માણસને મનમાં શી અસર થાય ? ‘વિષયો વિષ છે', આ શબ્દો પૈણેલાઓને સંભળાય તો શું થાય ? પૈણેલા આગળ આ શબ્દ બોલવો જ ના જોઈએ અને જે આવો શબ્દ આપે, તેને કહીએ કે અલ્યા, જો કદી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવું વિષયો જ વિષ હોય તો પછી પૈણવાનું શેને માટે હતું ? આ તો થોડાક જ મનુષ્યો પૈણ્યા વગરના ફર્યા કરે છે. બીજું, આખું જગત તો પૈણેલું હોય છે. માટે જો ખોટું હોય તો આખું જગત પૈણે જ કેમ કરીને ? આ જે પૈણ્યા વગરના ફર્યા કરે છે, એ તો કસરતશાળામાં ગયા છે, કે સ્ત્રી વગર જિવાય છે કે નહીં ? એટલે એ તો કસરતશાળા છે. બાકી તમારે ‘ટેસ્ટ એક્ઝામિનેશન’માંથી પસાર થવું પડશે, ને અહીં આગળ સ્ત્રીની સાથે જ, બૈરી-છોકરાં સાથે જ વીતરાગ થવું પડશે. ત્યાં હિમાલયમાં નાસી જઈને, વીતરાગ થઈએ (!) ને ‘હમકુ ક્યા, હમકુ ક્યા ?” એમ કર્યા કરે, એ ચાલે નહીં. - સ્ત્રી વઢે અને રાતે એ ઘરમાં રહેવું, એ તો મોટામાં મોટી ટેસ્ટ એક્ઝામિનેશન છે ! એટલે સ્ત્રી સાથે મોક્ષ હોવો જોઈએ. સ્ત્રીની ગાળો ખાય અને સમતા રહે એવો મોક્ષ થવો જોઈએ.
ભગવાને આત્માના બે ભેદ પાડ્યા ; એક સંસારી ને બીજા સિદ્ધ. જે મોક્ષે ગયેલા છે તે સિદ્ધ કહેવાય છે ને બીજા બધા ય સંસારી. એટલે તમે જો ત્યાગી હો તો ય સંસારી છો ને આ ગૃહસ્થ પણ સંસારી જ છે. માટે તમે મનમાં કશું રાખશો નહીં. સંસાર નથી નડતો, વિષય નથી નડતા, કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. એટલા માટે તો મેં પુસ્તકમાં લખ્યું કે વિષયો વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે.
બૈરી-છોકરાં સાથે જ મોક્ષને માટે અમે આ રસ્તો બતાવ્યો છે. આ અહીંથી સીધો મોણ નથી, આ એકાવતારી પદ છે. વીતરાગોની વાત તદન સાચી છે કે સીધું જ મોક્ષે જવાનું હોય તો તો બૈરી-છોકરાં આ છેલ્લા અવતારમાં છોડવાં પડે. પણ આ તો એક અવતારીપદ છે. મોક્ષને ને સંસારને શી લેવાદેવા ? એકે ય કર્મ ના બંધાય, એની અમે ગેરન્ટી આપીએ છીએ. સ્ત્રી-છોકરાં સાથે ય કર્મ ના બંધાય.
સ્ત્રીનો તહીં, વાંક પોતાનો ! ‘વિષયો વિષ નથી’ એવું એકલું કહેવામાં આવે, તો કેટલાંય ત્યાગીઓ જોડે મતભેદ પડી જાય કે તમે આવું કહો છો ? ના, હું વિષયને